________________
સૂત્ર - ૨, સમ: વિર:
३९९ मुहूर्तप्रमाणे एव, ते च पर्यायेण जायमाने देशोनपूर्वकोटिं यावदुत्कर्षेण भवतः, महान्ति चाप्रमत्तापेक्षया प्रमत्तान्तर्मुहूर्तानि कल्प्यन्ते, एवं चान्तर्मुहूर्तानां प्रमत्ताद्धानां मेलने देशोनपूर्वकोटीकालमानं भवतीति दृश्यते । अत्र जीवः प्रत्याख्यानावरणकषायचतुष्कव्यवच्छेदात्रिषष्टेर्बन्धकः । तिर्यग्गतितिर्यगायुर्नीचैर्गोत्रोद्योतप्रत्याख्यानरूपाष्टप्रकृत्युदयव्यवच्छेदादाहारक द्वयोदयाच्चैकाशीतेर्वेदयिता, अष्टत्रिंशदधिकशतसत्ताकश्च भवति ॥
હવે છઠ્ઠા પ્રમત્તસંવત ગુણસ્થાનનું વર્ણનભાવાર્થ - સંજવલનકષાયના માત્ર ઉદયથી પ્રમાદના સેવનવાળું “પ્રમતસંવત ગુણસ્થાન', વળી અપ્રમત્તસંયતના ગુણોની અપેક્ષાએ તો વિશુદ્ધિનો અપકર્ષ અને અવિશુદ્ધિનો પ્રકર્ષ. મદિરા-કષાય-વિષયનિદ્રા અને વિકથા નામવાળા પાંચ પ્રમાદો કહેવાય છે. દેશવિરતિના ગુણની અપેક્ષાએ અહીંના ગુણોની વિશુદ્ધિનો ઉત્કર્ષ અને અવિશુદ્ધિનો અપકર્ષ, કેટલાક, આ ગુણસ્થાન અન્તર્મુહૂર્ત માનવાળું છે એમ કહે છે, જયારે કેટલાક દેશોનપૂર્વક્રોડમાનવાળું માને છે.
વિવેચન - ખરેખર, જે સઘળા અપાયવ્યાપારોથી વિરતિવાળો છતાં કેવળ સંજવલનકષાયના તીવ્ર ઉદયથી મદિરા આદિ પાંચ પ્રકારના પ્રમાદોમાં કોઈ એક પ્રમાદને કે સઘળા પ્રમાદોને સેવે છે, તેનું આ ગુણસ્થાન (પ્રથમ ગુણસ્થાન) કહેવાય છે. અંતમુહૂર્તથી ઉપર જો પ્રમાદી થાય, તો તેથી પ્રમત્ત ગુણસ્થાનથી અધઃપતન જ થાય ! જો પ્રમાદ વગરનો થાય, તો અપ્રમત્ત ગુણસ્થાનમાં ચડે છે. તે પ્રમાદો કેટલા છે? આના જવાબમાં કહે છે કે - “પ્રમાદોવેત્તિ' મદિરાદિ પ્રમાદો પાંચ છે. દેશવિરતિના ગુણોની અપેક્ષાએ આ ગુણસ્થાનના ગુણોની વિશુદ્ધિનો પ્રકર્ષ અને અશુદ્ધિનો અપ્રકર્ષ, અપ્રમત્તસંયતના ગુણની અપેક્ષાએ વિપર્યય અર્થાત્ વિશુદ્ધિનો અપકર્ષ અને અશુદ્ધિનો પ્રકર્ષ, આ પ્રમાણે સઘળા ગુણસ્થાનોમાં વિચારવું. આવા અભિપ્રાયથી કહે છે કે – “દેશવિરતિ અપેક્ષયા' ઇત્યાદિ.
૦ આ છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિમાં મતભેદ દર્શાવે છે કે – “એતદ્ ઇતિ. અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનના અંતર્મુહૂર્તના કાળ પછી બીજા ગુણસ્થાનમાં ગમન હોઈ અથવા મરણ હોઈ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. જઘન્યથી એક સમય છે, કેમકે - ત્યાર બાદ મરણભાવ થાય છે અથવા નીચે ગુણઠાણે જાય છે.
૦ આઠ વર્ષ જૂન પૂર્વક્રોડ સુધી ઉત્કૃષ્ટપણે પ્રમત્તપણું હોય છે, એમ કેટલાકના મતને દર્શાવે છે. પૂર્વકોટિ' ઇતિ વગેરે.
१. ननुदेशविरतादिवत्प्रचुरमपि कालं न कथं प्रमत्तत्वं भजेत । यतोऽन्तर्मुहूर्तमेव तदिति निश्चयः स्यादिति चेन्न, संक्लेशस्थानापेक्षं हि प्रमत्तत्वं, संक्लेशस्थानानि च संख्येयलोकाकाशप्रदेशप्रमाणानि, यावदुपशमश्रेणिं क्षपकश्रेणि वा मुनि रोहति तावदवश्यं स्वभावादेवान्तर्मुहूर्तं संक्लेशस्थानेषु स्थित्वा विशोधिस्थानं याति तत्रापि तावत्कालमेव स्थित्वा संक्लेशस्थानं याति, एवमेव निरन्तरं परावृत्तीः देशोनपूर्वकोटिं यावत्करोतीत्येकजीवाश्रयेणोत्कर्षतोऽप्यन्तर्मुहूर्त्तमिति भावः ॥