________________
સૂત્ર - ૨૨, અષ્ટા: વિર:
५९९ (૫) ૧-જ્ઞાનત્રિક, ૨-દર્શનત્રિક, સંજ્ઞીપણામાં ચૌદ (૧૪) પ્રકારના ધ્યાનોનું સહવૃત્તિત્વસહચારિપણાનો સંભવ છે, એમ કે-મનના અભાવકાળમાં થનાર સૂથમક્રિય ભુપતક્રિય નામક વિશિષ્ટ ધ્યાનના સહવૃત્તિત્વ-સહચારિપણાનો જ્ઞાનત્રિક આદિ માર્ગણામાં અસંભવ છે. .
(૬) ૧-અનાહારકત્વ, ર-કેવલજ્ઞાન, ૩-કેવલદર્શનોમાં સૂમક્રિય-બુપરતક્રિય નામક વિશિષ્ટ ધ્યાનોનું સામાનાધિકરણ્ય જ છે. અનાહારક આદિમાં સૂક્ષ્મક્રિય અને વ્યુપરતક્રિયની સત્તા છે, કેમ કે-તેરમા અને ચૌદમા ગુણસ્થાનોમાં તે (અનાહારકત્વ આદિ) સૂક્ષ્મક્રિય આદિ હોય છે-થાય છે અને બીજા ધ્યાનો મનના આલંબને થનારા છે.
(૭) ૧-પાંચ લેગ્યાઓમાં અને રક્ષાયોપથમિક-સમ્યકત્વમાર્ગણામાં બાર પ્રકારના ધ્યાનોનું સહચારિત્વ (તેઓની સાથે વિદ્યમાનત્વ) છે, કેમ કે-શુકલધ્યાનોના (તેઓની સાથે અવિદ્યમાનત્વ હોઈ) સામાનાધિકરણ્યનો (સત્તાનો) અભાવ છે.
(૮) શુક્લલેશ્યામાં સુપરતક્રિય નામક ધ્યાન સિવાય બીજા શુક્લધ્યાનોથી વિશિષ્ટપણું છે, કેમ કેઅયોગીમાં ચૌદમાં ગુણસ્થાનકમાં લેશ્યાનો અભાવ છે, વ્યુપરત શુકલધ્યાનનો સંભવ છે.
(૯) ૧-સામાયિક અને ર-છેદોપસ્થાપનીય માર્ગણામાં નિદાનરૂપ (પાયા) ભેદ સિવાય (આર્તધ્યાનના ત્રણ ભેદો) ધર્મધ્યાનના ચાર ભેદો અને પૃથકત્વવિતર્ક નામકશુકલધ્યાનનો એક પાયો છે.
(૧૦) ૧-પરિહારવિશુદ્ધિક માર્ગણામાં પૂર્વકથિત ધ્યાનો પૃથકત્વવિતર્ક વગરના હોય છે, કેમ કેશ્રેણિની પ્રાપ્તિનો અભાવ છે.
(૧૧) ૧-સૂક્ષ્મસંપરામાં પૃથકત્વવિતર્ક નામક શુકલધ્યાન કે ચાર પ્રકારનું ધર્મધ્યાન છે, કેમ કે તે દશમાં ગુણસ્થાનક સુધી હોય છે.
(૧૨) ૧-યથાખ્યાત માર્ગણામાં ચાર પ્રકારનું શુકલધ્યાન કે ધર્મધ્યાન હોય છે.
(૧૩) ૧-મન:પર્યાયજ્ઞાનરૂપ માર્ગણામાં મન:પર્યાયજ્ઞાનીને નિદાન સિવાય ત્રણ આર્તધ્યાનો-ચાર ધર્મધ્યાનો શુક્લધ્યાનના પહેલાના બે ભેદો હોય છે.
(૧૪) ૧-ગતિત્રિક, ર-અજ્ઞાનત્રિક, ૩-અવિરતિ, ૪-દેશવિરતિ, પ-અભવ્યત્વ, ૬-મિથ્યાત્વ, ૭-સાસ્વાદન, ૮-મિશ્રભાવરૂપ માર્ગણાઓમાં મુખ્યત્વે આર્તધ્યાનના ચાર ભેદો-રૌદ્રધ્યાનના ચાર ભેદો, એમ ધ્યાનાષ્ટક હોય છે, કેમ કે ધર્મધ્યાન અને શુકલધ્યાનનો અભાવ છે. (અહીં સમ્યક્ત્વ સહિત અવિરતિ દેશવિરતિમાં ધર્મધ્યાન પણ ગૌણરૂપ કહેલ છે.)
अथाऽभ्यन्तस्तपोभेदस्यावान्तरमन्तिमं व्युत्सर्गमाहअनेषणीयस्य संसक्तस्य वाऽन्नादेः कायकषायाणाञ्च परित्यजनमुत्सर्गः ॥३९।
इति निर्जरातत्त्वम् ॥