________________
तत्त्वन्यायविभाकरे
વિશેષ વાત એવી છે કે- દુઃખની નિવૃત્તિના અર્થીઓ પ્રત્યે સાંસારિક સુખહેતુ, ધર્મ-અર્થ-કામનો ઉપદેશ, દુઃખનો અત્યંત અભાવ નહિ કરનારા હોઈ, તે અભ્યદયજનક ધર્માર્થકામનો ઉપદેશ વસ્તુતઃ હિતોપદેશ રૂપ ગણાતો નથી.
શંકા-મુક્તિની પ્રસિદ્ધિમાં જ મુક્તિના ઉપાયનો ઉપદેશ યુક્તિયુક્ત છે, માટે તે મુક્તિનું જ આદિમાં નિરૂપણ કરવું ઉચિત છે, તો તેમ કેમ નથી કર્યું?
સમાધાન-ભાઈ, વાત એવી છે કે જિજ્ઞાસુને મોક્ષની જિજ્ઞાસા નથી, પરંતુ તેના ઉપાયની જ જિજ્ઞાસા છે. જો પહેલાં મોક્ષ દર્શાવવામાં આવે, તો જિજ્ઞાસુની જિજ્ઞાસાનું પ્રમાર્જન અશક્ય થતું હોઈ જિજ્ઞાસુની જિજ્ઞાસાની નિવૃત્તિ અકૃત બને ! (જિજ્ઞાસાની નિવૃત્તિ અવશ્ય કરવી જોઈએ તે બાકી રહી જાય.)
શંકા- તે જિજ્ઞાસુએ મુક્તિની જિજ્ઞાસા કેમ કરી નહિ?
સમાધાન- લોક ભિન્ન રૂચિવાળો હોય છે અને મુક્તિ નામક પુરુષાર્થ પ્રત્યે કોઈનો પણ વિરોધ નથી. અર્થાત્ કોઈ પણ વાદીને મોક્ષપુરુષાર્થના અસ્તિત્વ પ્રત્યે વિરોધ નથી, પણ મુક્તિના હેતુઓ પ્રત્યે વિસંવાદ છે. જેમ કે- સાંખ્ય આદિએ મુક્તિના હેતુ તરીકે ફક્ત જ્ઞાન વગેરે માનેલ છે, માટે મુક્તિની જિજ્ઞાસા કરી નથી.
શંકા- અરે ! મુક્તિ પ્રત્યે વાદીઓનો કેમ વિરોધ નથી? કેમ કે-કોઈ ભાવરૂપ મુક્તિ તો કોઈ અભાવ રૂપ મુક્તિ માને છે.
સમાધાન- ભાઈ, સર્વ વાદીઓને સાક્ષાત્ કે પરંપરાથી સમસ્ત કર્મના આત્યંતિક અભાવ રૂપ મોક્ષ વિરોધ વગર ઇષ્ટ છે.
શંકા- જો તમોએ પહેલાં મુક્તિના ઉપાયનો નિર્દેશ કરેલ છે, તો પહેલાં બંધના કારણનો નિર્દેશ કરવો જ પડશે ને? કેમ કે-મુક્તિ બંધપૂર્વક હોય છે. અર્થાત્ પહેલાં બંધ છે, તો પછી મુક્તિ સંભવિત છે ને?
સમાધાન- સંસારરૂપી જેલમાં પૂરાયેલ કેદીને મુક્તિના કારણના ઉપદેશ સિવાય આશ્વાસનનો અસંભવ છે.
વળી કુતીર્થિકોએ કહેલ મોક્ષના કારણે કારણાભાસના નિરાકરણનું પ્રયોજન છે. અર્થાત બદ્ધસંસારીઓને સંસારથી મુક્ત કરવાને સર્વજ્ઞપ્રણીત અતએ સત્ય મોક્ષના ઉપાયો દર્શાવવા અત્યંત ઉપયોગી અને ઉપકારી છે.
અતએવ- આ કારણથી “સર્વ વાક્ય સાવધારણું.” સઘળાં વાક્યો જકારવાળાં-નિશ્ચયાત્મક હોય છે. આવા ન્યાયથી (જો અવધારણ-નિશ્ચયાત્મક જકારનો પ્રયોગ ન કરવામાં આવે, તો બીજો મુક્તિનો ઉપાય હોઈ ઉપદેશ જ નિરર્થક થઈ જાય ! આ હતુથી) સમ્યફ શ્રદ્ધા-સંવિચરણો જ મુક્તિના ઉપાયો છે. આ પ્રમાણે મૂલનો અર્થ સમજવો.
અહીં ઉદ્દેશ્યવિધેયભાવ કામચાર (ઐચ્છિક-વૈકલ્પિક) હોઈ, સમ્યફ શ્રદ્ધા વગેરેને ઉદ્દેશ્ય માની ત્યાં જ એવકારના યોગમાં, અર્થાત્ સમ્યક શ્રદ્ધા વગેરે વિશેષ્ય ગત એવકારના યોગમાં “સમ્યફ શ્રદ્ધા વગેરે જ મોક્ષના ઉપાયો છે, બીજા નહિ.”