________________
तत्त्वन्यायविभाकरे
૨
શંકા- સર્વ ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયત્ન સમાન છતાં, નયનથી ભિન્ન ઈન્દ્રિયોમાં પ્રાપ્યકારિપણું અને નયનમાં તથા મનમાં અપ્રાપ્યકારિપણું છે, એવો ભેદ શાથી છે?
સમાધાન – ઉપઘાત (હાનિ) અને અનુગ્રહ(લાભ)નું દર્શન હોવાથી રસન આદિ ઇન્દ્રિયોમાં પ્રાપ્યકારિપણું છે. ખરેખર, દેખાય છે કે-ત્રિકટુક (સૂંઠ-મરી-પીપુરના સમુદાય)ના આસ્વાદનમાં (ભોજનમાં), અશુચિ આદિ પુદ્ગલોને સુંઘવામાં, ખરબચડા સ્પર્શવાળી કંબલ આદિને અડકવામાં અને ભેરી આદિના શબ્દ સાંભળવામાં તે ઇન્દ્રિયોમાં ઉપઘાત (હાનિ) થાય છે. દૂધ-સાકર આદિના ભોજનમાં, કપૂર આદિ પુદ્ગલોને સુંઘવામાં, કોમલ રૂની ગાદી-તરાઈ આદિને અડકવામાં અને મૂદુ-મંદ-મધુર શબ્દ આદિને સાંભળવામાં તે ઇન્દ્રિયોમાં અનુગ્રહ (લાભ) થાય છે. નયનમાં તીક્ષણ કરવત-ધારદાર ભાલા વગેરે જોવા છતાં પાટન (ફાડવું) વગેરરૂપ ઉપઘાત દેખાતો નથી, તેમજ ચંદન-અગરૂ-કપૂર આદિ જોવા છતાં શીતતા આદિરૂપ અનુગ્રહ-લાભનો અનુભવ થતો નથી; માટે નયન અપ્રાપ્યકારી છે. મનમાં અગ્નિ આદિનું ચિંતન છતાં દાહ આદિરૂપ ઉપઘાત દેખાતો નથી. જલ-ચંદન આદિના ચિંતન છતાં તરસની શાન્તિરૂપ અનુગ્રહનો અસંભવ હોઈ અપ્રાપ્યકારિપણું છે.
શંકા – નયનની અપ્રાપ્યકારિતામાં જે અનુગ્રહ અને ઉપઘાતનો અભાવ કહ્યો છે, તેમાં વ્યભિચાર આવે છે. ખરેખર, દેખાય છે કે-મેઘમાલા-ઘનઘટા વગરના ગ્રીષ્મઋતુના સૂર્ય સામે નિરંતર જોનારને ચક્ષુમાં ઉપઘાત થાય છે અને પૂર્ણિમાના સોલ કળા પૂર્ણ ચંદ્રમાની ચાંદનીને, મોજાંઓની પરંપરાથી સુશોભિત જલને, હરિયાળી વનસ્પતિને અને લીલાછમ ઘાસને નિરંતર જોનારની ચક્ષુમાં અનુગ્રહ-લાભ છે, તો ચક્ષુમાં અનુગ્રહ ઉપઘાત નથી એમ કેમ કહેવાય?
સમાધાન – સર્વથા વિષયકૃત અનુગ્રહ-ઉપઘાતનો અસંભવ કહેલો નથી. પરંતુ એટલું જ અમે કહીએ છીએ કે-જયારે વિષયને વિષયપણાએ ચક્ષુ અવલંબે છે, ત્યારે તે ચક્ષુને વિષયકૃત અનુગ્રહ-ઉપવાત થતા નથી, વિષયના પરિચ્છેદના માત્ર કાળમાં અનુગ્રહ-ઉપઘાતશૂન્યતા હેતુ છે. જ્યારે ચક્ષુનો સૂર્યની સાથે સંયોગ થયો, ત્યારે એકવાર સૂર્યના દર્શનમાં પણ ચક્ષુમાં ઉપઘાત થવો જોઈએ તે પ્રમાણે ઉપઘાત થતો નથી. નિરંતરપરાએ સૂર્યના દર્શનમાં તો સૂર્યના કિરણો જ ચક્ષુદેશમાં પ્રાપ્ત થયેલાં તે ચક્ષુદેશને તપાવે છે. ચંદ્ર આદિના દર્શનમાં તો ઉપઘાતના અભાવથી જ અનુગ્રહનું અભિમાન છે. અર્થાત્ ચક્ષના પ્રથમ સમયે સર્ય-ચંદ્રદેશ પ્રત્યે ગમનમાં અનુગ્રહ-ઉપઘાત નથી. પરંતુ પ્રાપ્તરવિકિરણ આદિથી અનવરત અવલોકન થયે છતે, ચક્ષુમાં ઉપઘાતની ઉપપત્તિ અને નૈસર્ગિક સૌમ્ય આદિ ગુણવાળા ચંદ્ર આદિના અવલોકન થયે છતે, ઉપઘાતના અભાવરૂપ અનુગ્રહના અભિમાનની ઉપપત્તિ છે.] માટે તે ચક્ષુ અપ્રાપ્યકારી છે. બાકીના કાળમાં તો પ્રાપ્ત જ ઉપઘાતકારક કે અનુગ્રહકારકથી ઉપઘાત-અનુગ્રહ થશે. ખરેખર, સૂર્યના પ્રસરણ સ્વભાવવાળા કિરણો જ્યારે તે ચક્ષુ સન્મુખ જોવાય છે, ત્યારે તે કિરણો ચક્ષુદેશમાં પ્રાપ્ત થયેલા ઉપઘાત કરે છે. સ્વભાવથી ઠંડી, ચંદ્રની રશ્મિઓ સંપ્રાપ્ત થયેલી જ ચક્ષુમાં અનુગ્રહ કરે છે. મોજાંઓથી વ્યાપ્ત જળાશય જળના અવલોકનમાં, જળબિંદુઓની સાથે સંપર્ક પવનના સ્પર્શથી, તેમજ હરિયાળી વનસ્પતિ-લીલાછમ ઘાસવાળા ખેતરોના દર્શનમાં અને તેની છાયાના સંબંધથી ઠંડાગાર વાયુના સ્પર્શથી આંખમાં અનુગ્રહ છે. પ્રથમ દર્શનના સમયમાં તો જળ આદિ અવલોકનમાં અનુગ્રહનું અભિમાન ઉપઘાતના અભાવથી થાય છે. પ્રથમ દર્શનના સમય સિવાય શેષકાળમાં અનુગ્રહાભિમાન નથી. જો ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં આવે, તો