________________
५६०
तत्त्वन्यायविभाकरे सम्प्रति कायक्लेशं लक्षयति - केशोल्लुचनादिक्लेशसहनं कायक्लेशः ।११।
केशेति । कायसम्बन्धी क्लेशः कायक्लेशः, सोऽपि यथातथारूपो न कायक्लेशात्मकं तपोऽत उक्तं केशोल्लुञ्चनादीति । आदिना कायोत्सर्गवीरोत्कटुकासनैकपार्श्वदण्डायतशयनातापनाऽप्रावृतादीनां ग्रहणम्, तथा चागमानुसारिकेशोल्लुञ्चनादिजन्यक्लेशसहनत्वं लक्षणम् । संसार्यवस्थायां हि शरीरात्मनोरन्यानुगतत्वेनाभेदात् सति कायक्लेशे तदद्वाराऽऽत्मनोऽपि क्लेशोत्पत्त्या कर्मनिर्जरणादेषां तपोरूपत्वं, विनैकत्वपरिणतिमात्मनस्सुखदुःखासम्भवात् । स्वमात्रकृतकायक्लेशरूपत्वाद्बुद्धिपूर्वकत्वाच्चास्य स्वपरनिमित्तकात् यादृच्छिकोपनताच्च क्षुधादितो विशेषोऽवसेयः ॥
કાયકલેશનું લક્ષણભાવાર્થ – કેશના લોચ વગેરે ક્લેશનું સહન કરવું, તે “કાયક્લેશ' તપ છે.
વિવેચન - શરીર સંબંધી ક્લેશ (બાધન) કાયક્લેશ, તે જેવો તેવો કાયક્લેશ તપ નથી. માટે કહેલ છે. કે-કેશોલુંચનાદિ ઇતિ, આદિ પદથી કાયોત્સર્ગ-વીરાસન-ઉત્કટાસન (ગાયને દોહતી વેળા જેમ બેસાય છે તેમ બેસવું), એક પાર્થ (એક પાસાભર બેસવું), દંડાયતશયન-આતાપના લેવી, વસ્ત્ર વગરના રહેવું, લોચ કરવો, ઇત્યાદિ કષ્ટ, તે “કાયક્લેશ.” તથાચ આગમ અનુસાર કેશોલુંચન આદિ જન્ય ફ્લેશસહનપણું, એ કાયક્લેશ તપનું લક્ષણ છે.
ખરેખર, સંસારી અવસ્થામાં શ્રી સર્વજ્ઞકથિત આગમ અનુસાર કેશલોચ-આતાપના આદિ કાયક્લેશ વિશિષ્ટ ઇષ્ટફલસાધક છે, કેમ કે-આગમકથિત હોયે છતે કાયક્લેશ છે. જેમ કે-વૃક્ષ, મૂળ આદિ સેવનવીરાસન-નિષ્પતિ ક્રિયા, અસ્નાનક આદિ, આવા અનુમાનથી કેશોત્સુચન આદિ કાયક્લેશનું કર્મનિર્જરાનું હેતુપણું સિદ્ધ થાય છે. આવા આશયથી કહે છે કે-સંસારી અવસ્થામાં શરીર અને આત્મા પરસ્પર અનુગત (વ્યાપ્ત) હોઈ, અભિન્ન હોઈ, કાયક્લેશ હોય છતે, તે કાયદ્વારા આત્મામાં ક્લેશની ઉત્પત્તિ હોવાથી, કર્મનિર્જરા થવાથી આ કાયક્લેશ આદિનું તારૂપપણું છે, કેમ કે-એકતા નામક પરિણતિ સિવાય સંસારી આત્મામાં સુખ-દુઃખનો અસંભવ (અભાવ) છે.
૦ પોતે જ માત્ર કરેલ કાયક્લેશ હોવાથી, બુદ્ધિપૂર્વક હોવાથી આનું (કાયક્લેશનું) સ્વ-પરનિમિત્તજન્ય અને યાદચ્છિક (દૈવયોગે) સ્વતંત્રપણાએ ઉપનત (ઉપસ્થિત) સુધા આદિથી વિશેષ-ભેદ જાણવો. -- १. सर्वज्ञप्रणीतागमानुसारिकेशोल्लुञ्चनाऽऽतापनानशनादिकायक्लेशो विशिष्टेष्टफलसाधकः, आगमोदितत्वे सति कायक्लेशत्वात् वृक्षमूलादिसेवनवीरासननिष्प्रतिक्रियादिवदित्यनुमानेन केशोल्लञ्चनादिकायक्लेशस्य कर्मविच्छेदहेतुत्वं सिद्धयतीत्याशयेनाह संसार्यवस्थायामिति ॥