________________
६१२
तत्त्वन्यायविभाकरे तदर्थताभिग्रहः-दुष्टाभिनिवेशेन तथाश्रद्धानमित्यर्थः, गोष्ठामहिलादयो हि दुरभिनिवेशविप्लावितधियश्शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायैवान्यथा श्रद्दधते । अभिनिवेशे दुष्टत्वञ्च सम्यग्वकृवचनानिवर्तनीयत्वं, तेन सम्यग्दृष्टेरपि अनाभोगात्प्रज्ञापकदोषाद्वा अन्यथा श्रद्धानसंभवेऽपि नाभिनिवेशिकत्वम्, तेषामभिनिवेशस्य सम्यग्वक्तृवचननिवर्त्तनीयत्वादिति भावः ॥
આભિનિવેશિક મિથ્યાત્વને કહે છેભાવાર્થ - “તત્વવેત્તાપણું હોવા છતાં જે તથાભૂત અર્થ ન હોય, તેવા અયથાર્થોમાં યથાર્થતાનો આગ્રહ, એ “આભિનિવેશિક મિથ્યાત્વ' કહેવાય છે.
વિવેચન - શાસ્ત્રના તાત્પર્ય વિષયક બાપનું પ્રતિસંધાન-અનુસંધાનપણું હોવા છતાં એવો અર્થ છે તેથી શ્રી જિનભદ્ર-સિદ્ધસેન આદિ પ્રાવચનિક પુરુષપ્રધાનોના વિપ્રતિપત્તિ (બે વિરુદ્ધ કોટી સ્થાપનાર શબ્દ)ના વિષયવાળા બે પક્ષમાં પણ કોઈ એક (કોટીરૂપ) વસ્તુશાસ્ત્રથી બાધિત હોવાથી, તેનાથી ભિન્ન બીજી એક કોટીરૂપ શ્રદ્ધાનવાળામાં આભિનિવેશિપણાનો પ્રસંગ નથી, કેમ કે-તેઓના પોતાના માનેલા અર્થમાં શાસ્ત્રતાત્પર્યના બાધના પ્રતિસંધાનમાં પણ પક્ષપાતપૂર્વકના તે પ્રતિસંધાનનો અભાવ છે પરંતુ અવિચ્છિન્ન પ્રાવચનિકોની પરંપરાથી પોતે માનેલ અર્થનું અનુકૂળપણું હોઈ શાસ્ત્રતાત્પર્યનું જ પ્રતિસંધાનઅનુસંધાન છે.
૦ તથાભૂત જે અર્થો ન હોય, તેવા અયથાર્થ અર્થોમાં યથાર્થતાનો અભિગ્રહ કદાગ્રહથી તે પ્રકારનો નિશ્ચય (શ્રદ્ધાન), એવો અર્થ છે.
૦ જેમ કે-ગોષ્ઠામાહિલ વગેરે, દુરાગ્રહથી ભ્રષ્ટ બુદ્ધિવાળાઓ શાસ્ત્રના તાત્પર્યના બાપનું અનુસંધાન કરીને જ ઉલટી શ્રદ્ધા ધારણ કરે છે.
૦ આભિનિવેશનમાં દુષ્ટત્વ એટલે સમ્યગું વક્તા (યથાર્થ વક્તા)ના વચનથી અનિવારણીયઅનિવાર્યપણું છે. તેથી સમ્યગ્દષ્ટિમાં પણ અનુપયોગથી અથવા પ્રજ્ઞાપક (શિક્ષક)ના દોષથી, અન્યથા ઉલટી શ્રદ્ધાનો સંભવ છતાં આભિનિવેશિકપણું નથી. તેઓનો આભિનિવેશ સમ્યગુ વક્તાના વચનથી નિવારી શકાય છે.
सांशयिकं वक्ति - अर्हत्तत्त्वधर्मिकसत्यत्वसंशयजनकंमिथ्यात्वं सांशयिकम् ।।
अर्हत्तत्त्वेति । भगवत्प्रोक्तानि जीवादितत्त्वानि सत्यानि नवेत्येवंरूपस्य संशयस्य जनकंतज्जन्यं वा यन्मिथ्यात्वं तत्सांशयिकमित्यर्थः । अन्यप्रोक्ततत्त्वेषु सत्यत्वसंशयस्य जनकं न तादृङमिथ्यात्वमित्यतोऽर्हदिति यद्यपि सूक्ष्मार्थादिविषयस्संशयस्साधूनामपि संभवति तथापि स आगमोदितभगवद्वचनप्रामाण्यपुरस्कारेण निवर्त्तते, स्वरसवाहितयाऽनिवर्तमानश्च स सांशयिकमिथ्यात्वरूपस्सन्ननाचारापादक एव, अत एवाकांक्षामोहोदयादाकर्षप्रसिद्धिरिति ॥