________________
સૂત્ર - ૨૭, સમ: શિરઃ
३७५
૦ નિરપરાધી જીવ પ્રત્યે પણ વહાવાતા પાડા, ઘોડા વગેરે જીવો પ્રતિ અને પાઠ આદિમાં પ્રમાદી પુત્ર આદિ પ્રત્યે મારવાની, બાંધવાની વગેરે ક્રિયા કરનાર શ્રાવકને નિરપેક્ષ-નિરપરાધી-ત્રસ જીવોની સંકલ્પપૂર્વક અહિંસા કહેલ છે. આ પ્રમાણે અહિંસા નામનું પહેલું અણુવ્રત છે.
બીજા અણુવ્રતનું નિરૂપણ ૦ સઘળા દ્વિપદ (બે પગવાળા કન્યા આદિ), ચતુષ્પદ (ચાર પગપાળા ગાય વગેરે), અપદ (પગ વગરના ભૂમિ-ક્ષેત્ર વગેરે) રૂપ દ્રવ્ય સંબંધી અસત્યો. (૧)
૦ રક્ષણ આદિ માટે બીજાએ મૂકેલ ચાસ-થાપણ વિશે અપલાપ, તેમજ થાપણ ઓળવવી. (૨)
૦ લેતી-દેતીના વિષયમાં લાંચ અને ઈર્ષ્યા આદિ જન્ય અપ્રમાણ—કૂટ કૂડી સાક્ષી રૂપ વચન. (૩) આ ત્રણ કિલષ્ટ આશયથી પેદા થનાર હોવાથી સ્થૂલ (અપકીર્તિ–રાજદંડ વગેરેનું કારણ હોઈ શૂલ) અસત્ય રૂપ કહેવાય છે. તેનાથી અટકવા રૂપ પ્રતિજ્ઞા બીજું અણુવ્રત (સ્થૂલ મૃષાવાદવિરમણ) કહેવાય છે.
(૧) દ્વિપદ વિષયક–કન્યા આદિ અલીક વાસ્તવિક રીતે જે તથારૂપ નથી એવી કન્યાને દ્વેષ વગેરેથી જે, વિષકન્યા નથી તેને વિષકન્યા રૂપે કહેનાર, વિષકન્યાને અવિષકન્યા રૂપે કહેવી, સુશીલાને દુઃશીલા અને દુઃશીલાને સુશીલા રૂપે કહેનારને કન્યા સંબંધી અસત્ય કહેવાય છે.
(૨) ચતુષ્પદ વિષયક ગો આદિ અલીક=અલ્પ દૂધવાળી ગાયને ઘણા દૂધવાળી છે, ઘણા દૂધવાળી ગાયને અલ્પ દૂધવાળી છે, એમ કહેનારને ગવાલીક અસત્ય લાગે છે.
(૩) અપદદ્રવ્ય વિષયક ભૂમિ આદિ અલીક અહીં પણ પારકી જમીનને પોતાની છે અને પોતાની જમીનને પારકી જમીન છે એમ તથા ઉખરભૂમિને ઉખરભૂમિ નથી એમ તથા જે ઉખરભૂમિ નથી તેને ઉખરભૂમિ છે એમ બોલનારને, ભૂમિ આદિ સંબંધી અલીક અસત્ય છે.
(૪) રાખવા માટે બીજાએ આપેલ સુવર્ણ વગેરે રૂપ ન્યાસ-થાપણ ઓળવવી, એ ચોથું અસત્ય છે.
૦ અપદ, દ્વિપદ આદિ વિષયક અલીકમાં આ ન્યાસાપહારનો અંતર્ભાવનો સંભવ હોવા છતાંય ન્યાસનિહવ, વિશ્વાસઘાત, ગર્ભિત મહા પાપનો હેતુ અને લોકમાં પણ અતિ ગહિત હોવાથી પૃથક-અલગ કહેલ છે. ન્યાસાપહાર, અદત્તાદાન રૂપ બીજા વ્રતમાં અંતર્ભાવ હોવા છતાં વચનની પ્રધાનતા રૂપ ક્રિયાની પ્રધાનતાની વિવલાથી મૃષાવાદ રૂપ બીજા વ્રતમાં ગણાવેલ છે.
૦ ફૂટ સાસ્યકલભ્ય કે દેયવસ્તુના વિષયમાં સાક્ષી રાખેલ પ્રમાણભૂત કરેલ લવાદની લાંચ-ઈષ્ય આદિ નિમિત્તે કુડી સાક્ષી, અર્થાત્ “હું આ વિષયમાં સાક્ષી છું– આ પ્રમાણે ખોટી સાક્ષી આપવા રૂપ વચન, વસુરાજાની માફક આ લોક અને પરલોકમાં અનર્થહેતુ હોવાથી અસત્ય છે. આવું અસત્ય બોલનાર કર્મચંડાલ ગણાય છે.
૦ આ કૂટ સાક્ષ્યને, બીજા પાપોના ટેકા રૂપ હોવાથી, લોકમાં પણ અત્યંત નિંદનીય હોવાથી અપદઅલીક આદિ રૂપ પૂર્વના અલીકોથી અલગ રૂપે ગોઠવેલ છે.