________________
७६६
तत्त्वन्यायविभाकरे
મૃત, ચારિત્રના દર્શન નહીં હોવા છતાં, તેના પૂર્વજન્મની અપેક્ષાએ દ્રવ્યચારિત્રની સત્તા અને ચાલુ જન્મમાં જ્ઞાનની સત્તાનું સૂચના કરનારે અહીં ગૃહિલિંગ સિદ્ધપણાની વ્યાખ્યા કરેલ છે. દષ્ટાન્તને કહે છે કે-“યથતિ.' કેવલજ્ઞાનની ઉત્પત્તિની અપેક્ષાએ આ દષ્ટાન્ત છે, કેમ કે-કેવલીઓનો અવશ્ય મોક્ષનો નિયમ છે. અન્યથા (નહીંતર) કેવલપ્રાપ્તિ પછી દેવે આપેલા સાધુના વેશના ધારણપૂર્વક વિહાર કરી ભવ્ય જીવોનો પ્રતિબોધ, જે શાસ્ત્રમાં સાંભળેલ છે તેની સાથે વિરોધ આવી જાય !
અહીં નિરૂપચરિત દષ્ટાન્ત તો મરૂદેવી વગેરેનું જાણવું. अन्यलिङ्गसिद्धानाह -
भवान्तराऽऽसेवितसर्वविरतिजन्यकेवलज्ञाना अल्पायुष्कास्सन्तस्तापसादिलिङ्गेनान्तर्मुहूर्तान्तरे मुक्ता अन्यलिङ्गसिद्धाः । यथा वल्कलचीरी ।३९। __ भवान्तरेति । आदिना भौतपरिव्राजकादितीर्थान्तरीयलिङ्गं ग्राह्यम् । स्पष्टं । दृष्टान्तमाह यथेति । प्रसन्नचन्द्रर्षेर्धाताऽयं स्वपितुस्समीपे वसन् वृक्षत्वगादिपरिवसनो गुणनिष्पन्नाभिधानः पितुस्तुम्बी प्रतिलेख्यमानां कदाचित्समीक्ष्य समुत्पन्नजातिस्मृतिः पूर्वभवासेवितसर्वविरतिमहिम्नाऽत्र समधिगतकेवलज्ञानो मुक्ति तल्लिङ्ग एव प्रपन्न इति तस्यान्यलिङ्गसिद्धत्वं, भावापेक्षया स्वलिङ्गसिद्धत्वञ्च विज्ञेयम् ॥
અન્યલિંગ સિદ્ધોને કહે છેભાવાર્થ - ભવાન્તરમાં આરાધેલ સર્વવિરતિજન્ય કેવલજ્ઞાનવાળાઓ, અલ્પ આયુષ્યવાળાઓ, તાપસ આદિના વેશથી અંતર્મુહૂર્તમાં સિદ્ધ થયેલા “અન્યલિંગ સિદ્ધ કહેવાય છે. જેમ કે-વલ્કલચીરી.
વિવેચન - અહીં આદિ પદથી ભૌત-પરિવ્રાજક આદિ તીર્થાન્તરિયોનું લિંગ (વેશ) ગ્રહણ કરવું સ્પષ્ટ છે. જેમ કે-વલ્કલચીરી. પ્રસન્નચંદ્ર ઋષિના ભાઈ, પોતાના પિતાની પાસે રહેતાં વૃક્ષની છાલ વગેરે વસ્ત્ર પહેરનાર, ગુણસિદ્ધ નામવાળા વલ્કલગીરી, પિતા વડે પડિલેહણ કરાતી કદાચ તુંબડીને જોઈને જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિવાળા, પૂર્વભવમાં આરાધેલ સર્વવિરતિના મહિમાથી અહીં કેવલજ્ઞાનની ઉત્પત્તિવાળા બની, તે તાપસના વેશમાં જ મુક્તિએ ગયા. આ પ્રમાણે તે વલ્કલચીરીનું અન્યલિંગ સિદ્ધપણું છે અને ભાવની અપેક્ષાએ સ્વલિંગ સિદ્ધપણું જાણવું.
स्वलिङ्गसिद्धानाह - रत्नत्रयवन्तो रजोहरणादिलिङ्गेन युक्ता मुक्तास्स्वलिङ्गसिद्धाः । यथा साधवः ।४।।
रत्नत्रयेति । स्पष्टम् । निदर्शनमाह यथेति । शास्त्रोदितमूलोत्तरगुणयुक्ता न तद्गुणरहिताः केवलं भिक्षाचरा इति भावः । तत्र गृहिलिङ्ग एकसमय उत्कृष्टतश्चत्वारः अन्यलिङ्गे दश, स्वलिङ्गेऽष्टशतं सिद्ध्यन्ति । निरन्तरञ्च स्वलिङ्गेऽष्टौ समयाः अन्यलिङ्गे चत्वारस्समयाः,