________________
३९१
સૂત્ર - ૨૭, સનમઃ શિર : ૦ (૨-૩) તિર્યદિફપ્રમાણતિક્રમ-અધોદિશામાં ભોંયરા વગેરેમાં અને પૂર્વ આદિ ચાર દિશા રૂપ તિર્યદિશામાં વિવલિત નિયમિત પ્રમાણથી અધિક જવું, તે અતિચાર છે. ૦ (૪) ક્ષેત્રવૃદ્ધિ-
દિવ્રતના વિષય રૂપ નાના પૂર્વ આદિ દેશ રૂપ ક્ષેત્રને પશ્ચિમ આદિ ક્ષેત્રાન્તરના પરિમાણના પ્રક્ષેપ દ્વારા લાંબુ કરવું-મોટું કરવું, તે ક્ષેત્રવૃદ્ધિ. જેમ કે-પૂર્વ અને પશ્ચિમ દિશાનું-પ્રત્યેકનું સો જોજનગમનનું પરિમાણ કરેલ છે. તે પરિમાણ કરનારો, પ્રયોજન ઉત્પન્ન થયે છતે એક દિશામાં ૯૯ જોજન સ્થાપીને બીજી દિશામાં ૧૦૧ જોજનનું પરિમાણ કરે છે. આ બન્ને પ્રકારથી ૨૦૦ જોજનનું પરિમાણ અખંડ છે. આવી રીતે એક જગ્યાએ ક્ષેત્રને વધારનારને વ્રતની અપેક્ષા હોવાથી ચોથો અતિચાર છે.
(૫) સ્મૃતિભ્રંશ-સો જોજન જવાનું પ્રમાણ કર્યા બાદ, જતી વખતે અતિ વ્યાકુળતાથી, પ્રમાદથી કે મતિની અપટુતાથી ભૂલી જાય કે-મેં ૫૦ જોજન પ્રમાણ કર્યું છે કે ૧૦૦ જોજન? એમ શંકા પડતાં જો ૫૦ થી પણ ઉપર અધિક ગમન કરે, તો આ સાપેક્ષતાથી પાંચમો અતિચાર લાગે અને નિરપેક્ષતાથી ૧૦૦ જોજન ઉપરાંત જતાં અતિચાર નહિ પણ વ્રતનો ભંગ જ થાય. તેથી સ્વીકૃત વ્રતનું વારંવાર સ્મરણ કરવું જોઈએ સર્વ અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિઉપયોગની જાગૃતિ છે. [મૃતિભ્રંશ કે અનાભોગથી જો પ્રમાણનો અતિક્રમ થાય તો જ્ઞાન થયા બાદ તે દોષથી પાછા હઠવું જોઈએ, આગળ ન જવું જોઈએ અને બીજાને પણ નહિ મોકલવો જોઈએ. તીર્થયાત્રા આદિ ધર્મ નિમિત્તે નિયમિત ક્ષેત્રથી ઉપર જવું-મોકલવું વગેરે ક્રિયામાં દોષ નથી, કેમ કેધનપ્રાપ્તિ આદિ ઐહિક ફળ માટે જ અધિક ગમનનો નિયમ છે.].
બીજા ગુણવ્રતના પાંચ અતિચારો(૧) સચિત્ત, (૨) સચિત્તપ્રત્તિબદ્ધ (૩) સંમિશ્ર, (૪) અભિષવ, અને (૫) દુષ્પક્વ આહાર - એમ બીજા વ્રતના પાંચ અતિચારો છે.
૦ (૧) સચિત્ત-ચેતનની સાથે વર્તે તે સચિત્ત. જેણે સચિત્તનો ત્યાગ અથવા પરિમાણ કરેલ છે. અનાભોગ આદિ કારણે સચિત્ત અથવા પ્રમાણથી ઉપરાંત અધિક સચિત્ત ખાનારને સચિત્ત આહાર રૂપ પહેલો અતિચાર છે.
૦ (૨) સચિત્તપ્રતિબદ્ધ-સચિત્ત વૃક્ષ વગેરેની સાથે સંબંધ ધરાવનાર ગુંદ વગેરેનું અને પાકાં ફળો વગેરેનું (ઠળિયા-ગોટલી વગેરે સચેતન પદાર્થથી યુક્ત એવાં બોર-કેરી વગેરે પાકા ફળો, તેમજ સચિત્ત બીજ (ઠળિયા)વાળાં ખજુર વગેરેનું) અનુપયોગ આદિથી ભક્ષણ કરવું, એ સાવદ્ય આહારની પ્રવૃત્તિ રૂપ હોઈ સચિત્ત આહારત્યાગીને અતિચાર છે. અથવા સચિત્ત હોવાથી ઠળિયા આદિ રૂપ બીજને છોડીશ અને અચિત્ત હોવાથી કેવળ ઉપરનો બીજો ભાગ (ગર્ભ) હું ખાઈશ, આવી બુદ્ધિથી ફળાદિને મુખમાં નાંખનાર સચિરત્યાગીને સચિત્તપ્રતિબદ્ધ આહાર રૂપ બીજો અતિચાર છે.
૦ (૩) સચિત્તમિશ્ર સંમિશ્ન-જળ અડધું ઊનું હોય અને અડધું ઠંડુ હોય, એટલે કે- એનો કેટલોક ભાગ સચિત્ત હોય અને કેટલોક ભાગ અચિત્ત હોય તેવા જળ વગેરે, આદુ-દાડમ-બીજોરા-ચીભડા વગેરે, સચિત્ત પદાર્થથી મિશ્રિત પૂરણ વગેરે, તેમજ તલથી મિશ્રિત જવાના, એ સંમિશ્ર કહેવાય છે. તેનું અનાભોગઅતિક્રમ આદિથી ભક્ષણ કરવું પણ અતિચાર છે. અથવા સચિત્ત અવયવના સંભવવાળા આખા અથવા