________________
સૂત્ર - ૨૪, નવમ: નિ:
६६५
૦ અંતરકરણ એટલે ઉદયના ક્ષણથી ઉપર અંતર્મુહૂર્ત માનવાળી મિથ્યાત્વની સ્થિતિને ઉલ્લંઘીને અને ઉ૫૨ની સ્થિતિને દબાવીને, મધ્યમાં અંતર્મુહૂર્તના માનવાળા તેના પ્રદેશથી વેદવાયોગ્ય દલિકોના અભાવનું કરવું, તેના નિષ્પાદનનો કાળ પણ અંતરકરણના કાળમાં જ છે તે પણ, અંતર્મુહૂર્ત પ્રમાણવાળા પ્રથમ સ્થિતિના બે અંતરકરણોને પણ એકીસાથે આરંભે છે અને અંતરકરણના પ્રથમ સમયમાં જ મિથ્યાત્વના બીજા સ્થિતિબંધને આરંભે છે તથા સ્થિતિબંધ અને અંતરકરણને એકીસાથે પૂર્ણ કરે છે.
૦ વળી કરાતા અંતરકરણમાં ગુણશ્રેણિના સંખ્યાત ભાગને અંતરકરણના દલિક વડે ઉકેરે છે અને ઉકેરાતા દલિકને પ્રથમ સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં ફેંકે છે.
૦ અંતરકરણથી નીચેની સ્થિતિ પ્રથમ અને ઉ૫૨ની સ્થિતિ દ્વિતીય, એમ કહેવાય છે ત્યારબાદ ઉદયઉદીરણા વડે પ્રથમ સ્થિતિને અનુભવતા, જ્યાં સુધી આવલિકા દ્વિક શેષ રહેલ છે, ત્યાં સુધી ગયેલો છે.
૦ ત્યાં રહેલાને પૂર્વપ્રવૃત્ત દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણાપ્રયોગથી દલિક ખેંચીને ઉદયમાં પ્રક્ષેપરૂપ આગાલ અહીં હોતો નથી, પરંતુ ફક્ત ઉદીરણા જ હોય છે. તે ઉદીરણા પણ જ્યાં સુધી શેષ આવલિકા ન થાય ત્યાં સુધી જ છે ત્યારબાદ તે ઉદીરણા પણ નિવૃત્ત થાય છે ત્યાર પછી કેવળ ઉદય વડે જ તે આવલિકાને અનુભવે છે. તે આવલિકા પણ ચાલી જતાં મિથ્યાત્વનો ઉદય પણ અટકે છે. તેના દલિકોનો અભાવ હોવાથી તે મિથ્યાત્વ ચાલ્યા જતાં ઉપશાન્ત અદ્ધાનો સમાગમ છે અને ત્યાં પ્રથમ સમયમાં જ ઉપશમસમ્યક્ત્વ પામે છે. અહીં ઉદય-ઉદીરણા આદિનો અભાવ થવાથી આવો ઉપશમનાકરણનો અધ્યવસાય જ ‘ઉપશમના’ કહેવાય છે.
૦ વળી બીજું, ત્યાં ઔપશમિકના લાભના પ્રથમ સમયથી માંડી મિથ્યાત્વ દલિકને સમયે સમયે અંતર્મુહૂર્ત સુધી સમ્યક્ત્વ અને સમ્યગ્ મિથ્યાત્વમાં સંક્રમાવે છે, કેમ કે-પ્રથમ સ્થિતિના ચરમ સમયમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકના રસના ભેદથી શુદ્ધ-મિશ્ર-અશુદ્ધરૂપે વિભાગ છે.
૦ આ ગુણસંક્રમણ કહેવાય છે, કેમ કે-ઔપમિક સમ્યક્ત્વરૂપ પ્રશસ્ત ગુણસંપન્ન અંતરકરણમાં રહેલા આત્મા વડે કરાતું છે. આ પ્રમાણે સમ્યક્ત્વની ઉત્પત્તિનું નિરૂપણ પૂરું થાય છે.
૦ આવા ઔપમિક સમ્યક્ત્વવાળો ચારિત્રમોહના ઉપશમ માટે પ્રયત્ન કરતો નથી, પરંતુ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ એવા બીજા નામવાળો વેદક સમ્યગ્દષ્ટિ, વળી તે અવિરત, દેશવિરત કે સર્વવિરત વિશોધિ અદ્ધામાં (કાળમાં) વર્તતો જ ચારિત્રમોહના ઉપશમ માટે પ્રયત્ન કરે છે પરંતુ સંક્લેશ અદ્ધા(કાળ)માં વર્તતો ચારિત્રમોહનીયના ઉપશમ માટે પ્રવર્તતો નથી.
૦ ત્યાં અવિરત, યથાપ્રવૃત્તિ-અપૂર્વરૂપ બે કરણો કરીને દેશવિરત કે સર્વવિરત થાય છે. દેશવિરત તો બે કરણો કરીને સર્વવિરતિ પામશે, કેમ કે-આ બે કરણોની પ્રતિપત્તિ પછી અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન
પરિણામનો નિયમ છે.
તેટલા પ્રમાણવાળી ઉદયાવલિકાની ઉપર ગુણશ્રેણિને સમયે સમયે દલિકરચનાની અપેક્ષાએ અનંતગુણ વૃદ્ધરૂપે બનાવે છે. ત્યારબાદ કોઈ એક આત્મા વર્ધમાન પરિણામવાળો, કોઈ એક આત્મા હીયમાન પરિણામવાળો અને કોઈ એક આત્મા અવસ્થિત (સ્થિર) પરિણામવાળો થાય છે.