________________
સૂત્ર - રૂદ્દ-રૂ૭, ગષ્ટમ: શિરઃ
५९३
અર્થાદિ સંક્રાન્તિનું વર્ણન-અર્થ-ધ્યેય (ધ્યાનવિષય) દ્રવ્ય અથવા પર્યાય, વ્યંજન એટલે તે અર્થનો વાચક શબ્દ, યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર, યોગાન્તર બીજો યોગ. અર્થ-વ્યંજન યોગાન્તરોની સંક્રાન્તિ એટલે પરિવર્તન.
૦ અર્થાત્ દ્રવ્યને છોડી પર્યાયને જે પામે છે, તેમજ પર્યાયને છોડી દ્રવ્યને જે પામે છે, તે અર્થ “સંક્રાન્તિ સમજવી.
૦ એક શ્રુતવચન(શબ્દ)ને ગ્રહણ કરી બીજા શબ્દનું આલંબન કરે છે અને તે પણ છોડી બીજા વચનને પામે છે, તે વ્યંજનસંક્રાન્તિ’ જાણવી. કાયયોગને છોડીને યોગાન્તરનું ગ્રહણ કરે છે અને તે છોડીને બીજા યોગને ગ્રહણ કરે છે, તે “યોગાન્તર સંક્રાન્તિ' કહેવાય છે.
અર્થ-વ્યંજન-યોગાન્તર સહિત હોવાથી આ ધ્યાન “સવિચાર' કહેવાય છે. સવિચાર એટલે અર્થ-વ્યંજન-યોગાન્તર ધ્યાન કહેવાય છે.
૦ આ ધ્યાન યોગાન્તર સંક્રાન્તિ રૂપ હોઈ ત્રણ યોગના વ્યાપારવાળામાં જ સંભવિત છે, એ પણ આ પદથી સૂચિત થાય છે.
अथ द्वितीयप्रकारभावमाह
पूर्वविदां पूर्वश्रुतानुसारेणाऽन्येषां तद्भिन्नश्रुतानुसारेणाऽर्थव्यञ्जनयोगान्तरसङ्क्रान्तिरहितमेकद्रव्ये एकपर्यायविषयानुचिन्तनमेकत्ववितर्कम् । इदन्त्वविचारम् ।३६।
पूर्वविदामिति । व्याख्यातोऽर्थः, तद्भिन्नश्रुतानुसारेणेति, अत्र मरुदेव्यादीनां द्रव्यश्रुताभावेऽपि यत्किञ्चित् श्रुतमस्त्येवेति-सूचयितुं तमन्तरेणेत्यनुक्त्वा तद्भिन्नश्रुतानुसारेणेत्युक्तम् । अर्थव्यञ्जनयोगान्तरसंक्रान्तिरत्र नास्तीत्याहार्थव्यञ्जनयोगान्तरसङ्क्रान्तिरहितमिति, एकद्रव्य इति, अभेदेनेति शेषः, अभेदेनैकद्रव्ये पर्यायविषयकालोचनमित्यर्थः, द्रव्याभिन्नपर्यायविषयकं पर्यायाभिन्नद्रव्यविषयकं वेति यावत् । अर्थव्यञ्जनयोगान्तरसंक्रान्तिरहितत्वादेवेदं ध्यानमविचारमुच्यत इत्याहेदन्त्विति ॥
શુકલધ્યાનના બીજા પ્રકારના ભાવને કહે છેભાવાર્થ – “પૂર્વવિદોનું પૂર્વના શ્રત અનુસાર, તે સિવાયના બીજાઓનું પૂર્વથી ભિન્ન શ્રુતજ્ઞાન અનુસાર, અર્થ-વ્યંજન-યોગાન્તર સંક્રાન્તિથી રહિત, એક જ દ્રવ્યમાં એક પર્યાયરૂપે વિષયનું અનુચિંતન, એ એકત્વવિતર્ક નામક શુક્લધ્યાન છે. આ શુક્લધ્યાન તો અવિચારરૂપ છે.”
વિવેચન - “તભિન્ન શ્રુતાનુસારેણ ઇતિઅહીં મરૂદેવી આદિમાં દ્રવ્ય(પૂર્વ)શ્રુતનો અભાવ હોવા છતાં, યત્કિંચિત્-પૂર્વદ્રવ્યશ્રુત સિવાયનું અર્થાત્ ભાવઠુત કે પૂર્વના શ્રુતથી ભિન્ન શ્રુત તો અવશ્ય છે, એમ સૂચવવા માટે “તેના સિવાય'-એમ નહીં કહેતાં પૂર્વશ્રુતથી ભિન્ન ભાવશ્રુત કે પૂર્વથી ભિન્ન શ્રુતના અનુસાર, એમ કહેલ છે.