________________
४२४
तत्त्वन्यायविभाकरे
પ્રકૃતિઓ તો બંધ ઉદયથી પણ પરાવર્તમાન છે. અશુભ પ્રને બાંધતો નથી. સમયે સમયે અશુભ કર્મોના રસને અનંતગુણ હાનિથી કરે છે અને શુભોના રસને અનંતગુણ વૃદ્ધિથી કરે છે.
૦ અને સ્થિતિબંધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધને પૂર્વપૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન કરે છે અને અન્તર્મુહૂર્ત પૂર્ણ થયે છતે ક્રમથી દરેક અન્તર્મુહૂર્વક યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરે છે અને ચોથા ઉપશમના કાળને કરે છે. કરણોનું સઘળું વર્ણન પણ કર્મપ્રકૃતિ નામના ગ્રંથથી જાણવું.
૦ વળી અનિવૃત્તિકરણ અદ્ધા(કાળ)ના સંખ્યાતા ભાગી ગયા બાદ એક ભાગ (રહ્યું છd, અનંતાનુબંધીઓની નીચેની (પ્રથમ) આવલિકા માત્રને છોડી, અન્તર્મુહૂર્ત પ્રમાણવાળા અન્તરકરણને નવીન સ્થિતિબંધના કાળસમાન અન્તર્મુહૂર્તમાં કરે છે. ઉકેરાતા (ઉવેલાતા) અંતરકરણના દલિકને બંધાતી પરમકૃતિઓમાં ફેંકે છે અને પ્રથમ સ્થિતિના આવલિકામાં રહેલ દલિકને તિબુકસંક્રમ વડે વેદાતી પરપ્રકૃતિઓમાં ફેંકે છે. તેમજ અંતરકરણ કર્યા બાદ બીજા સમયમાં અનંતાનુબંધીઓના ઉપરની (બીજી) સ્થિતિના દલિકને ઉપશમાવવા માટે આરંભ કરે છે. તે આ પ્રમાણે
૦ પ્રથમ સમયમાં થોડું, બીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગુણું અને ત્રીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગુણું, જયાં સુધી અન્તર્મુહૂર્તમાં પૂર્ણરૂપે અનંતાનુબંધીઓ-ઉપશમ પ્રાપ્ત થાય છે.
૦ ઉપશમના એટલે જેમ રેણુનો જથ્થો પાણીના બિંદુઓના સમૂહોથી સીંચી સીંચી ઘણ વગેરેથી કૂટેલો સ્થિર થાય છે, તેમ કર્મરૂપી રજનો જથ્થો પણ વિશુદ્ધિરૂપી જળના સમૂહથી સીંચી સીંચી અનિવૃત્તિકરણરૂપી ઘણથી ફૂટેલાં સંક્રમણ-ઉદય-ઉદીરણા-નિધત્ત-નિકાચનારૂપી કરણોને અયોગ્ય થાય છે.
૦બીજાઓ-કેટલાક તો અનંતાનુબંધીઓની ઉપશમના માનતા નથી, પરંતુ વિસંયોજના-ક્ષપણાને માને છે. તેનું વર્ણન પહેલાં થઈ ગયું છે.
૦ હવે દર્શનત્રિકની ઉપશમના કહેવાય છે. અહીં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિવાળો અને સંયમમાં વર્તતો, અન્તર્મુહૂર્તમાં દર્શનત્રિક ઉપશમાવે છે.
૦ અને તે ઉપશમાવતો પૂર્વે કહેલ ત્રણ કરણોના કરવા દ્વારા, વિશુદ્ધિથી વધતો અને અનિવૃત્તિકરણ અદ્ધા(કાળ)ના અસંખ્યાત ભાગો ગયા બાદ અંતરકરણ કરે છે.
૦ તે અંતરકરણ કરતો, સમ્યકત્વની અન્તર્મુહૂર્ત પ્રમાણવાળી પ્રથમ સ્થિતિને અને મિથ્યાત્વ-મિશ્રનું આવલિકા પ્રમાણવાળું ઉમેરાતું દલિક, ત્રણનાં પણ દલિકો, સમ્યકત્વની પ્રથમ સ્થિતિમાં ફેંકે છે.(નીચેના અન્તર્મુહૂર્તમાં) સંક્રમાવે છે. (મિથ્યાત્વની અને મિશ્રની સ્તિબુક આવલિકા બાકી રાખીને અને સમ્યકત્વમોહનીયની અન્તર્મુહૂર્ત સ્થિતિ નીચેથી બાકી રાખીને, તેથી ઉપરની અન્તર્મુહૂર્ત જેટલી સ્થિતિમાં નવા સ્થિતિબંધ જેટલા કાળે અંતર બનાવે. ત્યાં અંતર બનાવવાની સ્થિતિમાં રહેલા ત્રણેય દર્શનમોહનીયના કર્મપ્રદેશો પ્રતિસમય અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ પ્રમાણે સમ્યકત્વના બાકી રહેલા નીચેના અન્તર્મુહૂર્તમાં (પ્રથમ સ્થિતિમાં) સંક્રમાવે છે.)