________________
५५८
तत्त्वन्यायविभाकरे खण्डशर्करावर्जा । घृताद्यवगाहनिष्पन्नाश्शष्कुलीप्रभृतयोऽवगाह्याः, एतासां रसविकृतीनां प्रत्याख्यानं तपः, तत्रापि मांसादिचतुण्र्णां सर्वथा परित्यागः कार्य एव, क्षीरादिविकृतिषु सर्वेषां परित्यागस्तपस्तत्रासामर्थ्य द्विव्यादिपरिग्रहेऽपि न तपो व्याहन्यते, तप्तायःपिण्डप्रक्षिप्तघृतादिबिन्दुवदित्येतत्सूचनाय द्विव्यादीनां त्यागपुरस्सरमित्युक्तमिति बोध्यम् । न चानशनोनोदरिकारसत्यागानां वृत्तिपरिसंख्यानावरुद्धत्वेन पृथङ् निर्देशोऽनुचितो भिक्षाचरणे नियमकारित्वस्य सर्वत्राविशेषादिति वाच्यम, विशेषात, भिक्षाचरणे प्रवर्त्तमानो हि साधुरेतावत्क्षेत्रविषयां कायचेष्टां कुर्वीत, कदाचिद्यथाशक्ति विषयगणनार्थं वृत्तिपरिसंख्यानं क्रियते । अनशनन्त्वभ्यवहर्त्तव्यनिवृत्ति, ऊनोदरिकारसपरित्यागावभ्यवहर्त्तव्यैकदेशनिवृत्तिपरावतो महान्भेद इति ध्येयम् ॥
રસત્યાગસ્વરૂપનું વર્ણનભાવાર્થ - રસવાળા પદાર્થોમાંથી બે-ત્રણ આદિના ત્યાગપૂર્વક વિરસ-લુખ્ખા વગેરે આહારનું ગ્રહણ, એ “રસત્યાગ' કહેવાય છે.
વિવેચન - રસત્યાગ નામક પદમાં રહેલ રસ શબ્દ ગુણવિશેષવાચક છે છતાં અહીં ગુણવાચક જ છે, કેમ કે-રસવાળા પદાર્થોનો પરિત્યાગ જ અભિમત-ઈષ્ટ છે. જેમ કે-“શુક્લપટ.” (ધોળા રંગવાળું કપડું) એથી રસત્યાગ'-એ લક્ષ્યવાચક પદ છે. દ્રવ્યોના ત્યાગપૂર્વક જ રસનો ત્યાગ છે, એમ સૂચવવા માટે “રસવત્'એમ કહેલું છે.
૦ સઘળા જ રસવાળા પદાર્થોનો પરિત્યાગ એ રસત્યાગ નથી, પરંતુ બે-ત્રણ-ચાર આદિ રસવાળા પદાર્થોનો પણ પરિત્યાગ “રસત્યાગ' કહેવાય છે. અનશનમાં પણ બે-ત્રણ આદિનો પરિત્યાગ છે જ, કેમ કે તે અનશન, સર્વ રસવાળા પદાર્થોના ત્યાગરૂપ છે. આવી આશંકાના સમાધાનમાં કહે છે કેવિરસ-રૂક્ષ આદિ.
શંકા – “રૂપ-રસ-ગંધ-સ્પર્શવાળા પુદ્ગલો હોય છે.'-આવો નિયમ હોઈ, બધાય પદાર્થો રસવાળા હોઈ, ‘વિરસ આહારની સંગતિ કેવી રીતે?
સમાધાન - અહીં વિરસતાનો વિવક્ષિત અર્થ પ્રકૃષ્ટ રસની શૂન્યતા જ છે. વિરસ એટલે વિકૃતિઓ (વિગઈઓ)થી રહિત, રૂક્ષ એટલે પ્રકૃષ્ટ રસશૂન્ય (લખું).
૦ મનના વિકારમાં હેતુભૂત, ખરેખર, મઘ (દારૂ)-માંસ-મધ-માખણરૂપ પદાર્થો મહા વિકૃતિરૂપ છે. (અભક્ષ્ય વિગઈ) અને દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ-વૃત આદિ અવગાહ-નિષ્પન્ન (ઘીથી કે તેલથી તળેલું પકવાન્ન) ભસ્થ વિગઈરૂપ છે. પ્રકૃતિ સાવદ્યરૂપ મઘ (દારૂ), ગૌડ (ગુડ-શેરડી આદિ દ્રવ્ય), પિષ્ટ (જુવારના લોટને કોહરાવી બનાવેલ ભૂકો-લોટ-ચૂર્ણ) તેલનું ચૂર્ણ (ખોળ), દ્રાક્ષ (દ્રાક્ષનો દારૂ), ખજૂર-મહુવાસુરાબીજ વગેરે દ્રવ્યોથી થનારું, અસંખ્ય જીવોની ઉત્પત્તિનું સ્થાનરૂપ મધ, જીવને પરવશ (વિષગરાદિવ)