________________
५५०
तत्त्वन्यायविभाकरे જે નિર્જરામાં જનકપણાએ વિશિષ્ટ બુદ્ધિરૂપ કામ નથી, માટે “અકામા' કહેવાય છે. નરક-તિર્યંચમનુષ્ય-દેવોમાં આચ્છાદાન આદિ રૂપ વિપમાન જ્ઞાનાવરણ આદિ કર્મની જે નિર્જરા, તે “અકામા કહેવાય છે, કેમ કે તે નારક આદિ જીવોએ તે કર્મનિર્જરા માટે તપ કે પરીષહ ઇષ્ટ ઇશ્કેલ નથી.
૦ સકામનિર્જરાને કહે છે કે-માત્ર સમ્યગ્દર્શન(સમકિત)વાળો, શક્તિના અનુસાર બાર (૧૨) પ્રકારકના શ્રાવકધર્મમાંથી એક પ્રકારને પમ કરનારો દેશવિરતિધર' અને સમકિતવાળો સાધુધર્મને કરનારો જાવજજીવ સુધી સર્વ પ્રાણાતિપાત આદિથી વિરત “સર્વવિરત' કહેવાય છે. તે સમ્યગ્દષ્ટિ આદિની સાભિલાષ એટલે વિશિષ્ટ બુદ્ધિપૂર્વક એવો અર્થ છે.
કર્મક્ષયાયકૃત પ્રયત્નાનાં ઈતિ. આનુષંગિક દેવપણા આદિમાં નિઃસ્પૃહતા હોવાથી મુખ્ય લક્ષ્યરૂપ કર્મક્ષય માટે પ્રવૃત્તિ કરનારા, તે સમ્યગ્દષ્ટિ આદિની નિર્જરા “સકામનિર્જરા.”
૦ તે સમ્યગ્દષ્ટિ આદિઓની નિર્જરા સમાન નથી, પરંતુ ઉપર ઉપરના ગુણસ્થાનવર્તી આત્માઓની અસંખ્યાતગુણી નિર્જરા હોય છે, એમ જાણવું. (નિમ્નસ્થ કરતાં ઉચ્ચસ્થોની નિર્જરા અસંખ્યાતગુણી છે.
અકામનિર્જરાને કહે છે કે-મિથ્યાદષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ વગરનાની નિર્જરા.
“ઐહિકસુખાય કૃતપ્રયત્નાનાં ઇતિ. જે કોઈ વિશિષ્ટ મિથ્યાષ્ટિઓ “સ્વર્ગ આદિ માટે અમે તપ કરીએ છીએ'-આવા ઇરાદાવાળાઓ પણ પ્રવૃત્તિ કરે છે, તે મિથ્યાષ્ટિઓની પણ નિર્જરા “અકામનિર્જરા કહેવાય છે, કેમ કે-તેવી અભિસંધિ-ઇરાદો અજ્ઞાનરૂપ હોઈ અકામ જ છે.
તે મિથ્યાષ્ટિઓએ માનેલ તાપણા આદિ રૂપથી કર્મોનો વિધ્વંસ “અકામનિર્જરા.” આ નિર્જરા કર્મપુદ્ગલદ્રવ્યધ્વસ રૂપ હોઈ ‘દ્રવ્યનિર્જરા કહેવાય છે. તે દ્રવ્યનિર્જરામાં નિમિત્તભૂત આત્માનો અધ્યવસાય, એ “ભાવનિર્જરા’ કહેવાય છે. માટે કહે છે કે
निर्जरेयं कर्मपुद्गलद्रव्यध्वंसरूपत्वाद्रव्यनिर्जरेत्युच्यते, तन्निमित्तात्माध्यवसायो भावनिर्जरेत्युच्यत इत्याह
आत्मप्रदेशेभ्यः कर्मणां निर्जरणं द्रव्यनिर्जरा, निर्जरानिमित्तशुभाध्यवसायो भावनिर्जद्भद्ग ।।।
आत्मप्रदेशेभ्य इति । विश्लेषावधौ पञ्चमी, निर्जरणं पृथक्करणम्, न तु विध्वंसः, पञ्चम्यनुपपत्तेः । आत्मप्रदेशेषु कर्मसम्बन्धाभाव इति भावः ॥
१. निर्जरात्वेनैकविधापि साऽष्टविधकर्मापेक्षयाऽष्टविधाऽपि । द्वादशविधतपोजनितत्वेन च द्वादशविधाऽपि, अकामक्षुत्पिपासाशीतातपदंसमशकसहनब्रह्मचर्यधारणाद्यनेकविधक रणजनितत्वेनानेकविधापि, द्रव्यतो वस्त्रादेर्भावतः कर्मणामेवं द्विचिधाऽपि वा । ननु निर्जरामोक्षयोः कः प्रतिविशेषः ? उच्यते देशतः कर्मक्षयो निर्जरा, सर्वतस्तु मोक्ष इति ॥