________________
सूत्र - १६-१७, षष्ठ किरणे
३०९ ભાવાર્થ – અનુપરત-અનુપયુક્તના ભેદથી યુક્ત કાયજન્ય ક્રિયા કાયિકી ક્રિયા કહેવાય છે.
વિવેચન - કાયાએ કરેલી ક્રિયા “કાયિકી.” તે કાયિકી ક્રિયા અનુપરત-અનુપયુક્તના ભેદથી બે પ્રકારવાળી છે. “અનુપરત (અપ્રત્યાખ્યાની-અત્યાગી) કાયિકી' એટલે પ્રàષી મિથ્યાદષ્ટિ આદિ જીવની મન-વચનની અપેક્ષા વગરની બીજાના તિરસ્કાર આદિ રૂપ કાયાની ઉદ્યમ રૂપ ક્રિયા. આ અનુપરતકાયિકી ક્રિયાના સ્વામી-અધિકારી અવિરતિધર મિથ્યાષ્ટિ વગેરે છે.
“અનુપયુક્ત કાયિકી એટલે પ્રમત્ત સંયત(વિરતિધર)ની ઘણા પ્રકારવાળી અનેક કર્તવ્યતા રૂપ અશુભ પ્રયોગ-અનુપયોગ વ્યાપાર રૂપ ક્રિયા કહેવાય છે. આ “અનુપયુક્ત કાયિકી ક્રિયાના અધિકારી અનુપયોગી સાધુ છે, એમ ભાવ સમજવો.
आधिकरणिकीमाह
संयोजननिर्वर्त्तनभेदभिन्ना नरकादिप्राप्तिहेतुर्विषशस्त्रादिद्रव्यजनिता चेष्टा મયિ િ ૨૭.
संयोजनेति । अधिक्रियते येनाऽऽत्मा दुर्गतिप्रस्थानं प्रति तदधिकरणं परोपघातिकूटगलपाशादिद्रव्यजातं, तेन निर्वृत्ताऽऽधिकरणिकी, द्विविधा सा संयोजननिर्वर्तनभेदात् । संयोजनं विषगरलहलकूटधनुर्यंत्रासिमुष्ट्यादीनां सम्बन्धनम् । निर्वर्तनं मूलोत्तरगुणभेदात् द्विधा । तत्र मूलगुणनिर्वर्तनं, पञ्चानामौदारिकादिशरीराणां मूलतो निष्पादनं, उत्तरगुणनिवर्तन्तु पाणिपादाद्यवयवकरणम् । अथवाऽसिशक्तितोमरादीनामादित एव करणं मूलगुणनिर्वर्तनम् । तेषामेव पानोज्ज्वलीकरणपरिवारादिसंपादनमुत्तरगुणनिर्वर्तनम् । विषशस्त्रादिद्रव्यजनितेति पदं द्रव्याद्रव्येषु वा जनितेति विग्रहभेदेन संयोजननिर्वर्तनार्थवर्णनपरमेवेति बोध्यम् । नवमगुणस्थानं यावद्भवत्येषा क्रिया ॥
આધિકરણિકી ક્રિયાનું સભેદ લક્ષણભાવાર્થ - સંયોજન અને નિર્વર્તના ભેદવાળી, નરક આદિ ગતિની પ્રાપ્તિમાં હેતુભૂત અને વિષ-શસ્ત્ર આદિ દ્રવ્યોથી જનિત ક્રિયા, તે “આધિકરણિકી.”
વિવેચન - આધિકરણ-આદિ જેના વડે આત્મા, દુર્ગતિગમન પ્રતિ અધિકારી થાય છે, તેવું કરણહિંસાના સાધન માત્ર આધિકરણ, અર્થાત્ પરના ઉપઘાતી કૂટ (લોઢાનો મુદ્ગર, મોગરી વગેરે હળનું લોખંડી ફળ-કોશ, હરણને પકડવાની એક જાળ-ફાંસો, પશુ-પક્ષી વગેરેને પકડવાનો ફાંસો) ગલપાશ (જળ-દોરડું) વગેરે દ્રવ્યોનો સમુદાય, તેના વડે કરેલી ક્રિયા “આધિકરણિક કહેવાય છે. તે ક્રિયા સંયોજન અને નિર્વર્તનભેદથી બે પ્રકારની છે.