________________
६५८
तत्त्वन्यायविभाकरे
૦ આયુષ્યની ઉદીરણાનું સાદિપણું અને ધ્રુવપણું છે.
૦ પર્યન્ત આવલિકામાં આયુષ્યના નિયમથી ઉદીરણાનો અભાવ હોવાથી અધુવપણું, ફરીથી પણ ભવની ઉત્પત્તિના પ્રથમ સમયમાં પ્રવર્તતી હોવાથી સાદિપણું છે.
૦ ઉત્તરપ્રકૃતિઓના તો ઉદીરણાના ભેદો કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવાં.- ૦ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયોના સઘળાય ક્ષીણમોહ સુધીના જીવો ઉદીરકો છે. ૦ મોહનીયના સૂક્ષ્મસંપરાય સુધીના જીવો ઉદીરકો છે. ૦ વેદનીયના પ્રમત્ત ગુણસ્થાન સુધીના સઘળાય જીવો ઉદીરકો છે.
૦ આયુષ્યના ચરમ આવલિકા વગરના પ્રમત્ત સુધીના જીવો ઉદીરકો છે. નામ અને ગોત્રના તો સયોગીકેવલી સુધીના સઘળાય ઉદીરકો છે. ઇતિ. અધિક બીજા ગ્રંથમાં જોવું.
૦ તેમજ જ્ઞાનાવરણ-વેદનીય-આયુષ્ય-ગોત્ર-અંતરાયોનું દરેકને એક એક ઉદીરણાસ્થાન છે. જેમ કેજ્ઞાનાવરણ-અંતરાયનું પાંચ પ્રકૃતિરૂપ એક એક સ્થાન છે. વેદનીય-આયુષ્ય-ગોત્રોનું વેદાતા એક પ્રકૃતિરૂપ સ્થાન છે. આ વેદનીય-આયુ અને ગોત્ર પ્રકૃતિઓની બે-ત્રણ આદિ પ્રકૃતિઓ એકીસાથે ઉદીરાતી નથી, કેમ કે-એકીસાથે ઉદયનો અભાવ છે.
૦ દર્શનાવરણીયમાં ચક્ષુદર્શન આદિ પાંચ કે ચાર પ્રકૃતિઓની એકીસાથે ઉદીરણા થાય છે. ૦ મોહનીયમાં એક-બે-ચાર-પાંચ-છ-(સાત)-આઠ-નવ કે દેશની એકીસાથે ઉદીરણા છે.
૦ નામકર્મના ૧-(૪૧), ૨-(૪૨), ૩-(૫૦), ૪-(૫૧), ૫-(૫૨), ૬-(૫૩), ૭-(૫૪), ૮-(૫૫), ૯-(૫૬), ૧૦-(૫૭)-એમ કર્મપ્રકૃતિઓના દશ (૧૦) ઉદીરણાસ્થાનો છે. વિશેષ તો બીજેથી જાણવું. ઇતિ “પ્રકૃતિ ઉદીરણા.”
૦ સ્થિતિ ઉદીરણાનું પહેલાં લક્ષણ કહેવાય છે. ખરેખર ઉદય, સંપ્રાપ્તિ અને અસંપ્રાપ્તિના ભેદે બે પ્રકારનો છે. કાળના ક્રમથી કર્મદલિકનો, ઉદયના હેતુભૂત દ્રવ્ય-ક્ષેત્ર આદિ સામગ્રીની સંપ્રાપ્તિ હોયે છતે જે ઉદય, તે “સંપ્રાયુદય' છે.
૦ કાળ વગર પ્રાપ્ત કર્મદલિક, વીર્યવિશેષ નામક ઉદીરણાના પ્રયોગથી ખેંચીને કાળપ્રાપ્ત દલિકની સાથે અનુભવાય છે, તે “અસંકામ્યુદય' છે. તથાચ અસંપ્રાયુદય જ ઉદીરણા, જે સ્થિતિ નહિ પ્રાપ્ત થયેલ કાળવાળી પણ હોતી, ઉદીરણા પ્રયોગથી સંપ્રાયુદયમાં કેવલજ્ઞાનરૂપી ચક્ષુથી ફેંકાયેલી દેખાય છે, તે સ્થિતિઉદીરણા” એમ જાણવું. ભેદ વગેરે બીજેથી જાણવું.
૦ અનુભાગની ઉદીરણામાં સંજ્ઞા, સ્થાન અને ઘાતીના ભેદથી બે પ્રકારવાળી છે.
સ્થાન-એક-બે-ત્રણ-ચાર સ્થાનના ભેદથી ચાર પ્રકારનું છે. વળી આ પૂર્વે (એક ઠાણીયો રસ વગેરે પૂર્વે)કહેલ છે.
ઘાતીસંજ્ઞા તો સ્વઘાતી-દેશઘાતી-અઘાતીના ભેદથી ત્રણ પ્રકારની છે.