________________
६३६
तत्त्वन्यायविभाकरे
તો તેવા તેવા અધ્યવસાયોના અભાવમાં તેવા તેવા બંધના અભાવનો પ્રસંગ આવવાથી કદાચિત્ રાગી જીવમાં પણ માત્ર પ્રકૃતિનો બંધ, કદાચ સ્થિતિબંધ સહિત પ્રકૃતિબંધ, કદાચ પ્રકૃતિ આદિ ત્રણ, કદાચિત્ ચારનો પણ થાય ! તો પછી ચાર બંધોનો નિયમ રહેતો નથી. વળી આ ઇષ્ટ નથી. આવી આ શંકામાં કહે છે કે
ભાવાર્થ-સમાધાન – વળી આ પ્રકૃતિ આદિ ચાર (૪) બંધો એક પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયથી એકીસાથે થાય છે, એટલું જ નહિ પણ સંક્રમ આદિ વિશિષ્ટ કરણો પણ થાય છે.
વિવેચન – તથાચ વિશિષ્ટ એક અધ્યવસાયથી પ્રકૃતિ આદિ ચાર પ્રકારનો બંધ એકીસાથે (ક્રમથી નહિ) થાય છે, એવો અર્થ છે.
શંકા - એક અધ્યવસાયરૂપકરણમાં એકવિધપણું હોઈ કાર્યમાં વિચિત્રપણું કેવી રીતે ?
સમાધાન
-
જો કે યોગથી પ્રકૃતિપ્રદેશબંધ, કષાયથી સ્થિતિઅનુભાગબંધ છે, તો પણ તે તેના ક્ષયોપશમવાળી અને ઉદયવાળી શરીર(યોગ)કષાય વગેરે પ્રકૃતિઓનો એકીસાથે ઉદય હોવાથી, ક્ષયોપશમ હોવાથી, વિચિત્ર એક અધ્યવસાયથી વિચિત્ર કાર્યની ઉત્પત્તિમાં બાધક નથી.
જેમ ચિત્ર-વિચિત્ર મોરના બચ્ચાની ઉત્પત્તિ થયે છતે ચક્ષુવિષયથી દૂર પણ ગર્ભનું-બીજનું જ વિચિત્રપણું પ્રતીત થાય છે, તેમ એકીસાથે જ પ્રકૃતિ આદિ વિચિત્ર બંધોમાં એક અધ્યવસાયની વિચિત્રતા બિલકુલ સિદ્ધ જ છે.
૦ તથાચ યોગ વડે અને કષાય વડે સામાન્યથી ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોનું એક (પ્રકારના) વિશિષ્ટ વિચિત્ર અધ્યવસાયથી જ્ઞાનાવરણીયપણા આદિ (પ્રકૃતિ) ભેદે કરી સ્થિતિબંધરૂપે-૨સબંધરૂપે-પ્રદેશબંધરૂપે પરિણમન થાય છે, એવો ભાવાર્થ જાણવો.
અરે, કેવળ એકલા આ બંધો જ એક અધ્યવસાય વિશેષથી થાય છે એમ નહિ, પરંતુ એકવિધ અધ્યવસાય વિશેષથી કારણવિશેષો પણ થાય છે. અર્થાત્ બંધો થાય છે અને સંક્રમણ-ઉર્તનાદિ વિશિષ્ટ કરણો એક અધ્યવસાયવિશેષથી થાય છે, એમ જાણવું.
कियन्ति करणानीत्यत्राह
-
करणविशेषाश्च बन्धनसङ्क्रमोद्वर्त्तनापवर्त्तनोदीरणोपशमनानिधत्ति निकाचनाभेदादष्टविधाः ||१७|
करणविशेषाश्चेति । दात्रादिद्रव्यकरणे क्षेत्रकरणे कालकरणे भावकरणे निष्पादने संयमव्यापारे समाचरणे करणकारणानुमोदनरूपे करणत्रिके जीववीर्यविशेषेऽपि च करणशब्दप्रवृत्तेरत्र जीववीर्यविशेषग्रहणाय विशेषपदमुक्तम् । बध्यते येन, संक्रम्यन्ते येन, દ્વૈત યયા, અપવર્ત્યતે થયા, ક્વીર્યતે થયા, ૩પશમ્યતે થયા, નિધીયતે થયા, નિાવ્યતે ययाऽऽत्मपरिणत्याऽध्यवसायरूपयेति तत्तच्छब्दव्युत्पत्तिरवसेया । तत्र बन्धनकरणाध्य