________________
७६८
तत्त्वन्यायविभाकरे
હવે સ્ત્રીલિંગ સિદ્ધ કહે છેભાવાર્થ - સમ્યગ્દર્શન આદિના મહિમાથી, સ્ત્રી શરીરથી મુક્ત થયેલા “સ્ત્રીલિંગ સિદ્ધો' કહેવાય છે. જેમ કે-ચંદના વગેરે.
ત્રણ રત્નોથી, પુરુષ શરીરથી સિદ્ધ થયેલ “પુરૂષલિંગ સિદ્ધો’ કહેવાય છે. જેમ કે- ગૌતમ ગણધર વગેરે.
સકલ કર્મના ક્ષયથી નપુંસક શરીરથી મુક્ત થયેલા “નપુંસકલિંગ સિદ્ધો' કહેવાય છે. જેમ કે-ગાંગેય.
વિવેચન - અહીં સ્ત્રીલિંગ આદિ, શરીરની આકૃતિરૂપ જાણવું, પરંતુ વેદ કે વેષરૂપ નહીં કેમ કે-વેદની સત્તામાં સિદ્ધપણાનો અભાવ છે. મૂલ સ્પષ્ટ છે. [મૂલમાં “સમ્યગ્દર્શન આદિ મહિમાથી'- એ પદથી સ્ત્રીઓને પણ પ્રવચનના અર્થની રૂચિ, છ આવશ્યક, કાલિક-ઉત્કાલિક આદિ ભેદવાળું શ્રુતજ્ઞાન, સત્તર (૧૭) પ્રકારનું અકલંકપણે સંયમનું ધારણ કરવું, દુર્ધર બ્રહ્મચર્યનું પાલન તેમજ માસક્ષપણ આદિ તપનું આવરણ હોય છે, એમ સૂચિત કરેલ છે.]
શંકા - સ્ત્રીઓમાં પણ રત્નોનો સંભવ છતાં, તેનો સંભવ માત્ર મુક્તિપ્રાપક થતો નથી પરંતુ ઉત્કૃષ્ટ કોટિની રત્નત્રયી મુક્તિપ્રાપક બને છે. જો એમ ન હોય, તો દીક્ષાની સાથે જ સર્વ જીવોની મુક્તિપદની પ્રાપ્તિનો પ્રસંગ આવી જાય ! અને રત્નત્રયીનો ઉત્કર્ષ સ્ત્રીઓમાં અસંભવિત છે.
સમાધાન - તે સ્ત્રીઓમાં રત્નત્રયીના ઉત્કર્ષના અસંભવના ગ્રાહકપ્રમાણનો અભાવ હોવાથી સ્ત્રીઓમાં રત્નત્રયીનો ઉત્કર્ષ છે જ
શંકા - જેમ આતાની સાથે સ્વભાવથી જ છાયા વિરુદ્ધ છે, તેમ સ્ત્રીપણાની સાથે રત્નત્રયીનો પ્રકર્ષ વિરુદ્ધ જ છે.
સમાધાન - છાયા અને આતપ તો દષ્ટ છે, જ્યારે નહીં દેખાયેલા સ્ત્રીપણાની સાથે અદૃષ્ટ રત્નત્રયીપ્રકર્ષના વિરોધના નિશ્ચયનો અસંભવ છે. ખરેખર, જેના પછી તરત જ મોક્ષપદની પ્રાપ્તિ, તે રત્નત્રયીનો પ્રકર્ષ કહેવાય છે અને તે રત્નત્રયીનો પ્રકર્ષ અયોગી અવસ્થાના છેલ્લા સમયમાં હોય છે. અયોગી અવસ્થા અમારા જેવા છબસ્થોને પ્રત્યક્ષદષ્ટ નથી. सर्वोत्कृष्टदुःखस्थाने सप्तमनरकपृथिव्यां स्त्रीणां गमनं निषिद्धं शास्त्रे, तासां तथाविधाध्यवसायविरहात् अत एव चानुमीयते तासामुत्कृष्टाध्यवसायविरहात्सर्वोत्कृष्टसुखस्थानं निर्वाणं नास्तीति वाच्यम्, स्त्रीणां निःश्रेयसं प्रति सर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावनिश्चायकप्रमाणाभावात्, नहि भूमिकर्षणादिकं कर्तुमशक्नुवतश्शास्त्रावगाहनेऽपि सामर्थ्याभावो निश्चेतुं पार्यते, प्रत्यक्षविरोधात् । न च सम्मूच्छिमादिषूभयमपि प्रति सर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावो दृष्ट इत्यत्रापि तथानुमीयत इति वाच्यम्, बहिर्व्याप्तिमात्रेण हेतोर्गमकत्वाभावात्, अन्तर्व्याप्त्या हि गमकः, सा च प्रतिबन्धबलासिद्धयति न चात्र सोऽस्ति, सप्तमपृथिवीगमनस्य निर्वाणगमनहेतुत्वाभावात्, चरमशरीरिणां सप्तमपृथिवीगमनमन्तरेणैव निर्वाणगमनाच्च, सम्मच्छिमादीनान्तु भवस्वाभाव्यादेव यथावत्सम्यग्दशर्नादिप्रतिपत्त्यसंभवेन निर्वाणगमनाभावः । भुजपरिसर्पपक्षिचतुष्पदोरगाणां यथाक्रममधो यावद् द्वितीयतृतीयचतुर्थपञ्चमपृथिवीगमनेऽप्यूर्ध्वं सर्वोषामुत्कर्षतो यावत्सहस्त्रारं गमनात् नाधोगतिविषये मनोवीर्यपरिणतिवैषम्ये ऊद्धर्वगतावपि तद्वैषम्यमनुमातुं शक्यत इति ।