________________
.. द्वितीयो भाग / सूत्र - १७, द्वितीय किरणे प्रतिघाताद्वायुवदिति, श्रोत्रमप्यागतं शब्दं गृह्णाति, उपघातानुग्रहोपलब्धेः, भेर्यादिमहाशब्दप्रवेशे हि श्रोत्रस्य बाधिर्यरूप उपघातो दृश्यते, कोमलशब्दप्रवेशेत्वनुग्रहः, श्रोत्रेण सन्निकृष्टस्यापि शब्दस्य ग्रहणे तत्र दूरादिव्यवहारस्य दूरादिदेशादागतत्वेनोपपद्यमानत्वं, दृश्यते हि गन्धस्य घ्राणेन्द्रियेण सन्निकृष्टस्यापि ग्रहणे दूरादिदेशादागतत्वेन दूरे बकुलपरिमल इत्यादिव्यवहारः । अव्यवहितदेशोत्पन्ने शब्दे देशश्चाक्षुषप्रत्यक्षेण लक्ष्यते व्यवहितदेशसमुद्भवे च तस्मिन् देशप्रतिपत्तिरानुमानिकीति । अत्रेदम्बोध्यं सर्वस्तोकप्रदेशावगाढं चक्षुरिन्द्रियम् ततः श्रोत्रेन्द्रियमवगाहनार्थतया संख्येयगुणं अतिप्रभूतेषु प्रदेशेषु तस्यावगाहनभावात् । ततोऽपि घ्राणेन्द्रियमवगाहनार्थतया संख्येयगुणमतिप्रभूतेषु प्रदेशेषु तस्यावगाहनोपपत्तेः । ततोऽपि रसनेन्द्रियं संख्येयगुणं ततोऽपि स्पर्शनेन्द्रियमवगाहनार्थतयाऽसंख्येयगुणम् । एवमेव प्रदेशार्थतयापि । सर्वाणीन्द्रियाणि च वर्तमानार्थग्राहीणीति ॥ अथ शब्दभेदानाह सचित्तेति, जीवेन मुखद्वारा भाष्यमाणो यश्शब्दस्स सचित्तः, परस्परं पाषाणद्वयपरिस्फालनप्रभवोऽचित्तः, आत्मप्रयत्नतो वाद्यमानेषु वादित्रादिषु समुन्मिषन् शब्दो मिश्रः ॥
શ્રોત્ર ઇન્દ્રિયનું લક્ષણ ભાવાર્થ – “શબ્દગ્રાહક ઇન્દ્રિય શ્રોત્ર છે, પ્રાપ્યકારી છે. સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારનો શબ્દ છે.”
વિવેચન – વચનયોગના પ્રયત્નથી નીકળેલો અનંતાનંત પ્રદેશવાળા પુદ્ગલસ્કંધોના વિશિષ્ટ પરિણામવાળો અથવા પુદ્ગલદ્રવ્યના વિશિષ્ટ સમુદાયજન્ય ગર્જિત આદિ શબ્દ જાણવો. તે શબ્દવિષયક જ્ઞાનજનક ઇન્દ્રિય શ્રોત્ર છે. લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક વિચારવું.
૦ શબ્દદ્રવ્યો (સમુદાય) ઘ્રાણેન્દ્રિય આદિ વિષયભૂત ગંધાદિ દ્રવ્યો કરતાં બહુ છે, સૂક્ષ્મ છે; તેમજ તે ક્ષેત્રમાં થનાર શબ્દ-આસન્નશબ્દ યોગ્ય દ્રવ્યવાસક (સત્તર વાસનાકારક) છે. તેથી સૂક્ષ્મ હોવાથી, અત્યંત બહુ હોવાથી, પોતાના ક્ષેત્રમાં નજીકમાં થનાર અન્ય શબ્દદ્રવ્યોને સત્ત્વર વાસિત કરવાના સ્વભાવવાળા હોઈ, આત્માના પ્રદેશોની સાથે માત્ર સ્પર્શ કરનાર શબ્દદ્રવ્યો પણ નિવૃત્તિ ઇન્દ્રિયની અંદર પેસી, જલ્દી ઉપકરણેન્દ્રિયને સ્પર્શ કરીને શબ્દદ્રવ્યવિષયક અભિવ્યક્તિ પેદા કરે છે. વળી શ્રોત્રેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય આદિની અપેક્ષાએ વિષયના પરિચ્છેદમાં અમંદ શક્તિશાળી પટુતર છે, તેથી જ સ્પષ્ટ માત્ર પણ શબ્દદ્રવ્યોને ગ્રહણ કરે છે જાણે છે, અસ્પષ્ટને નહીં. શ્રોત્રેન્દ્રિય પૃષ્ટ માત્ર શબ્દગ્રાહક છે, કેમ કે-પ્રાપ્તવિષયના પરિચ્છેદનો સ્વભાવ છે. જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલ અને ઉત્કૃષ્ટથી બાર જોજનથી આવેલ સ્પષ્ટ શબ્દને ગ્રહણ કરે છે. તેર આદિ જોજનથી આવેલ શબ્દ ગ્રહણ થતો નથી, કેમ કે-શબ્દ સ્વભાવથી મંદ પરિણામી હોય છે. વળી શ્રોત્રેન્દ્રિયમાં પણ તથાવિધ સ્વભાવથી અભૂતતર બળ નથી, કે જેથી તેર જોજનથી આવેલ શબ્દોને સાંભળી શકે.