________________
सूत्र - १९, नवमः किरणः
६४१
नीरसा एकस्वरूपा आसन् यदा तु जीवेन गृह्यन्ते ते तदानीं ग्रहणसमय एव काषायिकाध्यवसायेन तादृशतादृशरसा विभागा ज्ञानावारकत्वादिविचित्रस्वभावा आपद्यन्ते, जीवानां पुद्गलानाञ्च शक्तेरचिन्त्यत्वात्, न चेदमसम्भवि, गोगृहीतशुष्कतृणादिपरमाणूनामत्यन्तनीरसानामपि क्षीरादिरूपत्वेन सप्तधातुत्वेन च परिणामदर्शनात्, ते च रसा विभागाः कर्मपरमाणुषु क्वचित्स्तोकाः क्वचित्तेभ्यः प्रभूताः, क्वचिच्च प्रभूततमा भवन्ति, अत्र वर्गणास्पर्धकादिविचारः कर्मग्रन्थेभ्यो द्रष्टव्याः । स्थितिबन्धेऽपि संक्लेशस्थानानि विशोधिस्थानान्यपि सर्वत्रासंख्येयगुणतया पूर्ववदेव भाव्यानि, तत्र मूलप्रकृतीनां जघन्योत्कृष्टा च स्थितिरग्रेऽस्माभिर्वक्ष्यते मूल एव सा च कर्मरूपतयाऽवस्थानस्वरूपा विज्ञेया, अनुभवप्रायोग्या तु सैवाबाधाकालहीना येषां कर्मणां यावत्यस्सागरोपमकोटीकोट्यस्तेषां तावन्ति वर्षशतान्यबाधाकालो विज्ञेयः । अबाधाकालहीनश्च कर्मदलिकनिषेक., जघन्यस्त्वबाधाकालोन्तर्मुहूर्त्तम् । बन्धकानाश्रित्य जघन्योत्कृष्टस्थितिविवेचना कर्मप्रकृत्यादितः कार्या । एवं स्थितिस्थानादि प्ररूपणान्यपि । इत्येवं बन्धनकरणविचारो दिशा दर्शित इति ॥
કરણવિશેષોના લક્ષણોનો ઉપક્રમભાવાર્થ - કર્મોના આત્મપ્રદેશોની સાથે પરસ્પર અનુગમ-સંશ્લેષરૂપ સંબંધમાં પ્રયોજક વીર્યનો પરિણામ, એ બંધનકરણ' છે. અહીં યોગરૂપી વીર્યથી પ્રકૃતિ અને પ્રદેશનો તથા કષાયોથી સ્થિતિ અને અનુભાગનો બંધ થાય છે.
વિવેચન – જીવના પ્રદેશોની સાથે આઠ (૮) પ્રકારનું કર્મ, જે વીર્યવિશેષથી પરસ્પર અનુગત કરાય छ, ते पंधन४२५॥ छे भेवो अर्थ छे.
0 ખરેખર, જીવ યોગ દ્વારા ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરે છે. ત્યાં યોગોના, જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટપણામાં, થોડા મધ્યમ-ઘણા પુદ્ગલોનું પણ ગ્રહણ થાય છે. ગ્રહણયોગ્ય પુદ્ગલસ્કંધો બીજા ગ્રંથથી જાણવા.
૦ સ્વપ્રદેશોમાં અવગાઢ, ગ્રહણયોગ્ય એક દલિકને પણ સઘળા આત્મપ્રદેશોની સાથેનો (આત્માના પ્રદેશો અસંખ્યાત છે. તેઓમાં સર્વ પ્રકૃતિના પુદ્ગલો બંધાય છે. એક એક (પ્રત્યેક) પણ આત્માનો પ્રદેશ અનંત જ્ઞાનાવરણ આદિ કર્મસ્કંધોથી બંધાયેલા છે. અનંતાનંત પ્રદેશવાળા કર્મવર્ગણાયોગ્ય પગલો બંધાય છે, સંખ્યાત પ્રદેશવાળા-કે અસંખ્યાત પ્રદેશવાળા પુદ્ગલો બંધાતા નથી, પરંતુ અનંત પ્રદેશવાળા પુદ્ગલો બંધાય છે. અનંત રાશિમાં ફરીથી અનંત પુદ્ગલોના પ્રક્ષેપથી અનંતાનંત તરીકે વ્યવહાર થાય છે.) શૃંખલાના અવયવોની માફક પરસ્પર સંબંધવાળા સઘળા આત્મપ્રદેશોની સાથેનો પુદંગલદ્રવ્યોનો પરસ્પર સંબંધ સ્નેહથી (રાગાદિના સ્નેહથી) જાણવો.