________________
द्वितीयो भाग / सूत्र - २९, द्वितीय किरणे
९३
અવગ્રહ સિવાય સંદેહનો અભાવ હોવાથી, ત્યાર બાદ કોઈ પણ વિશેષ ધર્મની અપ્રાપ્તિ હોવાથી, સંશયથી નિયત આકારે, એટલે યત્કિંચિત્ વિશેષ ધર્મની પ્રાપ્તિથી સંભાવના આત્મક એટલે સ્પષ્ટ (પ્રત્યક્ષ) નિરૂપિત વિષયતાનો અભાવ છતાં, તે સ્પષ્ટ જ્ઞાન સન્મુખ હોવાથી વિલક્ષણ પ્રકારતાવાળી ઇહા છે, ત્યારબાદ ઈહા સિવાય અપાયની પ્રવૃત્તિનો અભાવ હોવાથી ઈહિત આકારે અપાય થાય છે.
શંકા – અવગ્રહ અને ઈહા જ્ઞાનરૂપ નથી, કેમ કે-સંશય આદિની માફક સ્પષ્ટ અર્થના પ્રકાશનો અભાવ છે ને?
સમાધાન – આત્માનો ધર્મ હોયે છતે, સંશય-વિપર્યય-અનધ્યવસાયોમાં અંતભવનો અભાવ હોઈ જ્ઞાનરૂપની સિદ્ધિ છે.
પૂર્વપક્ષ – નિશ્ચયથી અન્ય છે તે સંશયરૂપ હોઈ અજ્ઞાનરૂપ છે, તો જ્ઞાનરૂપ કેમ કહેવાય?
ઉત્તરપક્ષ – જો આમ માનો, તો નિશ્ચયના ઉપાદાનના ક્ષણમાં પણ સર્વથા અજ્ઞાનતાનો પ્રસંગ આવી જાય. આવી ઇષ્ટાપત્તિ કરી શકાશે નહિ, કેમ કે-નિશ્ચયમાં પણ અજ્ઞાનતાની આપત્તિ થઈ જાય !
પૂર્વપક્ષ – વળી અવગ્રહ અનિર્દેશ્ય શબ્દથી અવાચ્ય) સામાન્ય માત્ર અવગાહી હોઈ અનધ્યવસાયરૂપ કેમ નહીં?
ઉત્તરપક્ષ – તે અવગ્રહમાં સાક્ષાત્ અધ્યવસાયપણાનો અભાવ છતાં સાક્ષાત્ અધ્યવસાયની યોગ્યતા છે, માટે તે અનધ્યવસાયરૂપ નથી. જો યોગ્યતાવાળામાં અધ્યવસાય ન માનો, તો તે અવગ્રહ આદિના કાર્યરૂપ અપાય આદિમાં તે અધ્યવસાયતાના અભાવનો પ્રસંગ આવે છે.
૦ અતિમત્ત-મૂચ્છિત આદિમાં જ જ્ઞાનની અનધ્યવસાયરૂપતા છે, કેમ કે-અતિમત્તતા આદિના ઉત્તરકાળમાં ત્યાં અપાયનું અદર્શન હોઈ અધ્યવસાયની યોગ્યતાનો અભાવ છે. ઇતિ. ‘હિતારેખ નિર્ણયાત્મક રૂતિ ” તેમાં રહેલ ધર્મનું અનુગમન (અન્વય) અને તેમાં નહીં રહેનાર ધર્મના વ્યતિરેક (અભાવ) દ્વારા તે ધર્મવાનો નિશ્ચયરૂપ નિર્ણય અથવા તેનાથી અન્ય ધર્મના અભાવતાના નિશ્ચયરૂપ નિર્ણયરૂપ અપાય થાય છે.
૦ અપાયવાળો વિશેષ જ ધારણાનો વિષય થતો હોવાથી, ત્યારબાદ અવિશ્રુતિરૂપ કે અવિસ્મૃતિજન્ય વાસના-સંસ્કારશબ્દવા આત્મશક્તિવિશેષરૂપ ધારણા થાય છે.
૦ અવગ્રહ આદિ ચારોમાં ઉત્તર ઉત્તર પ્રત્યે પૂર્વ પૂર્વની કારણતા હોઈ, આવા પૂર્વોક્ત ક્રમથી (પૂર્વાનુપૂર્વી ભવનરૂપ ક્રમથી) જ અવગ્રહ આદિ ઉત્પન્ન થાય છે પરંતુ ઉત્ક્રમ=પશ્ચાનુપૂર્વી ભવનરૂપ ઉત્ક્રમ. જેમ કે-પહેલાં ધારણા, પછી અપાય, પછી ઈહા અને પછી અવગ્રહ. વ્યતિક્રમ=અનાનુપૂર્વી ભવનરૂપ વ્યતિક્રમ. જેમ કે-કદાચ અવગ્રહને ઉલ્લંઘી ઇહા, ઇહાને ઉલ્લંઘી પણ અપાય, તે અપાયને ઉલ્લંઘી ધારણા, આવા ઉત્ક્રમ-વ્યતિક્રમથી કે ન્યૂનપણાએ (આ અવગ્રહ આદિ મળે કદાચિત્ અવગ્રહનું થવું, કદાચિત્ અવગ્રહ-ઇહાનું થવું, કદાચિત્ અવગ્રહ-ઈહા-અપાયોનું જ થવું. આવી રીતે ન્યૂનપણાએ) ઉત્પન્ન થતા નથી, કેમ કે-શેયનો આ પ્રમાણે જ જ્ઞાનની ઉત્પત્તિ પ્રત્યે સ્વભાવ છે. જેિ ક્રમથી દર્શન-જ્ઞાનાવારણકર્મનો ક્ષયોપશમરૂપ કારણ થાય છે, તે જ ક્રમથી દર્શન-અવગ્રહ આદિરૂપ કાર્યો ઉત્પન્ન થાય છે.]