________________
४९६
तत्त्वन्यायविभाकरे
चतुर्थयोस्तु जायते चरणं प्रतिपद्यते चेति बोध्यम् । सद्भावमाश्रित्य तु तस्य तृतीयचतुर्थयोरेव सत्तेत्याह सद्भावत इति । तयोरेव चरणप्रतिपत्तेरिति भावः । यत्र क्वापीति, षट्स्वपीति भावः । पूर्वक्रमविपरीतेष्विति, सुषमदुष्षमादुष्षमसुषमादुष्षमारूपेष्वित्यर्थः । संहरणतस्त्विति, देवादिकृतसंहरणावच्छेदेनेत्यर्थः । सर्वेष्विति, अरकेष्विति शेषः, यस्य कस्यचिदरकस्य सदृशः कालो यत्र तत्रापीत्यर्थः । सुषमसुषमायाः सदृशः कालो देवकुरूत्तरकुरुषु, सुषमासमकालो हरिवर्षरम्यकेषु, सुषमदुष्षमासमानकालो हैमवतैरण्यवतेषु, दुष्षमसुषमातुल्यकालो महाविदेहेषु, दुष्षमादुष्षमदुष्षमासन्निभः कालो न क्वापि क्षेत्र इति बोध्यम् । छेदोपस्थापनीयस्य प्रायः सामायिकतुल्यत्वेऽपि तत्र यो विशेषस्तमाहैवमित्यादिना, प्राय इति शेषः । छेदोपस्थापनीयः प्राय एवमेव सामायिकवदेवेत्यर्थः । प्रायश्शब्दसूचितं विशेषमाह परन्त्विति । छेदोपस्थापनीयस्य चतुर्विधारकतुल्यारकवत्सु क्षेत्रेषु नो जन्म न वा सद्भावः, संहरणतस्तु स्यात्सद्भाव इति भावः ॥
(૧૩) કાલદ્વારભાવાર્થ - સામાયિક સંયત ઉત્સર્પિણીકાળમાં, અવસર્પિણીકાળમાં, નોઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ પણ કાળમાં હોય છે. ત્યાં જો ઉત્સર્પિણીમાં હોય, ત્યારે જન્મથી દુઃષમાં-દુઃષમ-સુષમાસુષમ-દુઃષમારૂપ ત્રણ આરાઓમાં, સદ્ભાવ(સંભવ)થી ચોથા આરામાં, સંહરણની અપેક્ષાએ ગમે તે કાળમાં હોય. જો અવસર્પિણીમાં હોય, ત્યારે જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ પૂર્વના ક્રમથી વિપરીત એવા (૩)જા, (૪)થા અને (૫)મા આરાઓમાં સંહરણની અપેક્ષાએ સઘળાય આરાઓમાં હોય. જો નોઉત્સર્પિણી અવસર્પિણીમાં હોય, ત્યારે દુઃષમસુષમા સમાન આરારૂપ કાળવાળા મહાવિદેહક્ષેત્રમાં હોય. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયતો પણ સમજવા. પરંતુ જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ નોઉત્સર્પિણી અવસર્પિણીકાળમાં હોતા નથી.
વિવેચન - ઉત્સર્પિણી-અવસર્પિણી-નોઉત્સર્પિણી અવસર્પિણી, એમ ત્રણ પ્રકારનો કાળ છે. ત્યાં પહેલાના બે કાળ ભરત અને ઐરાવતક્ષેત્રમાં હોય છે. ત્રીજો (નોઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળ) મહાવિદેહ-હૈમવત આદિ ક્ષેત્રમાં હોય છે.
જન્મતો દુઃષમા” ઇતિ=(૨)જા, ૩(જા) અને (૪)થા રૂપ આરાઓમાં, એવો અર્થ કરવો. ત્યાં બીજા આરાના અંતે જન્મેલ છે અને ત્રીજા આરામાં ચારિત્ર લે છે, ત્રીજા-ચોથા આરામાં જન્મ લે છે અને ત્રીજાચોથા આરામાં ચારિત્ર લે છે, એમ સમજવું. સદ્દભાવ(સત્તા)ની અપેક્ષાએ તો તે સામાયિક સંયતની ત્રીજાચોથા આરામાં જ સત્તા હોય છે, માટે કહે છે કે-“સદૂભાવતઃ ઇતિ. અર્થાત્ તે ત્રીજા અને ચોથા આરામાં જ ચારિત્રની પ્રતિપત્તિ (આદર-સ્વીકાર) છે, એમ ભાવ સમજવો.
“યત્ર કવાપી'તિ=છએ આરાઓમાં પણ એવો ભાવ જાણવો. પૂર્વક્રમવિપરીતેષ ઇતિ=સુષમદુઃષમા-દુઃષમ-સુષમા દુઃષમાં રૂપ આરાઓમાં, એવો અર્થ જાણવો.