________________
સૂત્ર - ૨-૨૦, નવમ: શિRUT:
६१५
ગ્રહણ છે. જો કે હિંસા આદિથી નહિ અટકવું જ અવ્રત છે, તો પણ હિંસા આદિનું અવિરતિ પ્રત્યે અનુકૂળપણું હોવાથી “અવ્રતપણાનું કથન છે.
શંકા- હિંસા આદિ વ્રતરૂપ પણ થાય, કેમ કે-તે અહિંસા આદિરૂપ વિષયવાળા વિરમણરૂપ વ્રત છે ને? સમાધાન - એમ નહિ, કેમ કે-વિરતિ પ્રત્યે હિંસા આદિ અત્યંત પ્રતિકૂળ હોઈ તેવું કથન અનુચિત છે.
એવં ચ હિંસા આદિ અવ્રતોથી કરેલ-કરાવેલ-અનુમતિ દ્વારા મન-વચન-કાયામાંથી કોઈ એકથી નહિ અટકવું, એ “અવિરતિ' છે એવો ભાવ છે. અર્થાત્ હિંસા આદિમાંથી કોઈ એકનું કરેલ-કરાવેલ-અનુમતિ દ્વારા મન-વચન-કાયમાંથી કોઈ એકથી કરવું, એ “અવિરતિ છે. તે અવિરતિના બાર (૧૨) પ્રકારોને બાર સ્થાનોના પ્રદર્શન દ્વારા પ્રગટ કરે છે. અવિરતિ બાર પ્રકારોરૂપ છે. કેવી રીતે દ્વાદશવિધપણું છે? આના જવાબમાં કહે છે કે- “મન” ઇતિ. (૧) મનને પોતપોતાના વિષયોથી પાછું નહિ હઠવું (૧), (૬) ઘાણરસન-ચક્ષુ-શ્રોત્ર-સ્પર્શનરૂપ પાંચ ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયોથી પાછું નહિ હઠવું એમ (૫), (૧૨) પૃથિવીકાય આદિ છ પ્રકારના જીવોની હિંસાથી નહિ અટકવારૂપ છ (૬) મળીને બાર (૧૨) પ્રકારો અવિરતિના જાણવા, એવો ભાવ છે.
कषायमाह -
कषायः पूर्वोदितपञ्चविंशतिविधः । वेदत्रयहास्यषट्कात्मकनोकषायः कषायसहगामित्वात्कषायपदवाच्यः ।१०।
कषाय इति । पूर्वोदितेति पापनिरूपणोदितेत्यर्थः । तथाचाऽनन्तानुबन्धिक्रोधमानमायालोभाः, अप्रत्याख्यानक्रोधमानमायालोभाः, प्रत्याख्यानक्रोधमानमायालोभाः, संज्वलनक्रोधमानमायालोभा इति षोडशविधः कषायः । पुंस्त्रीनपुंसकहास्यरत्यरतिशोकभयजुगुप्सारूपो नवविधो नोकषाय इति मेलनतः कषायः पञ्चविंशतिविध इति भावः । ननु नवविधनोकषायस्य कथं कषायत्वमित्यत्राह वेदत्रयेति पुंस्त्रीनपुंसकेतिवेदत्रयेत्यर्थः, हास्यषट्केति, हास्यरत्यरतिभयशोकजुगुप्साषट्केत्यर्थः । कषायसहगामित्वादिति कषायेण सहैव वर्तमानत्वादित्यर्थः, दिग्दर्शनमिदं, तेन यद्दोषो यः कषायस्तत्सहचारिणां हास्यादीनामपि तद्दोषत्वेन तत्कार्यकारित्वात्कषायत्वं तत्राप्यल्पकार्यकारित्वाच्च नोकषायत्वमितिबोध्यम् ॥
- હવે કષાયને કહે છેભાવાર્થ - કષાય પૂર્વકથિત પચીશ (૨૫) પ્રકારવાળો છે. ત્રણ વેદ-હાસ્ય આદિ છ (૬) રૂપ નોકષાય, કષાયની સાથે જનાર હોવાથી કષાયપદવાચ્ય કહેવાય છે.
વિવેચન - પાપનિરૂપણમાં કહેલ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ-માનમાયા-લોભ, પ્રત્યાખ્યાન, ક્રોધ-માન-માયા-લોભ, સંજવલન ક્રોધ-માન-માયા-લોભ, એમ (૧૬) પ્રકારનો