________________
१०३
द्वितीयो भाग / सूत्र - ३२, द्वितीय किरणे એવકાર નથી, કેમ કે-કોઈ એક શ્રોત્રેન્દ્રિયલબ્ધિ જે અવગ્રહાદિ રૂપ છે તેમાં મતિજ્ઞાનપણું છે.] આવા આશયથી “દ્રિયદ્વાર એમ નહીં કહીને “સર્વેદ્રિયદર એમ કહેલું છે.
જો કે શેષ ઇન્દ્રિયદ્વારા અક્ષરલાભ પણ શ્રુત જ છે. એથી સેન્દ્રિયવિષયપણું શ્રુતમાં પ્રાપ્ત થાય છે, તો પણ અક્ષરલાભ માત્ર શ્રત ન કહેવાય; કેમ કે-ઈહા આદિ પણ અક્ષરલાભવાળા હોઈ શ્રતપણાની આપત્તિવાળા થઈ જાય ! તેથી શ્રુતાનુસાર સાભિલાપરૂપ અક્ષરલાભ “શ્રુતજ્ઞાન” કહેવાય છે. વળી તે શેષ ઇન્દ્રિયદ્વારા ઉત્પન્ન હોવા છતાં યોગ્યતાની અપેક્ષાએ શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિરૂપ જ છે, કેમ કે-શબ્દ માત્ર શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણયોગ્ય છે. તથાચ શ્રોત્રવિષયવાળું સઘળુંય શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન તો શ્રોત્રેન્દ્રિયવિષયવાળું અને શેષેન્દ્રિયવિષયવાળું છે.
(૫) વલ્કશુંબોદાહરણથી તે મતિ-શ્રુતનો ભેદ–ખરેખર, મતિપૂર્વક ભાવઠુત છે. મતિવલ્ક (છાલ) સરખી છે. ભાવશ્રુત શુંબ (રજુ-દોરડા) સરખું છે. જેમ વલ્કો શુંબ પ્રત્યે કારણ છે, તેમ મતિ પણ ભાવકૃતનું કારણ છે. જેમ શુંબ વલ્કોનું કાર્ય છે, તેમ ભાવશ્રુત પણ મતિનું કાર્ય છે; કેમ કે-મતિદ્વારા વિચાર કરી, વાચ્ય-વાચકભાવથી વસ્તુમાં પરોપદેશ-શ્રુતગ્રંથોમાં સંયોજન-ઉપયોગ થાય છે. " (૬) અક્ષર-અનક્ષરભેદથી પણ તે મતિ-શ્રુતમાં ભેદ–અક્ષર, દ્રવ્ય અક્ષર અને ભાવ અક્ષરના ભેદથી બે પ્રકારના છે. દ્રવ્ય અક્ષર-પુસ્તક આદિમાં ન્યસ્ત (લખેલ) અક્ષર-સ્વર-વ્યંજન આદિરૂપ અક્ષર, અથવા તાલ આદિ સ્થાનરૂપ કારણજન્ય શબ્દ દ્રવ્ય અક્ષર' કહેવાય છે. ભાવ અક્ષર=અંતઃસ્કુરાયમાન અકાર આદિ વર્ણવિષયકજ્ઞાન “ભાવ અક્ષર” કહેવાય છે. ભાવ અક્ષરની અપેક્ષાએ મતિજ્ઞાન અક્ષરવાળું. જેમ કે-ઈહા આદિ. ભાવ અક્ષરના અભાવથી જ અવગ્રહરૂપ મતિજ્ઞાન અનક્ષર' છે. [મતિજ્ઞાન, અવગ્રહની અપેક્ષાએ અનક્ષરવાળું, ઇહા આદિની અપેક્ષાએ અક્ષરવાળું અને દ્રવ્ય અક્ષરની અપેક્ષાએ અનક્ષરવાળું જ છે. મતિજ્ઞાનમાં પુસ્તક આદિસ્થ અકાર આદિ કે શબ્દ-વ્યંજનાક્ષર હોતા નથી, કેમ કે તે દ્રવ્યશ્રુતપણાએ પ્રસિદ્ધ છે એમ ભાવ છે.
(૭) મૂક-અમૂકભેદથી મતિ-શ્રુતમાં ભેદ–ખરેખર, દ્રવ્યશ્રત, શ્રુતજ્ઞાન પ્રત્યે અસાધારણ કારણ છે અને તે બીજાઓને પ્રતિબોધકરણમાં સમર્થ છે. (શ્રુતજ્ઞાન સ્વ-પરપ્રકાશક-તે પોતાના સ્વરૂપનું તેમજ મતિજ્ઞાન આદિનું પ્રરૂપણા કરવા સમર્થ છે, જ્યારે મતિજ્ઞાન અન્ય જ્ઞાનોનું નિરૂપણ કરવા અસમર્થ છે.) શ્રુતજ્ઞાન પણ દ્રવ્યકૃતઘટક હોઈ (દ્રવ્યશ્રુતજન્ય અથવા દ્રવ્યશ્રુત પદવૃત્તિશ્રુત હોઈ) પર પ્રતિબોધક છે, માટે મૂક નથીબોલતું છે-પ્રકાશનું છે. મતિજ્ઞાન, આવા કોઈ કારણથી (દ્રવ્યશ્રુત જેવા કારણથી) અજન્ય હોઈ પરપ્રતિબોધક કરણમાં અસમર્થ હોઈ મૂક-મુંગું છે.
શંકા – જો હાથ વગેરેની ચેષ્ટાઓ મતિજનક હોઈ પરપ્રતિબોધકરણમાં સમર્થ છે, તો મતિજ્ઞાનનું મૂકપણું કેવી રીતે?
સમાધાન – કર આદિ ચેષ્ટાઓ મતિજ્ઞાન પ્રત્યે અસાધારણ કારણ નથી. હાથ-મુખ સંયોગ આદિ ચેષ્ટાના દર્શનથી, તે વિષયના અવગ્રહ આદિની માફક, (હાથ અને મુખના સંયોગથી) “આ ખાવાની ઇચ્છા રાખે છે' ઈત્યાદિ શ્રુતાનુસાર વિકલ્પરૂપ શ્રુતજ્ઞાન પણ પેદા થાય છે. વસ્તુતઃ કર આદિ ચેષ્ટાઓ મતિજ્ઞાન