________________
સૂત્ર - ૨૨-૨૨-૨૩, મમ: શિર :
५६९
करणासमर्थो वा ग्लानासहबालवृद्धादिस्तथाविधतप:श्रद्धानरहितो वा निष्कारणतोऽपवादरुचिर्वेति ध्येयम् ॥
છેદનામક પ્રાયશ્ચિત્તભાવાર્થ - તપથી અવિનાશ્યનું દિવસ-માસ આદિના ક્રમથી શ્રમણપર્યાયનું અપનયન કરવું, તે “છેદ' કહેવાય છે.
વિવેચન - મુનિને જયારે તપથી અશક્ય વિશોધિ થાય છે, ત્યારે જે મહાવ્રતના આરોપણકાળથી આરંભી અહોરાત્રપંચક આદિ રૂપ ક્રમથી શ્રમણપણાના પર્યાયનું છેદન કરાય છે, તે “છેદ' નામક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. વ્રિતના પર્યાયનું માત્ર છેદન, એ “છેદ છે. સર્વ પર્યાયનો છેદ તો “છેદ' થતો (કહેવાતો) નથી. જો સર્વ પર્યાયનો છેદ હોય, તો તે “મૂલપ્રાયશ્ચિત્ત' કહેવાય છે. (થાય.) જેમ શેષ અંગની રક્ષા માટે વ્યાધિથી દૂષિત અંગ છેડાય છે, એમ વ્રતના શેષ પર્યાયની રક્ષા માટે અતિચારના અનુમાનથી દૂષિત (અપરાધના અનુરૂપ) પર્યાય જ છેદાય છે, એમ ભાવ છે.]
દુર્દમ તપસ્વી-છ મહિનાના ક્ષપણ (ઉપવાસ) કરનાર (ક્ષપક) અથવા અન્ય-બીજો (૪) ઉપવાસથી માંડી છ માસ સુધીનો તપ કરનાર, વિકૃષ્ટ તપ કરવામાં સમર્થ, જયારે તપથી ગર્વિત (અભિમાની) થાય છે અને “મારે આ તપથી શું ?-એવા વિચારવાળો, અથવા તપ કરવામાં અસમર્થ-ગ્લાન-અશક્ત-બાલ-વૃદ્ધ આદિ, તથા પ્રકારના તપની શ્રદ્ધાથી રહિત, અથવા કારણ વગર અપવાદમાં (અપવાદસેવનમાં) રૂચિવાળો છેદ પ્રાયશ્ચિત્ત'ને યોગ્ય છે, એમ વિચારવું.
मूलमाहप्रारम्भतः पुनर्महाव्रतारोपणं मूलम् ।२३।
प्रारम्भत इति । यस्मिन् समापतिते निरवशेषपर्यायोच्छेदमाधाय पुनर्महाव्रतारोपणं क्रियते तादृशं प्रायश्चित्तं मूलमित्यर्थः । आकुट्टया पञ्चेन्द्रियवधे विहिते दर्पण मैथुने सेविते मृषावादादत्तादानपरिग्रहेषु प्रतिसेवितेषूत्कृष्टेषु नाकुट्टया पुनः पुनस्सेवितेषु वा मूलाभिधानमेतत्प्रायश्चित्तं भवतीति भावः ॥
મૂલનામક પ્રાયશ્ચિત્તનું વર્ણનભાવાર્થ – પ્રારંભથી, ફરીથી મહાવ્રતોનું આરોપણ, એ “મૂલ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. | વિવેચન - જે પાપ (અપરાધ) થયે છતે સંપૂર્ણ શ્રમણપર્યાયનો ઉચ્છેદ કરીને ફરીથી મહાવ્રતોનું આરોપણ કરાય છે, તેવું પ્રાયશ્ચિત્ત “મૂલ' કહેવાય છે, એવો અર્થ છે. આકથિી (જાણી જોઈને
n
=
LE
गुणभङसम्पर्के वान्तदर्शनचारित्रे त्यक्तदशविधसामाचारीरूपे तपोगर्वितादिषु च मूलं प्रायश्चित्तं बोध्यम् । नवमदशमप्रायश्चित्तापत्तावपि भिक्षोर्मूलमेव प्रायश्चित्तं, अकृतकरणस्याचार्यस्य कृतकरणस्योपाध्यायस्य त्वनवस्थाप्यं प्रायश्चित्तमिति ॥