________________
સૂત્ર - ૨, ગણમ: વિર :
५४७ अबाधाकालक्षयेण करणविशेषेणोदीरणाकरणेन । रसोदयपूर्वकमनुभवनमिति, रससहितस्यानुसमयमिच्छयाऽनिच्छया वाऽनुभूतिरिति भावः । प्रदेशोदयस्वरूपमाहानुदयेति । यत्कर्माप्राप्तविपाककालमौपक्रमिकक्रियाविशेषसामर्थ्यादनुदीर्णं बलादुदयप्राप्तायां स्वसमानकालीनायां स्वसजातीयायाञ्च प्रकृतौ संक्रमय्य वीर्यविशेषत आम्रपनसादिपाकवद्वेद्यते स प्रदेशोदय इत्यर्थः, तत्रापि रसोऽस्त्येवेति सूचयितुं प्रदेशोदय इत्यनुक्त्वा प्रदेशानुभव इत्युक्तं, अनुभावो रसो ज्ञेय इत्युक्त्याऽनुभवशब्देन रसप्रतीतेः । स्वसमानकालीनायां प्रकृतौ संक्रमो न सम्भवतीति सूचयितुं समानकालीनेति पदम्, भिन्नजातीयायाञ्च प्रकृतौ तन्न भवतीति सूचयितुं सजातीयेत्युक्तं, साजात्यञ्च मूलप्रकृतिविभाजकतावच्छेदकधर्मेण । तेन कर्मत्वेन सजातीयत्वेऽपि ज्ञानावरणादौ दर्शनावरणादेर्न सक्रम इति भावः ॥
વિપાકોદયભાવાર્થ - આ નિર્જરારૂપ વિધ્વંસ, વિપાકરૂપ ઉદયથી અને પ્રદેશરૂપ ઉદયથી બે પ્રકારનો હોય છે. વળી વિપાક ઉદય એટલે મિથ્યાત્વ આદિ હેતુજન્ય કર્મયુગલોના જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિનો અને તીવ્ર મંદ રસોનો, અથવા જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, તીવ્ર મંદ રસવાળા, સ્વભાવથી કે કરણવિશેષથી (ઉદીરણા નામકરણથી) ઉદય આવલિકામાં પ્રવિષ્ટ, મિથ્યાત્વ આદિ હેતુજન્ય કર્મપુદ્ગલોનો રસના ઉદયપૂર્વકનો અનુભવ, એ “વિપાકોદય' કહેવાય છે. પ્રદેશાનુભવ એટલે નહિ ઉદય પ્રાપ્ત એવા કર્મપ્રકૃતિના દલિકનો, ઉદયપ્રાપ્ત-સમાન કાળવર્તી સમાન જાતિવાળી કર્મપ્રકૃતિમાં સંક્રમાવી અનુભવ કરવો, એ “પ્રદેશાનુભવ’ કહેવાય છે.
વિવેચન - વિપાક એટલે વિપચન-પાકવું તે અર્થાત્ ઉદય આવલિકામાં પ્રવેશ તે “વિપાક, અથવા પરિણામવાળા કર્મોનું તીવ્રપણાએ, શુભ પરિણામવાળાનું મંદપણાએ અથવા તેનાથી વિપરીતરૂપે કર્મોનો નાના પ્રકારનો પાક-શુભાશુભ કર્મોના ફળનો ઉપભોગ, એ “વિપાક' કહેવાય છે.
૦ “પ્રદેશોદયેન ચં ઇતિ=પ્રદેશોદય વડે એટલે સંક્રમણ વડે.
૦ “મિથ્યાત્વ આદિ' ઇતિ–મિથ્યાદર્શન-અવિરતિ-કષાયયોગરૂપ હેતુઓથી બાંધેલ જ્ઞાનાવરણદર્શનાવરણ-વેદનીય-મોહનીય-આયુષ્ક-નામ-ગોત્ર અને અંતરાયરૂપ કર્મપુગલોનો, એવો અર્થ કરવો.
૦ “જઘન્ય ઇતિ=જઘન્ય, સ્થિતિવાળા, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, મંદ રસવાળા અને તીવ્ર રસવાળા, એવો અર્થ જાણવો.
૦ અધ્યવસાય આદિની વિચિત્રતાથી આ સ્થિતિ, રસ આદિની વિચિત્રતા જાણવી,
૦ “સ્વભાવેન' ઇતિ=આદિથી ખરેખર, ઉદય આવલિકા પ્રવેશ, શુદ્ધ અને પ્રાયોગિક ભેદથી બે પ્રકારનો છે. શુદ્ધ એટલે અબાધાના કાળના ક્ષયથી ઉદયાવલિકામાં પ્રવેશ, એ “શુદ્ધ ઉદયાવલિકા પ્રવેશ' કહેવાય છે.