________________
સૂત્ર - ૨૭, સક્ષમ: જિ:
३८३ ૦ અવ્યાપારપૌષધ-દેશથી કોઈ એક પણ કુવ્યાપાર નહિ કરવો, તેમજ સર્વથી તો સઘળા ખેતી, નોકરી, વ્યાપાર, પશુપાલન અને ઘરના કામકાજ આદિ નહિ કરવું.
૦ જ્યારે દેશથી પૌષધ કહે છે, ત્યારે સામાયિક કરે છે ખરો અથવા નથી પણ કરતો. તેમજ જ્યારે સર્વથી પૌષધ કરે છે, ત્યારે નિયમા સામાયિક કરે છે, સામાયિક નહિ કરવામાં તેના ફળથી વંચિત રહે છે.
૦ સર્વથી પૌષધ ચૈત્યઘરમાં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં મણિ-સોના આદિના અલંકારો છોડી, માલાવિલેપન-વિલેપનયોગ્ય પિષ્ટપીઠી-ચંદન આદિ રૂપ વર્ણને છોડી અને શસ્ત્રોને પરિહરી પુસ્તકને ભણે છે-વાંચે છે-ધર્મધ્યાન નામક શુભ ધ્યાનને ધ્યાવે છે. જેમ કે-આ સાધુગુણોને મંદભાગી હું ધારણ કરવા સમર્થ નથી.
દેશ અને સર્વથી વિશેષિત બનેલા આ આહાર આદિ ચાર પદોના એક દ્વિ આદિ સંયોગથી જન્ય એંશી ભાંગા-પ્રકારો થાય છે.
૦ આ ભાંગાના મધ્યમાં પૂર્વાચાર્યોની પરંપરાએ વિશિષ્ટ સામાચારીથી આહાર-પૌષધ જ દેશ-સર્વના ભેદથી બે પ્રકારનો પણ હમણાં કરાય છે, કેમ કે-સામાયિકની સાથે નિરવઘ આહારનો વિરોધ દેખાતો નથી. સર્વ સામાયિકવાળા સાધુ વડે-ઉપાધાનતપોવાહી શ્રાવક વડે પણ આહારનું ગ્રહણ કરાતું દેખાય છે. બાકીના ત્રણ પૌષધો સર્વથી જ ઉચ્ચરાય છે, કેમ કે-પ્રાયઃ સામાયિકની સાથે દેશથી શરીરસત્કાર-બ્રહ્મચર્યઅવ્યાપારનો વિરોધ દેખાય છે; કેમ કે-સામાયિકમાં સાવઘયોગનું પચ્ચક્ખાણ ઉચ્ચારાય છે. શરીરસત્કાર આદિ ત્રણમાં તે પ્રાયઃ સાવઘયોગ જ સંભવે છે. તે બધું વિસ્તારથી બીજા ગ્રંથોથી જાણવું. આ પ્રમાણે ત્રીજું શિક્ષાવ્રત સમજવું.
અતિથિસંવિભાગ નામક ચોથું શિક્ષાવ્રત
૦ અતિથિ—સતત પ્રવૃત્તિના કારણે નિર્મળ અને સમાન આકારવાળા અનુષ્ઠાન હોઈ દિનવિભાગ રૂપ તિથિ-પર્વ આદિ જેની પાસે નથી, તે અતિથિ કહેવાય છે. કહ્યું છે કે-‘તિથિ-પર્વ-ઉત્સવો જે મહાત્માએ સઘળા છોડી દીધા છે, તેને અતિથિ જાણો, એ સિવાયના બાકીનાને અભ્યાગત જાણો.' તે અતિથિની સાથે સંગત (આધાકર્મ આદિ બેંતાલીશ દોષરહિત) વિશિષ્ટ ભાગ-વિભાગ (પશ્ચાત્કર્મ આદિ દોષના પરિહાર માટે અંશદાન રૂપ વિભાગ) ‘અતિથિસંવિભાગ' કહેવાય છે. તથાચ તિથિ, પર્વ આદિ લૌકિક પર્વના પરિત્યાગથી ભોજનના કાળમાં ઉપસ્થિત સાધુને (અહીં અભ્યાગતની નિવૃત્તિ થાય છે.) ન્યાયથી આવેલ (અન્યાયથી આવેલ અન્ન આદિના વ્યવચ્છેદ માટે ન્યાયાગત કહેલ છે. ન્યાય એટલે બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્યશુદ્રોનું સ્વવૃત્તિ રૂપ અનુષ્ઠાન. લોકહેરી પ્રવાહથી સ્વવૃત્તિ પ્રાયઃ પ્રસિદ્ધ છે. તે તેવા ન્યાયથી આવેલ અર્જિત ન્યાયાગત છે.) કલ્પનીય (અકલ્પનીયના વ્યવચ્છેદ માટે આ પદ છે. ઉદ્ગમ આદિ દોષરહિત) એવા અન્નપાન આદિ. (આ વિશેષણ હિરણ્ય આદિના વ્યવચ્છેદ માટે છે.) દેશ (શાલી આદિ ધાન્યની સિદ્ધિવાળો દેશ), કાળ (સુકાળ-દુકાળ આદિ કાળ), શ્રદ્ધા (પાત્ર આદિ અપેક્ષાવાળો વિશુદ્ધ ચિત્તપરિણામ), સત્કાર (અભ્યુત્થાન-આસન-દાન-વંદના-પાછળ જવું ઇત્યાદિ રૂપ સત્કાર), ક્રમ (પેયા આદિ ક્રમથી પાકનું દાન જે દેશમાં-કાળમાં ક્રમપ્રસિદ્ધ છે, તે દેશ, કાળ આદિ ઔચિત્યથી.) અર્થાત્ દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર-ક્રમપૂર્વક (યુક્ત) ઉત્કૃષ્ટ ભક્તિથી અને આત્માના અનુગ્રહની બુદ્ધિથી (મારા ઉપર આ અનુગ્રહ-ઉપકાર મહાવ્રતી