________________
१०८
तत्त्वन्यायविभाकरे
લઈ સામાયિકશ્રુત સુધીના શ્રુતના અભાવમાં તો કોઈ સમ્યગ્દષ્ટિ તો કોઈ મિથ્યાદૃષ્ટિ પણ હોઈ શકે છે. તથાચ સમ્યક્ત્વ-સમ્યગ્દષ્ટિદ્વારા ગ્રહણ કરવાથી સમ્યફફ્યુત થાય છે, એવો ભાવ છે.
તથા સમ્યગ્દષ્ટિને શ્રી અરિહંતકથિત અને મિથ્યાષ્ટિપ્રણીત શ્રત સમ્યકશ્રુત થાય છે, કેમ કેયથાસ્વરૂપનું જ્ઞાન છે. મિથ્યાદષ્ટિને તો શ્રી અરિહંતપ્રણીત અને મિથ્યાદષ્ટિપ્રણીત શ્રુત મિથ્યાસ્વરૂપવાળું બને છે, કેમ કે યથાસ્વરૂપનું અજ્ઞાન છે. ખરેખર, મિથ્યાદષ્ટિ સર્વ વસ્તુને એકાન્તસ્વરૂપી માને છે. જેમ કે
આ ઘટજ છે' ઇત્યાદિ વ્યવહાર કરતો ઘટપર્યાય સિવાયના વિદ્યમાન પણ સત્ત્વ-શેયત્વ-પદાર્થત્વ આદિ પર્યાયોનો અપલાપ કરે છે. “ઘટ છે જ'-આ પ્રમાણે બોલનારો, પરરૂપે (પદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ) નાસ્તિપણાનો નહીં સ્વીકારનારો, ત્યાં અવિદ્યમાન પરરૂપતાનો સ્વીકાર કરે છે. સમ્યગ્દષ્ટિ તો તે પ્રકારે નહીં, એમ પણ જાણવું.) મિથ્યાશ્રુતને કહે છે કે-મિથ્યાત્વના ઉદયથી વિપર્યસ્ત બુદ્ધિવાળા મિથ્યાષ્ટિઓ” કહેવાય છે. તેઓનું શ્રુત “મિથ્યાશ્રુત છે. આ પ્રમાણે જ મતિજ્ઞાન-અવધિજ્ઞાન પણ મતિઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાનરૂપ બને છે.
. साधनादिश्रुते प्राह- आदिमच्छुतं सादिश्रुतं, इदं पर्यायार्थिकनयापेक्षया । आदिशून्यं श्रुतमनादिश्रुतं, इदन्तु द्रव्याथिकनयापेक्षया ॥ ३७॥
आदिमदिति । यस्यादिदृश्यते तच्छुतं सादिश्रुतमित्यर्थः, ननु जीवो हि नित्यः, श्रुतं च तत्पर्यायः पर्यायपर्यायिणोश्च कथञ्चिदभेदात्कथं श्रुतमादिमदित्यत्राह-इदमिति, जीवस्य नित्यत्वेऽपि नारकादिभवपरिणत्यपेक्षया यथा सादिस्तथोपयोगात्मकपर्यायस्य सादित्वात्कार्यभूतं श्रुतमपि सादीति भावः । अनादिश्रुतमाह-आदिशून्यमिति, अनादित्वे युक्तिमाहेदन्त्विति, यैर्जीवद्रव्यैः श्रुतान्यधीतानि यान्यधीयन्ते यानि चाध्येष्यन्ते तानि तावन्न कदापि व्यवच्छिद्यन्ते येन तेषामादिर्भवेत् नहि सर्वथाऽसत् क्वाप्युत्पद्यते सिकतास्वपि तैलाद्युत्पत्तिप्रसङ्गात् तस्माच्छुताधारद्रव्याणां सर्वदैव सत्त्वात्तदव्यतिरेकिणश्श्रुतस्यापि सर्वदा सत्त्वेन तदनादिमच्छ्रुतमिति भावः ॥
સાદિ-અનાદિ શ્રુત ભાવાર્થ – “આદિવાળું શ્રુત સાદિધૃત છે. આ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ છે. આદિ વગરનું શ્રુત અનાદિઠુત છે. આ તો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ છે.”
વિવેચન – જેની આદિ દેખાય છે, તે શ્રુત “સાદિઋત' કહેવાય છે. ચોક્કસ જીવ નિત્ય છે અને શ્રુત તેનો પર્યાય છે. પર્યાય અને પર્યાયિની કથંચિત્ અભેદ હોવાથી કેવી રીતે શ્રુત આદિવાળું કહેવાય? આ પ્રશ્નના જવાબમાં કહે છે કે-જીવનું નિત્યપણું હોવા છતાં નારક આદિ ભવની પરિણતિ પર્યાયની અપેક્ષાએ જેમ આત્મા સાદિ છે, તેમ ઉપયોગરૂપ પર્યાય સાદિ હોઈ કાર્યભૂત શ્રત પણ સાદિ છે. અનાદિબ્રુતને કહે છે