________________
३२८
तत्त्वन्यायविभाकरे समित्यादिजन्यकर्मनिरोधस्य संवररूपत्वे क्रिमात्मकोऽयमित्यत्राह
सोऽयमात्मपरिणामो निवृत्तिरूपः । २। ..... सोऽयमिति । समित्यादिजन्यसंवरोऽयमित्यर्थः । कर्मोपादानहेतुभूतपरिणामाभावस्य संवररूपत्वेन परिणामनिवृत्त्यात्मा जीवस्य परिणामविशेषोऽयं संवर इति भावः ॥
ભાવાર્થ - તે આ સમિતિ આદિ જન્ય સંવર નિવૃત્તિ રૂપ આત્મપરિણામ છે.
વિવેચન - પૂર્વકથિત સમિતિ આદિ જન્ય સંવર, કર્મના ગ્રહણમાં હેતુભૂત-પરિણામ રૂપ આશ્રવના અભાવ રૂપ નિરોધનું સંવરપણું હોઈ, આશ્રવપરિણામનિવૃત્તિ સ્વરૂપવાળો જીવનો વિશિષ્ટ પરિણામ આ સંવર છે, એમ ભાવ સમજવો. (મન-વચન-કાયાથી જાવજજીવ સુધી આશ્રદ્વાર રૂપ હિંસા આદિમાં અકરણીયત્વ આદિ રૂપ પરિણામ તે નિવૃત્તિ રૂપ પરિણામ સમજવો.) (સ્થૂલ દષ્ટિવાળાઓ સમિતિ આદિવાળા મુનિને મેળવીને “આ સંવરવાળો છે' આવો વ્યવહાર કરે છે, તેથી આ દ્રવ્યસંવર છે. અર્થાત્ નૈઋયિક (નિશ્ચયનયસંમત) સંવરના નિમિત્તપણાના ઉપચારની અપેક્ષાએ સંવરતત્ત્વનો વ્યવહાર કરાય છે. એથી જ સમિતિ આદિ પણ ૫-૩-૨૨-૧૦-૧૨-૫=૫૭ પ્રકારના બધાય દ્રવ્યસંવર કહેવાય છે. નૈક્ષયિક સંવર તો સમુચ્છિન્ન ક્રિયાવાળું શુક્લધ્યાન સહકૃત સંવરવાળાને હોય છે. ત્યારબાદ તૂર્ત જ મુક્તિની સિદ્ધિ थाय छे.)
આ સંવરના દ્રવ્ય-ભાવના ભેદથી બે પ્રકારો દર્શાવે છે. अस्यापि द्रव्यभावभेदतो द्वैविध्यमादर्शयति
कर्मपुद्गलादानविच्छेदो द्रव्यसंवरः । ३ । कर्मपुद्गलेति । संसारकारणस्य कर्मपुद्गलस्य यदादानं-ग्रहणं तद्विच्छेदे द्रव्यात्मक कर्मपुद्गलानां संवरणरूपत्वाद्र्व्यसंवर इति भावः ॥
ભાવાર્થ – કર્મના પુદ્ગલના ગ્રહણનો વિચ્છેદ, એ દ્રવ્યસંવર કહેવાય છે.
વિવેચન - સંસારના કારણભૂત કર્મપુદ્ગલનું જે ગ્રહણ, તેનો વિચ્છેદ થતાં દ્રવ્યસ્વરૂપ કર્મયુગલોનું સંવરણ હોવાથી દ્રવ્યસંવર (કારણભૂત સંવર) કહેવાય છે, એમ ભાવ સમજવો.
१. प्राणातिपातादिभ्य आश्रवद्वारेभ्यो मनोवाक्कायैर्यावज्जीवं तदकरणीयत्वादिपरिणाम इति भावः । स्थूलदर्शिनो हि समित्यादिमन्तं मुनिमुपलभ्य संवृतोऽयमिति व्यवहरन्ति, तस्मादयं व्यवहारसंवरः । नैश्चयिक संवरनिमित्तत्वोपचारेण संवरतत्त्वं व्यपदिश्यते, अत एव समित्यादयोऽपि पञ्चदशद्वादशद्वाविंशतिपञ्चभेदास्समुच्चयेन सप्तपञ्चाशद्विधा व्यवहारसंवरा उच्यन्ते । नैश्चयिकसंवरस्तु समुच्छिन्नक्रियध्यानसहकृतस्य भवति तदनन्तरमेव मुक्तिफलसिद्धेरिति ।