________________
सूत्र - ३०-३१-३२, दशमः किरणः
७५५ એના જવાબમાં કહે છે કે – “વ્યક્તપેક્ષતિ.” એક જીવની અપેક્ષાએ એવો અર્થ છે. જ્યારે તે સિદ્ધતાને પામ્યો, ત્યારે તેનું સિદ્ધત્વ થયું. આથી સિદ્ધપણું સાદિ છે અને ત્યારબાદ તે સિદ્ધપણાનો વિનાશ નહીં હોવાથી સિદ્ધત્વ અનંત છે, એવો ભાવ છે. “જાતિમાશ્રિત્યેતિ.” સર્વ સિદ્ધોની અપેક્ષાએ સિદ્ધત્વ અનાદિઅનંત છે, કેમ કે-સિદ્ધોથી શૂન્યકાળનો અભાવ છે, એવો ભાવ છે.
अन्तरद्वारमाख्याति -
परित्यक्तस्य पुनः परिग्रहणावान्तरकालविचारोऽन्तरप्ररूपणा । सिद्धानां प्रतिपाताभावादन्तरं नास्तीति ध्येयम् ।३१।
परित्यक्तस्येति । कस्यचित्पर्यायस्य कारणान्तरवशान्यग्भावे सति पुनर्निमित्तान्तरसंयोगात्तस्यैवाविर्भावो दृश्यते, प्रकृतेऽपि सिद्धत्वपर्यायस्य न्यग्भावे सति पुनस्तत्प्राप्तिः कियत्कालानन्तरं भवतीति संशये यो विचारस्सोऽन्तरप्ररूपणेत्यर्थः । उत्तरमाचष्टे सिद्धानामिति, आवरणकारणानां सर्वथाऽसम्भवादिति भावः ॥
અંતરદ્વારનું વર્ણનભાવાર્થ - છોડેલી ચીજને ફરીથી ગ્રહણ કરવામાં અવાન્તર કાળનો વિચાર, એ “અંતરપ્રરૂપણા કહેવાય છે. સિદ્ધોના પતનના અભાવથી અંતર નથી, એમ ધારવું.
વિવેચન - કોઈ એક પર્યાયનો કારણાન્તરના વશે અભાવ કે તિરોભાવ થવાથી, ફરીથી અનુકૂળ નિમિત્તાન્તરના સંયોગથી તે છૂટેલા પર્યાયનો આવિર્ભાવ દેખાય છે. પ્રકૃતિમાં પણ સિદ્ધત્વ પર્યાયનો અભાવ કે તિરોભાવ થવાથી ફરીથી સિદ્ધત્વની પ્રાપ્તિ કેટલા કાળ બાદ થાય છે?-આવો સંશય થતાં જે વિચાર, તે
અંતરપ્રરૂપણા' એવો અર્થ છે. તેના જવાબમાં કહે છે કે- “સિદ્ધાનામિતિ.” સિદ્ધત્વ પર્યાયનું પતન નહીં હોવાથી અંતર નથી, કેમ કે-આવરણભૂત કર્મના બીજરૂપ મિથ્યાત્વ આદિ કારણોનો સર્વથા ક્ષય થવાથી અસંભવ છે, એવો ભાવ છે. (જેમ અત્યંત દગ્ધ બીજથી અંકુરો થતો નથી, તેમ સંસારકારણ કર્મબીજ દગ્ધ થવાથી ફરીથી સંસારમાં આંટો નથી.)
अथ भागद्वारमाह - संसार्यात्मसंख्यापेक्षया कियद्भागे सिद्धा इति विचारो भागद्वारम् । अनन्तानन्तसंसारिजीवापेक्षया अनन्ता अपि सिद्धास्तदनन्तभागे भवन्ति ॥३२॥
संसारीति । संसारिजीवराश्यपेक्षया सिद्धाः कस्मिन् भागे वर्तन्ते इति विचारो भागद्वारमित्यर्थः । उत्तरयति अनन्तेति । जीवसंख्या मध्यमानन्तानन्तसंज्ञकाष्टमानन्तप्रमाणा, तदपेक्षया सिद्धानामनन्तत्वेऽपि अनन्ततमे भागेऽवतिष्ठन्ते ते, तेषां पञ्चमानन्तसंख्याप्रमितत्वादिति भावः ॥