________________
સૂત્ર - ર૭, સનમ: શિર :
४३३ સમાધાન - એમ ન બોલો, કેમ કે-પહેલાં તેઓની પાસે ક્ષયોપશમ જ હતો, ઉપશમ ન હતો; તેથી હમણાં ઉપશમ કરાય છે.
શંકા - ક્ષયોપશમ પણ ઉદય પામેલ કર્મ અંશ ક્ષીણ થયા બાદ અને નહિ ઉદય પામેલ કર્મનો અંશ ઉપશાન્ત થયા બાદ થાય છે. ઉપશમ પણ એવો જ છે-એવી જ રીતે થયેલ છે, માટે આ બંનેમાં વિશેષ તફાવત નથી. કેમ બરોબર છે ને?
સમાધાન - આ કથન બરોબર નથી, કેમ કે-ક્ષયોપશમના તે ગુણને આવરણ કરનાર કર્મનો પ્રદેશથી ઉદય રૂપ અનુભવે છે. ઉપશમમાં તો સર્વથા (પ્રદેશ ઉદયનો પણ) ઉદયનો અભાવ છે. આમ તફાવત સમજવો.
શંકા - જો ક્ષયોપશમ હોવા છતાંય મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયોનો પ્રદેશરૂપ અનુભવ છે, તો કેમ સમ્યકત્વ આદિ ગુણોનો વિઘાત ન થાય? કેમ કે તેના ઉદયથી નિયમથી વિદ્યમાન પણ સમ્યકત્વ આદિનો વિનાશ છે. જેમ કે-સાસ્વાદન સમ્યગ્દષ્ટિ.
સમાધાન- પ્રદેશરૂપે અનુભવ, મંદ અનુભાવ (રવિપાક)વાળો છે. ખરેખર, મંદરસવાળો ઉદય સ્વ આવાર્ય (આવરણયોગ્ય જ્ઞાનાદિ) ગુણનો વિનાશ કરવા માટે સમર્થ થતો નથી. જેમ કે-ચાર જ્ઞાનવાળાનો મતિજ્ઞાનાવરણ આદિનો વિપાક રૂપે પણ ઉદય-મંદ ઉદયના કારણે આવાર્યગુણનો ધ્વંસ કરવા માટે સમર્થ થતો નથી.
ઘટના તે આ પ્રમાણે મતિજ્ઞાન આવરણ આદિ ક્રમે ધ્રુવ ઉદયવાળું છે, કેમ કે-તે તે પ્રકૃતિ ધ્રુવોદયથી છે.
ધ્રુિવોદયી=૨૭=જ્ઞાનાવટ ૫, અંત, ૫, દર્શના૪, મિથ્યાત્વ, નિર્માણ, સ્થિર, અસ્થિર, તૈ. કા. વર્ણાદિ ૪, અગ-અશુભ-શુભ એ (૨૭) ધ્રુવોદયી પ્રકૃતિ છે. પોતાના ઉદયવિચ્છેદ સ્થાન (ગુણસ્થાન) સુધી જેનો ધ્રુવ-નિરંતર ઉદય હોય, તે ધ્રુવોદયી, એ અર્થ હોવાથી એ ૨૭ પ્રકૃતિઓ જે જે ગુણસ્થાને ઉદયવિચ્છેદ પામે છે, ત્યાં સુધી કોઈ પણ સમય ઉદયના અભાવવાળો નથી. એ પ્રકૃતિઓ અનાદિકાળથી ઉદયવાળી હોય છે. એમાં મિથ્યાત્વ પહેલા ગુણ૦ સુધી ધ્રુવોદયી છે. શેષ ૧૪ ઘાતી પ્રવૃતિઓ ક્ષીણમોહ (૧૨મા) સુધી ધ્રુવોદયી અને નામકર્મની ૧૨ પ્રકૃતિઓ તેરમા અંત સમય સુધી ધ્રુવોદયી છે.]
અથત અવશ્ય વિપાક રૂપે અનુભવયોગ્ય છે. વિપાક અનુભવની અપેક્ષાએ જ ધ્રુવ ઉદયપણાનું કથન છે. એવંચ તે મતિજ્ઞાનાવરણ આદિ ધ્રુવોદય કર્મ સમસ્ત ચાર જ્ઞાનવાળાના મતિ આદિ ચાર જ્ઞાનોમાં વિઘાત કરનારું થતું નથી, કેમ કે તે ધ્રુવોદયી કર્મનો ઉદય મંદરસવાળો છે. તે જ્યારે વિપાક(ઉદય)થી પણ અનુભવાતું કર્મ ધ્રુવોદયી કમ) મંદ અનુભવવાળા ઉદયના હિસાબે પોતાના આવાર્યગુણના વિઘાત માટે સમર્થ થતું નથી. ત્યારે તો પ્રદેશ ઉદયની અપેક્ષાએ અનુભવાતું મિથ્યાત્વ અનંતાનુબંધી પણ બિલકુલ તે સમ્યકત્વાદિ ગુણના વિઘાત માટે સમર્થ ન જ થાય. એમાં પૂછવાનું શું હોય? કેમ કે-તે પ્રદેશોદય અત્યંત મંદરસવાળો છે.
૦ અહીં ઉપશાન્તમોહ નામક ગુણસ્થાનમાં રહેલ જીવ એક (શાતા વેદનીય રૂપ) પ્રકૃતિનો બંધક છે.