________________
तत्त्वन्यायविभाकरे
થાય છે; માટે મિથ્યા શ્રદ્ધા-સંવિદ્-ચરણવાળામાં વ્યભિચાર-અતિવ્યાપ્તિ વારવા માટે સમ્યફ રૂપી વિશેષણપદ શ્રદ્ધા-સંવિદ્-ચરણની આગળ સ્વીકારેલ છે.
શ્રદ્ધાદિ ક્રમવિન્યાસનો હેતુ ઉત્તર-ઉત્તરપદની વિદ્યમાનતામાં પૂર્વ-પૂર્વપદની અવશ્ય સત્તા છે, તેમજ ઉત્તર-ઉત્તરપદ લાભમાં પૂર્વ-પૂર્વપદના લાભની અવશ્ય સત્તા છે. આવો નિયમ દર્શાવવા માટે “સમ્યફ શ્રદ્ધા- સમ્યફ સંવિદ્-સમ્યફ ચરણ'- આવા ક્રમની રચના કરેલ છે.
અર્થાત્ સમ્યફ સંવિની સત્તામાં અવશ્ય સમ્યફ શ્રદ્ધા છે તથા સમ્યફ ચરણની સત્તામાં અવશ્ય સમ્યફ શ્રદ્ધા અને અવશ્ય સમ્યફ સંવત્ છે.
તથાચ જ્યાં સ્વયંબુદ્ધ (બાહ્ય નિમિત્ત સિવાય પોતાની મેળે જ જાતિસ્મરણ આદિથી બોધ પામેલા) આદિ પ્રત્યેકબુદ્ધ આદિ આત્માઓને સમ્યફ સંવિત જલદી-એકદમ ઉદય થાય છે. ત્યાં પણ નિસર્ગ સમ્યફ શ્રદ્ધાની સત્તા છે જ; કેમ કે-તત્ત્વરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધાનો વ્યભિચાર નથી. અર્થાત્ જ્યાં સમ્યફ સંવિત છે, ત્યાં અવશ્ય સમ્યફ શ્રદ્ધા છે જ. આ વ્યાપ્તિ અખંડ નિર્દેષ્ટ છે.
શંકા-પૂર્વની સત્તામાં ઉત્તરની સત્તાનો નિયમ નથી. જેમ કે- સમ્યગ્દર્શનની સત્તામાં સમ્યફ સંવિની સત્તા હોય ખરી અને ન પણ હોય. આ વાત ઉચિત લાગતી નથી, કેમ કે-અજ્ઞાનપૂર્વક શ્રદ્ધાનો પ્રસંગ આવી જાય !
વળી અવિજ્ઞાત (વિશેષતઃ નહિ જાણેલ) જીવ આદિમાં તત્ત્વનિશ્ચય રૂપ શ્રદ્ધાનનો અસંભવ હોઈ સમ્યફ શ્રદ્ધાના અભાવનો પ્રસંગ આવી જાય ! વળી મિથ્યાજ્ઞાનના અભાવમાં ઉત્પન્ન એવી શ્રદ્ધા છતાંય જ્ઞાનની અપ્રાપ્તિ માનતાં આત્માને જ્ઞાનરૂપ ઉપયોગના અભાવનો પ્રસંગ આવી જાય ને?
સમાધાન- જેટલું જ્ઞાન વિદ્યમાન છતાં, “આ જ્ઞાન છે'- એવી પરિસમાપ્તિ- પર્યાપ્તિ થાય અર્થાત્ સમ્યજ્ઞાનજ્ઞાપક પૂર્ણ જ્ઞાન રૂપ તેટલા જ્ઞાનના અનિયમની ઉક્તિ છે. અર્થાત્ જેમ ઉત્તર ઉત્તરની સત્તામાં પૂર્વ પૂર્વની સત્તાનો નિયમ છે, તેમ પૂર્વ પૂર્વની સત્તામાં ઉત્તર ઉત્તરની સત્તામાં વિકલ્પ રૂપ અનિયમ છે. જેમ કે- સમ્યગ્દર્શનના લાભમાં જ્ઞાન અને ચારિત્રનો વિકલ્પ છે, કેમ કે-દેવ, નારક, તિર્યંચ અને કેટલાક મનુષ્યોને સમતિ હોવા છતાં, આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટ આદિ વિષયક જ્ઞાનની અસત્તા હોય છે અને દેશ કે સર્વચરિત્ર હોતું નથી; તથા જ્ઞાન પ્રાપ્ત થતાં કેટલાકને ચારિત્રમોહનીય કર્મના ઉદયથી નિયમા ચારિત્ર સંભવતું નથી.
કહેવાનો આશય એવો છે કે- સમ્યફ રૂચિ રૂપ શ્રદ્ધામાં મતિજ્ઞાનના અપાયાંશ રૂપ જ્ઞાન છે, છતાં અપેક્ષાએ આગમ આદિ સંબંધી વિશિષ્ટ જ્ઞાનના અભાવનો વિકલ્પ છે.
શ્રદ્ધા અને જ્ઞાનનો ભેદ કારણભેદે ભેદ- સમ્યફ શ્રદ્ધાની ઉત્પત્તિમાં (૧) ક્ષયોપશમ, (૨) ક્ષય અને (૩) ઉપશમ-એમ ત્રણ કારણ છે, જ્યારે સમ્યફ સંવિની ઉત્પત્તિમાં (૧) ક્ષય અને (૨) ક્ષયોપશમ-એમ બે કારણ છે. એમ કારણભેદથી શ્રદ્ધા અને જ્ઞાનનો ભેદ છે.