________________
५७४
तत्त्वन्यायविभाकरे
આદિના જ સદ્ભૂત (સત્ય) ગુણોની ઉત્કીર્તના, અર્થાત્ તીર્થંકર-સિદ્ધ-કુલ-ગણ-સંઘ-ક્રિયા-ધર્મધ્યાન-જ્ઞાનજ્ઞાની-આચાર્ય-સ્થવિર-ઉપાધ્યાય અને ગણિ સંબંધી વિનયના પદો તેર છે. તેઓને અનાશાતના આદિ ઉપાધિના ભેદથી ચારે ગુણવાથી (૫૨) બાવન ભેદો થાય છે.
અનાશાતના-ભક્તિ-બહુમાન અને કીર્તિપ્રકાશનરૂપ વિનય કર્મરૂપી રજને હરનાર હોઈ અને તે વિનય જ્ઞાન આદિરૂપ વિષયના ભેદથી ચાર પ્રકારનો છે. તથાચ જ્ઞાન-દર્શન-ચારિત્ર કે ઉપચાર વિષયક અનાશાતના આદિ વિનયનું લક્ષણ છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે, આચારની વિશુદ્ધિ માટે અને સારી રીતે આરાધના કરવા માટે વિનય થાય છે.
૦ જ્ઞાનવિનય-ત્યાં આળસ્ય વગરના શુદ્ધ મનવાળા અને દેશ-કાળ આદિ દ્વારા વિશુદ્ધિના વિધાનમાં વિચક્ષણ પુરુષે, બહુમાનપૂર્વક-શક્તિ પ્રમાણે સેવાતા મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યાય અને કેવલજ્ઞાનોમાં જે અભ્યાસગ્રહણ-ધારણ-સ્મરણ આદિરૂપ ‘જ્ઞાનવિનય' છે.
૦ દર્શનવિનય-શ્રી જિનેન્દ્ર ભગવંતોએ કહેલ પદાર્થો છે તેવા સ્વરૂપવાળા જ પદાર્થો વર્તે છે, અન્યથા વાદીજિનો હોતા નથી. આવી નિઃશંકતા તથા તેવી રીતે શ્રી જિનેન્દ્ર ભગવંતે કહેલ ધર્મની અને આચાર્યઉપાધ્યાય-સ્થવિ-કુલ-ગણ-સંઘ-સાધુ, તેમજ સમનોજ્ઞની (સાંધર્મિક-સાંભોગિક સાધુની) આશાતનાનો અભાવ અને પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા તથા આસ્તિક્ય, એ ‘દર્શનવિનય' છે,-એવો ભાવ છે.
૦ ચારિત્રવિનય-સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રોમાં શ્રદ્ધા, તે ચારિત્રોનું શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન અને ચારિત્રોની યથાર્થ પ્રરૂપણા, એ ‘ચારિત્રવિનય' કહેવાય છે.
૦ ઉપચારવિનય-ઉપચરણ-સેવન, એ ‘ઉપચાર’ છે. અર્થાત્ તે ઉપચાર શ્રદ્ધા સહિત વિશિષ્ટ ક્રિયારૂપ વ્યવહાર અનેક પ્રકારનો છે. પ્રત્યક્ષ એવો આચાર્ય આદિ પ્રત્યે અભ્યુત્થાન (અભિમુખ આવતા ગુણાધિકને દેખી આસનથી ઉભા થવું), અભિગમન (સામા જવું), અંજલિકરણ (બે હાથ લલાટમાં લગાડવા), વંદના કરવી, અનુગમન (જતી વખતે ગુણાધિકની પાછળ કેટલાક પગલાં સુધી જવું) વગેરે; પોતાને યોગ્ય પરોક્ષમાં ગુણાધિકો પ્રત્યે મન-વચન-કાયાથી અંજલિકરણ-ગુણોનું સંકીર્તન કરવું; તેમજ સ્મરણ-જાપ આદિ રૂપ ‘ઉપચારવિનય’કહેવાય છે. ગુણાધિક એટલે-ગુણ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન વડે દશ પ્રકારની સામાચારીરૂપ સંપત્તિઓથી અધિક જેઓ છે તેઓ પ્રત્યે, એવો અર્થ જાણવો.
૦ સામાચારી-શિષ્ટજને આચરેલ વિશિષ્ટ ક્રિયા, એ ‘સામાચારી.’ સ્વાર્થિક (સ્વ અર્થમાં કરેલ) ષ્યગ્ રૂપી પ્રત્યક્ષ અંતવાળા સામાચાર્ય શબ્દથી સ્ત્રીલિંગની વિવક્ષામાં ‘સામાચારી’ શબ્દ સિદ્ધ થયેલ છે. વળી તે સામાચારી ૧-પ્રતિલેખના, ૨-પ્રમાર્જન, ૩-ભિક્ષા, ૪-ઇર્યા, ૫-આલોચના, ૬-ભોજન, ૭-પાત્રકધાવન, ૮-વિચાર, ૯-સ્થંડિલ અને ૧૦-આવશ્યકના ભેદથી પ્રતિદિન થનારી દશ પ્રકારની થાય છે.
सम्प्रति वैयावृत्त्यमाह—
प्रभुसिद्धान्तोदितसेवाद्यनुष्ठानप्रवृत्तिमत्त्वं वैयावृत्त्यम् । तच्चाचार्योपाध्यायतपस्विशैक्षकग्लानकुलगणसंघसाधुसमनोज्ञ भेदाद्दशविधम् । एतल्लक्षणान्यग्रे वक्ष्यन्ते |२७|