________________
३५४
तत्त्वन्यायविभाकरे (૮) દર્શન આચાર-જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપ આચાર, વિનય આદિ અનુષ્ઠાનોના વિષયવાળી રૂચિ “ક્રિયા સમ્યક્ત્વ.”
(૯) જેને પરદર્શનનો આગ્રહ કે જ્ઞાન નથી અને જે જૈન પ્રવચનમાં નિષ્ણાત નથી, એવા જીવની નિર્વાણપદ માત્રના વિષયવાળી રૂચિ “સંક્ષેપ સમ્યકત્વ.”
(૧૦) ધર્મપદથી વાચ્ય-અર્થના વિષયવાળી રૂચિ ધર્મ સમ્યકત્વ.' સમકિતની ઉત્પતિનો કાળ| સર્વ સમ્યગ્દષ્ટિઓને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન કેવળ અપાઈ પુદ્ગલપરાવર્ત રૂપ સંસાર જ બાકી રહેલ હોવાથી, તે ઉત્કૃષ્ટ અવિશિષ્ટ કાળ પણ તીર્થકર આદિની કરેલ ઘણી આશાતનાથી ભારેકર્મી જીવો માટે જ સમજવો. બધા સમ્યગ્દષ્ટિઓને માટે નહિ, એવો ભાવ સમજવો.
૦ જઘન્યથી તે જ ભવમાં મુક્તિગામીને પણ સમ્યકત્વ થાય છે.
૦ આ ચોથા ગુણસ્થાનમાં રહેલો જીવ તીર્થકર નામકર્મ તથા દેવાયુષ્ય અને મનુષ્ય આયુષ્ય-એ ત્રણ પ્રકૃતિ બાંધતો હોવાથી ૭૭ કર્મપ્રકૃતિનો બંધક છે.
૦મિશ્રમોહનીયના ઉદયનો વિચ્છેદ થવાથી અને ચાર આનુપૂર્વ તથા સમ્યક્ત્વમોહનીય-એમ પાંચનો ઉદય થવાથી ૧૦૪ કર્મપ્રકૃતિના ઉદયવાળો હોય છે.
૦ (અહીંથી ઉપશમક અને ક્ષપક-એવા બે જીવના ભેદ પડવાથી ઉપશમક જીવને તો ચારથી અગિયારમા ગુણસ્થાન સુધી ૧૪૮ પ્રકૃતિની સત્તા હોય છે અને ક્ષેપકને તો દરેક ગુણસ્થાનમાં જુદી જુદી સત્તા દર્શાવાશે.
અહીં ૧૩૮ની સત્તા કહી છે, તે ત્રણ આયુષ્ય અને અનંતાનુબંધી ચાર, મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ રૂપ સપ્તકના ક્ષેપકની અપેક્ષાએ ક્ષય થયેલા હોવાથી ૧૪૮–૧૦=૧૩૮ કર્મપ્રકૃતિની સત્તા; અર્થાત્ જેણે શ્રી તીર્થંકર નામકર્મ બાધ્યું છે અને જેણે આયુષ્ય બાબું નથી, એવા ક્ષાયિક સમકિતવાળાની અપેક્ષાએ ૧૩૮ની સત્તા છે, એમ કહેવું ખોટું નથી.
सम्प्रति पञ्चमं गुणस्थानं दर्शयति
प्रत्याख्यानकषायोदयात्सर्वसावद्यस्यैकदेशाद्विरतस्य जघन्यमध्यमोत्कृष्टान्यतमवद्विरतिधर्मावाप्तिर्देशविरतगुणस्थानम् । १७ ।
प्रत्याख्यानेति । सर्वसावद्येभ्यो विरतिमभिलषतोऽपि वैराग्योपचयवतो जीवस्य सर्वविरतिघातकप्रत्याख्यानावरणकषायोदयान्नोत्पद्यते सर्वविरतिसामर्थ्यम्, अपि तु जघन्यमध्यमोत्कृष्टास्वेकतमा देशविरतिरेव जायते यत्र तद्देशविरतगुणस्थानमित्यर्थः । विरताविरते ह्यष्टौ भङ्गाः, व्रतानि यो न जानाति नाभ्युपगच्छति न च पालनार्थं यतते, यथाऽविरतास्सर्वे ।