________________
तत्त्वन्यायविभाकरे
ઊનોદરિકા બાહ્ય તપનું વર્ણનભાવાર્થ - પોતાના આહારના પરિમાણ કરતાં અલ્પ આહારનું પરિગ્રહણ, એ ઉનોદરિકા તપ કહેવાય છે.
વિવેચન - જે પુરુષનું જેટલું આહારનું પરિમાણ છે, તેના કરતાં અલ્પ આહારનું ગ્રહણ, મોટા-નાના પરિમાણવાળા કવલોને (કોળિયાઓને) છોડી, મધ્યમ કવલ વડે પુરુષના બત્રીસ (૩૨) કવલવાળા, સ્ત્રીના અઠ્ઠાવીસ (૨૮) કવલવાળા પ્રમાણરૂપ આહારમાં આઠ (૮), બાર (૧૨), સોલ (૧૬) અને ચોવીશ (૨૪) સંખ્યા, અથવા એક પણ ન્યૂનથી વર્તવું, તે “યૂન ઉદરિકા.” [અહીં આવો ભાવ છે. પુરુષનો (૩૨) બત્રીશ કવલપ્રમાણવાળો આહાર છે. ત્યાં એક કવલથી માંડી આઠ કવલ સુધી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટવિશિષ્ટ અલ્પાહાર નામક ઉનોદરિકા' કહેવાય છે. (૯) નવ કવલોથી માંડીને (૧૨) બાર કવલો “અપાધ-ઉપાધિ ઉનોદરિકા' કહેવાય છે. (૧૩) તેર કવલોથી માંડી સોલ (૧૬) કવલો “ત્રિભાગોનોદરિકા'-“સંપૂર્ણ અર્ધ ઊનોદરિકા' કહેવાય છે. (૧૭) સત્તરથી માંડી (૨૪) ચોવીશ કવલો “પ્રાપ્તોનોદરિકા' કહેવાય છે. (૨૫) પચ્ચીશથી માંડી (૩૧) એકત્રીશ સુધી કવલો “કિંચિઉનોદરિકા' કહેવાય છે. એ પ્રમાણે સ્ત્રીઓનું પણ પુરુષના અનુસારે જાણવું.].
અહીં અનશન આદિમાં “સમ્યકત્વ સહિતત્વ’એવું વિશેષણ આપવું અને તે આગમ પ્રમાણે સમજવાનું છે. તેથી રાજાએ-શત્રુએ, ચોર આદિથી કરેલ આહારના નિરોધ આદિનો વ્યવચ્છેદ જાણવો. ખરેખર, ઉપહત (હણાયેલ) ભાવવાળા પુરૂષનું અનશન આદિ સંયમરક્ષણ માટે કે કર્મનિર્જરા માટે સમર્થ થતા નથી.
अथ वृत्तिसंक्षेपमाहनानाविधाभिग्रहधारणेन भिक्षावृत्तेः प्रतिरोधनं वृत्तिसंक्षेपः ।९।
नानाविधेति । अभिग्रहो नियमस्स चागमविहितः, अनेकविधा येऽभिग्रहास्तेषां धारणेनावलम्बनेनेत्यर्थः, नियमाश्च भिक्षाविषयाः उत्क्षिप्तनिक्षिप्तान्तप्रान्तचर्यादिरूपा द्रव्यक्षेत्रकालभावप्रविभक्तां । यथा पटलकादिकं कडुच्छकादिनोपकरणेन दानयोग्यतया दायकेनोत्क्षिप्त यदि लप्स्ये तदा ग्रहीष्यामीत्यादिरूपाः, तानवलम्ब्यापरभिक्षाया यत्प्रतिरोधनं स वृत्तिसंक्षेपः, दत्तीनां नियमेन एकां दत्तिमद्य ग्रहीष्यामि द्वे वा तिस्रो वेत्यादिरूपेणेतरासां दत्तीनां प्रतिरोधोऽपि वृत्तिसंक्षेपस्तत्र दत्तिः पात्रकादौ पटलकादीनां यदेकमुखेन प्रक्षेपः सा । हस्तेन कडुच्छकेनोदङ्किकया वा यदुत्क्षिप्य ददाति सा भिक्षेति विशेषः ।
હવે વૃત્તિસંક્ષેપને કહે છેભાવાર્થ - નાના પ્રકારના અભિગ્રહના ધારણ દ્વારા ભિક્ષાવૃત્તિમાં પ્રતિરોધ, એ “વૃત્તિસંક્ષેપ.”
વિવેચન - અભિગ્રહ એટલે નિયમ. વળી તે આગમમાં વિહિત સમજવો. અનેક પ્રકારના જે અભિગ્રહો, તે અભિગ્રહોના ધારણથી ભિક્ષાવિષયકો, ઉક્ષિપ્ત-નિક્ષિપ્ત અંત-પ્રાંત-ચર્યા રૂપ, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવના વિભાગથી યુક્ત નિયમો, એ “અભિગ્રહો' કહેવાય છે.