________________
तत्त्वन्यायविभाकरे
૦ નાના પ્રકારની દિશાઓ શાસ્ત્રમાં કહેલી છે. ત્યાં સૂર્યથી ઉપલક્ષિત જે દિશા, તે પૂર્વદિશા. તેના અનુક્રમથી દક્ષિણ આદિ દિશાઓ વિચારવી. ત્યાં દિશા સંબંધી વ્રત તે ‘દિગ્દત.’
३७८
આટલા-પૂર્વ આદિ દિશા-વિદિશા રૂપ ભાગોમાં જ ગમન આદિ કરવું, એ પરિમાણથી ઉપરભાગે ગમન આદિ નહિ કરવું. આવી દિશાઓથી ઇયત્તાપરિમાણ કરવા રૂપ ‘દિવ્રત’ કહેવાય છે.
૦ ગુણવ્રતોના સ્વીકાર સિવાય અણુવ્રતોની તથાપ્રકારની વિશુદ્ધિનો અભાવ હોવાથી આ ગુણવ્રત
કહેવાય છે.
૦ આ વ્રતથી મર્યાદિત ક્ષેત્રથી બહાર ત્રસ-સ્થાવર જીવને અભયદાન, લોભ રૂપ સાગરનું નિયંત્રણ ઇત્યાદિ મોટો લાભ થાય છે.
૦ ગૃહસ્થ આરંભ-પરિગ્રહમાં પરાયણ હોવાથી જ્યાં જ્યાં જાય છે, ખાય છે, સુવે છે કે વ્યાપાર કરે છે, ત્યાં ત્યાં તપેલા લોઢાના ગોળાની માફક જીવહિંસા કરે છે. આથી તે ગૃહસ્થના જ હિંસા આદિ રૂપ પાપસ્થાનોને અટકાવનાર હોઈ આ ગુણવ્રત ગૃહસ્થોને છે, સાધુઓને નહિ, કેમ કે-સમિતિ, ગુપ્તિ આદિ જેમાં પ્રધાન છે, એવા મહાવ્રતોથી શોભતા મુનિઓ હોય છે. આ પ્રમાણે પ્રથમ ગુણવ્રત કહેલ છે.
બીજું ભોગોપભોગવિરમણ રૂપ (માન) વ્રત
૦ એક વાર જ ભોગવવાયોગ્ય વસ્તુ ‘ભોગ’ કહેવાય છે. જેમ કે-રાંધેલું અન્ન, પુષ્પમાળા, તાંબૂલ (પાન) આદિ, (અંતઃ-અંદર ખાવાયોગ્ય ભોગ.)
૦ વારંવાર ભોગવવાયોગ્ય વસ્તુ ‘ઉપભોગ’ કહેવાય છે. જેમ કે - સ્ત્રી-વસ્ત્ર-અલંકાર-ઘર-શયન આદિ. (બાહ્યથી ભોગ તે ઉપભોગ.) તે ભોગ-ઉપભોગમાં શક્તિ પ્રમાણે પરિમાણ કરવું, તે ‘ભોગોપભોગપરિમાણ વ્રત,’
૦ શ્રાવકે ઉત્સર્ગની અપેક્ષાએ પાપ વગરના આહારભોજી થવું જોઈએ. તે જો ન હોવે, તો સચિત્તપરિહારી થવું જોઈએ. ત્યાં પણ જો અસમર્થતા હોવે, તો પાપકારી મઘમાંસ-અનંતકાય આદિનો પરિહાર કરી દરેક સચિત્તાચિત્ત રૂપ મિશ્ર, સચિત્ત આદિ વસ્તુઓનું પરિમાણ તો કરવું જ જોઈએ.
૦ મહોત્સવ આદિ વિશિષ્ટ કારણ સિવાય અત્યંત માનસિક વિકાર, જનમાં અપકીર્તિ આદિના નિમિત્તભૂત અતિ ઉદ્ભટ વેષ-વાહન-દાગીના વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ.
અત્યંત મેલા-અત્યંત જાડા-અત્યંત ટૂંકા-છિદ્રવાળા વસ્ત્ર આદિ પહેરવામાં ‘આ ખરાબ વસવાળો છે, આ કંજુસ છે' ઇત્યાદિ લોકની નિંદા-હાંસી આદિનો પ્રસંગ આવે, માટે નિજસંપત્તિ-અવસ્થાવિશિષ્ટ વયનિવાસ-સ્થાન-કુલ આદિને યોગ્ય વેષ પહેરવો જોઈએ.
૦ ઉચિત વેષ આદિમાં પ્રમાણનો નિયમ કરવો જોઈએ.
૦ દાતણ, મર્દન આદિ માટેનું તેલ વગેરે, ઉવટણું (શરીરસ્થ મેલ વગેરે દૂર કરનાર ચૂર્ણ-દ્રવ્ય), સ્નાનવસ્ત્ર-વિલેપન (શરીર આદિમાં ચોપડવાને પીસેલો કેસર વગેરે પદાર્થ), આભરણ-ફૂલ-ફળ-ધૂપ-આસનશયન-ભવન આદિનો તથા ચોખા વગેરે, દાળ, મિઠાઈ-પકવાન શાક-પેયા (કવાથ-ઉકાળો-કાંજી-રાબ