________________
સૂત્ર - ૨૭, સાતમ: શિર :
३८५
સંભવિત થાય? કેમ કે-સંજ્વલન કષાયના ઉદયવાળાને જ અતિચારો સંભવિત છે. દેશવિરતિ અત્યંત અલ્પ છે. જેમ કે-કુંથુઆના શરીરમાં ત્રણ આદિનો અસંભવ છે, તો દેશવિરત આદિમાં અતિચારો કેમ સંભવે ?
સમાધાન - શ્રી ઉપાસકદશાંગ આદિ સૂત્રોમાં પ્રત્યેક વ્રતના પાંચ પાંચ અતિચારોનું કથન છે. સર્વવિરતિમાં સંજવલનકષાયના ઉદયમાં અતિચારો થાય છે. અપ્રત્યાખ્યાન આદિ બાકીના કષાયના ઉદયમાં મૂલગુણ આદિ છેદયોગ્ય થાય છે. આવા અભિપ્રાયથી સર્વવિરતિમાં સંજવલનના ઉદયને અતિચાર હેતુ રૂપે શાસ્ત્રમાં કહેલ છે. પરંતુ અતિચાર માત્ર સંજવલનના ઉદયથી જ જન્ય છે એમ સમજવાનું નથી. અર્થાત્ ત્રીજા પ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયથી સર્વવિરતિના મૂલનો છેદ થાય છે, બીજા અપ્રત્યાખ્યાન નામક કષાયના ઉદયથી દેશવિરતિનો છેદ થાય છે. પ્રથમ અનંતાનુબંધી કષાયના ઉદયથી સમ્યક્ત્વનો મૂલશ્કેદ થાય છે. આવો અભિપ્રાય હોઈ જેમ સંજવલનના ઉદયમાં સર્વવિરતિ મેળવાય છે ત્યાં અતિચારો થાય છે, તેમ પ્રત્યાખ્યાન આવરણ નામક કષાયના ઉદયમાંદેશવિરતિ અને તેમાં અતિચારો થાય છે. તેવી રીતે અપ્રત્યાખ્યાનકષાયના ઉદયમાં સમકિત અને તેના અતિચારો હો ! કેમ કે-ન્યાય સર્વત્ર સરખો છે.
૦ કષાયોનો ઉદય વિચિત્ર હોય છે તેથી આ ગુણલાભ પ્રત્યે અપ્રતિબંધક છે અને અતિચારો પ્રત્યે નિમિત્ત બને છે. જેમ કે-સંવલનનો ઉદય.
૦ પ્રથમ વ્રતના પ્રબળ ક્રોધ આદિ કષાયના ઉદયથી (૧) વધ, (૨) બંધ, (૩) છવિચ્છેદ, (૪) અતિભારારોપણ, અને (૫) ભક્તપાન વ્યવચ્છેદ.
૦ વધ-ક્રોધથી ચાર પગવાળાં આદિ જીવોને લાકડી આદિથી દયા વગરના બનીને મારવું તે વધ છે. અહીં સર્વત્ર પ્રબળ કષાયના ઉદયથી સમજવાનું છે. તેથી જ કષાય વગર શ્રાવકે વિનય આદિની શિક્ષા માટે પુત્ર આદિ પ્રત્યે પણ સાપેક્ષતાથી આચરિત તાડન આદિમાં દોષ નથી. મર્મભાગને છોડીને મારવું.
૦ બંધ-તે ચતુષ્પદ આદિને રજુ-દોરડા આદિથી બાંધવાં તે બંધ. અહીં પણ પ્રબળ કષાયના ઉદયથી સમજવાનું છે. પુત્ર આદિને પણ કષાય વગર શિક્ષા માટે બાંધવામાં કોઈ દોષ નથી.
૦ છવિચ્છેદ-છવિ એટલે શરીર કે ચામડી, તેનો છેદ-છવિચ્છેદ, અર્થાત્ કાન, નાક, ગાય, બળદ વગેરેને ગળે લટકતી ચામડાની ગોદડી (ગલકંબલ), પૂંછડા વગેરે કાપવા તે. આ પણ ક્રોધથી જ સમજવો. તેથી પાદવલ્મિક. (એક જાતનો પગ સુજી જવાના રોગથી હણાયેલ રાગવાળા પુત્ર આદિના શરીરના અવયવોના છેદ કરવા છતાં દોષ નથી.)
૦ અતિભારારોપણ-અતિ ભાર એટલે શક્તિનો વિચાર કર્યા વગર અત્યંત ભાર, અર્થાત્ જે ઉપાડી નહિ શકાતો ભાર, તેનું આરોપણ અતિભારારોપણ. અર્થાત્ ગાય-બળદ-ઊંટ-ગધેડા-મનુષ્ય આદિના સ્કંધ ઉપર-પીઠ ઉપર કે માથા ઉપર અતિ ભાર મૂકવો. અહીં પણ ક્રોધથી કે લોભથી સમજવાનું છે.
૦ ભક્તપાન વ્યવચ્છેદ-ક્રોધ આદિથી ગાય-ભેંસ-નોકર આદિ કોઈપણ પ્રાણીના ખાનપાનમાં અટકાયત કરવી, તે “ભક્તપાન નિષેધ છે. આ પાંચ અતિચારો નામ માત્રથી કહેલા છે. વિસ્તાર તો તે તે ગ્રંથોથી જાણવો. તે પ્રમાણે પણ સમજવાનું છે.