________________
| સં. ૨૦૨૬ વર્ષે ફક્ત સૂત્રાર્થ સાથે આ પુસ્તક અમોએ પ્રગટ કરેલ. તેમાં અમારી વિનંતિને માન આપીને, પૂજ્યપાદ તીર્થપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજે મહામૂલા ગ્રંથ ઉપર ‘આમુખ લખી મોકલેલ હતું. તે અતિ ઉપયોગી હોવાથી તેને આ ગ્રંથમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે.
દ્વિતીયાવૃત્તિના ગ્રંથપ્રકાશનના અનેકવિધ કાર્યોમાં પૂ. આચાર્ય શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરિજી મ.સા.ના શુભાશિષ પ્રાપ્ત થતા રહે છે તેની સાથે પૂ. ગણિવર વિક્રમસેનવિજયના અતિપરિશ્રમ લઈ સંપાદન કાર્ય સંભાળ્યું જેથી આ ગ્રંથ પ્રકાશન કરવાનું શક્ય બન્યું.
સંપૂર્ણ મેટરની પ્રુફ શુદ્ધિમાં પૂ. સાધ્વી હર્ષપદ્માશ્રી મ.ના શિષ્યા સાધ્વી અનંતસુવર્ણપદ્માશ્રી તથા સાધ્વી સરસ્વતીશ્રીજી મ.ની શિષ્યાઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થવાથી ગ્રંથપ્રકાશન ખૂબ જ ઝડપથી થવા પામ્યું, તેઓ સૌ પૂજયોના ચરણે અમારી લબ્ધિભુવન જૈ.સા. સ. સંસ્થા કોટિ કોટિ વંદના કરે છે.
પૂ. આચાર્યદેવેશ તથા પૂ. સાધ્વીજીભગવંતોની સત્રેરણાથી અનેક સંઘોએ ગ્રંથપ્રકાશનમાં જ્ઞાનદ્રવ્યના સદુપયોગ દ્વારા સહયોગ કર્યો તે પ્રશંસાપાત્ર છે. જેના પ્રતાપે આ દળદારગ્રંથ અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. તેથી તે સર્વેનો પણ આ તકે આભાર માનીએ છીએ.
પુસ્તકને સુઘડ અને સ્વચ્છ રીતે છાપી આપવા બદલ કીરિટ ગ્રાફિક્સના કિરીટભાઈશ્રેણિકભાઈ આદિ પ્રેસના સ્ટાફની લાગણી પણ પ્રશંસનીય છે.
પ્રાન્ત, તત્ત્વસભર ગ્રંથનો એકાગ્ર મને અભ્યાસ કરી સાધક આત્મા સ્વજીવનને ઉર્ધ્વગામી બનાવવા સતત પુરુષાર્થી બને, એ જ એક મંગલ કામના. શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ જે કંઈ પણ છપાયું કે લખાયું હોય, તો મિચ્છા મિ દુક્કડમ્...
– પ્રકાશક