________________
સૂત્ર - ૨૪, સમ: શિર :
४२१ ૦ વળી આ ત્રણ પણ કિષ્ટિવેદન કાળમાં ઉપરી (બીજી) સ્થિતિમાં રહેલ દલિકને સમયે સમયે અસંખ્યાતગુણ વૃદ્ધિ લક્ષણવાળા ગુણસંક્રમ વડે પણ સંજવલન માનમાં ફેંકે છે.
૦ ત્રીજા કિટ્ટિવેદન કાળના છેલ્લા સમયમાં સંજવલન ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો એકસાથે વ્યવચ્છેદ થાય છે.
૦ સંત ક્રોધરૂપ કર્મની સત્તાવાળો હોવા છતાંય સમયોન બે આવલિકા સુધીમાં બંધાયેલી સ્થિતિવાળા તે સં૦ ક્રોધની સત્તા રહેલી છે. શેષ સર્વ ક્રોધ, માનમાં ગુણસંક્રમ વડે સંક્રમ્યો છે અને નિર્યો છે.
૦ ત્યારબાદ સં માનના બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્રિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું કરે છે અને જયાં સુધી અન્તર્મુહૂર્ત છે ત્યાં સુધી વેદે છે.
૦ અને સંત ક્રોધના પણ બંધ આદિનો વ્યવચ્છેદ થયે છતે તે તેના દલિકને સમયોન બે આવલિકાવાળા કાળમાં ગુણસંક્રમ વડે સંક્રમાવતો ચરમ સમયમાં સઘળું સંક્રમાવે છે.
૦ માનનો પણ પ્રથમ સ્થિતિરૂપે કરેલ અનુભવાતું પ્રથમ કિષ્ટિનું દલિક સમય અધિક આવલિકા શેષ રહે એવું થયું. ત્યારબાદ માનના, બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું કરે છે; અને જયાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે અને તે જ સમયમાં માનના બંધઉદય-ઉદીરણાનો એકીસાથે વ્યવચ્છેદ થાય છે; અને તે સંવ માનની સમયોન બે આવલિકા પ્રમાણવાળું બાંધેલ જ સત્તાવાળું કર્મ છે, કેમ કે-એ સિવાયનો સઘળો માન-માયામાં ફેંકેલ છે.
૦ ત્યારપછી માયાના, બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિસ્થ કરે છે અને જયાં સુધી અન્તર્મુહૂર્ત છે ત્યાં સુધી ભોગવે છે; અને સં માનના બંધ આદિનો વ્યવચ્છેદ થયે છતે તે તેનું દલિક, સમયોન બે આવલિકા માત્ર કાળમાં ગુણસંક્રમ દ્વારા માયામાં સઘળું ફેંકે છે. માયાનું પણ બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટિક દલિકને પ્રથમ સ્થિતિરૂપે વેદાતું સમય અધિક આવલિકા શેષવાળું થયું. ત્યારબાદ બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિકના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જ્યાં સુધી સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે ત્યારપછી બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિલ્ફિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જ્યાં સુધી સમય અધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ભોગવે છે. અને તે જ સમયમાં માયાના બંધ-ઉદય-ઉદીરણાનો એકીસાથે વ્યવચ્છેદ, અને તે માયાનું સમયોન બે આવલિકા પ્રમાણવાળું બાંધેલ જ સત્તાવાળું કર્મ છે, કેમ કે-આ સિવાયની બાકી સઘળી માયાનો ગુણસંક્રમ લોભમાં ફેંકેલ છે.
૦ ત્યારબાદ સ્થિતિમાં રહેલ પ્રથમ કિદિલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જ્યાં સુધી અન્તર્મુહૂર્ત છે ત્યાં સુધી વેદે છે અને સંત માયાના દલિકને સમયોન બે આવલિકા માત્ર કાળમાં તથા સંક્રમથી લોભમાં સઘળું સંક્રમાવે છે; અને સંત લોભના પ્રથમ કિષ્ટિનું દલિક, પ્રથમ સ્થિતિરૂપે કરેલ, વેદાતું સમયાધિક આવલિકા માત્ર શેષવાળું થયું. ત્યારબાદ લોભની બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું કરે છે અને વેદે છે. તેને માયાને) અનુભવતો ત્રીજી કિષ્ટિના દલિકને લઈને ત્યાં સુધી સૂક્ષ્મ કિઠ્ઠિઓને કરે છે, કે જયાં સુધી પ્રથમ સ્થિતિરૂપે કરેલ વેદાતા બીજી કિટ્ટિના દલિકના સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી. અને તે જ સમયમાં સં. લોભના બન્મનો વ્યવચ્છેદ,