________________
सूत्र - ३२, अष्टमः किरणः
५८३
ભોગ-ઉપભોગના પ્રસંગને પામી થનારું આર્તધ્યાન છે. અનેક સંકલ્પ-વિકલ્પોના ચારેય બાજુના ઘેરાના સંગથી જન્ય “આર્ત છે. ધર્મના સ્થાનોના-નિમિત્તોના પરિત્યાગ કરાવનારું “આર્તધ્યાન છે. કષાયોના સ્થાનો-નિમિત્તોની ઉપસ્થિતિવાળું “આર્તધ્યાન છે. અશાન્તિ-અસમાધિને વધારનારું “આર્તધ્યાન” છે.
પ્રમાદના મૂળરૂપ “આર્તધ્યાન છે. પાપકર્મોનું ગ્રહણ કરાવનારું “આર્તધ્યાન' છે. કડવા વિપાકવાળું અસતાવેદનીયનું જનક “આર્ત છે. અંતે તિર્યંચગતિમાં ગમન કરાવાનારું “આર્તધ્યાન છે. શોક કરવો, રડવું, કરૂણ વિલાપ કરવો, છાતી કૂટવી વગેરે ચિહ્નોથી ગમ્ય “આર્તધ્યાન છે.
૦ આ આર્તધ્યાનના ધ્યાતા-અધિકારીને દર્શાવે છે. અવિરતો, સંયતાસંતો (દેશવિરતિધરો) અને પ્રમત્તસંયતો આ આર્તધ્યાનના ધ્યાતાઓ (અધિકારીઓ) છે. કેટલાક પ્રમત્તસંયતો (પ્રમાદી સાધુઓ) નિદાન (નિયાણા) નામના આર્તધ્યાનને છોડી પ્રમાદના ઉદયના ઉદ્રક (આવિર્ભાવ)થી ત્રણ આર્તધ્યાનોને કરે છે. અપ્રમત્તસંયત આદિઓ આ આર્તધ્યાનના ધ્યાતાઓ (અધિકારીઓ) નથી.
अथ रौद्रमाहहिंसाऽसत्यस्तेयसंरक्षणान्यतमानुबन्धिचिन्तनं रौद्रम् । आपञ्चममेतत् ।३२।
हिंसेति । रोदयतीति रुद्रः क्रूरस्तस्येदं कर्म रौद्रं तत्र भवं वा । तदपि चतुर्विकल्पं, हिंसानुबन्धिचिन्तनं-हिंसानिमित्तं चिन्तनमाद्यं, असत्यनिमित्तं द्वितीयं, स्तेयनिमित्तं तृतीयं, चतुर्थन्तु संरक्षणानुबन्धि विषयाणां शब्दादीनां तदानीं मनसः परितोषकराणां पश्चाच्च भृशं भीकरफलानां तत्साधनभूतानाञ्च धनधान्यादीनां संरक्षणानुबन्धिध्यानमित्यर्थः । तदिदं अतिकृष्णनीलकापोतलेश्याबलाधानं प्रमादाधिष्ठानं, नरकगतिफलावसानं मारणाभिलाषमरणेहाऽपरव्यसनप्रसन्नतानिर्दयत्वपरक्लेशकारित्वादिलिङ्गगम्यं, तीव्रवधबन्धसंक्लिष्टाध्यवसायप्रसवमवसेयम् । अस्य ध्यातारमाचष्टे आपञ्चममेतदिति । देशविरतं यावदित्यर्थः । आर्तरौद्रे ध्याने प्रकृष्टतमरागद्वेषानुगतत्वात् नरकादिचतुर्गतिकसंसारस्यैव हेतू भवतो न जातुचिन्मुक्तिहेतू इत्यवधेयम् ॥
રૌદ્રધ્યાનનું નિરૂપણભાવાર્થ - હિંસાનુબંધી-અસત્યાનુબંધી-સ્તેયાનુબંધી કે સંરક્ષણાનુબંધી ચિંતન, એ “રૌદ્રધ્યાન' કહેવાય છે. આ ધ્યાન પાંચમા ગુણસ્થાન સુધી છે.
१. एकेन्द्रियादीनां वधवेधबन्धनदहनाङ्कनमारणादिप्रणिधानं, पिशुनासभ्यासद्भूतघातादिवचनप्रणिधानं, परलोकापायनिरपेक्षपरद्रव्यहरणप्रणिधानं, शब्दादिविषयसाधनपरिपालनव्यग्रत्वमिति चतुर्विधं रौद्रध्यानमिति भावः ॥