________________
२७२
तत्त्वन्यायविभाकरे
ભયમોહનીયભાવાર્થ - ભયની ઉત્પત્તિમાં અસાધારણ કારણભૂત કર્મ ‘ભયમોહનીય.”
વિવેચન - જેના ઉદયથી સનિમિત્ત કે અનિમિત્ત જીવને ત્રાસને અકસ્માત આવી પડતા ભયને) પામે છે, ગભરાય છે અને તથારૂપ સ્વસંકલ્પથી જીવને ઈહલોક-પરલોક-આદાન-અકસ્માત-આજીવિકા-મરણઅપકીર્તિ રૂપ સાત પ્રકારનો ભય થાય છે, તે “ભયમોહનીય.'
લક્ષણ – “ભયોત્પાદક અસાધારણ કારણત્વે સતિ કર્મનં.”
પદકૃત્ય - પરાઘાતકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અસાધારણ' એવું પદ મૂકેલ છે. પોતાના સકલ ભયનું કારણ એવો અર્થ લેવો. પરાઘાતકર્મથી તો બીજા એવા સભ્યોને ભય થાય છે. આ કર્મથી તો પોતાને ભય થાય છે. આવો ભાવ છે. હાસ્યમોહનીય મુજબ બંને સ્થિતિ છે.
જુગુપ્સામોહનીયભાવાર્થ - બીભસ્ત પદાર્થના અવલોકનથી પેદા થયેલ ધૃણાના પ્રયોજકભૂત કર્મ ‘જુગુપ્સામોહનીય છે.
વિવેચન - જે કર્મના ઉદયથી વિષ્કા-વિકૃત માંસ વગેરે બીભત્સ-ધૃણાના વિષય રૂપ પદાર્થો પ્રત્યે જીવ, જુગુપ્સા-દુગચ્છવાળો થાય છે. અથવા શુભ કે અશુભ દ્રવ્યવિષયક વ્યલીક-અસત્ય થાય છે, તે જુગુપ્સામોહનીય' એવો અર્થ છે. આ કર્મની બંને સ્થિતિ હાસ્યમોહનીય મુજબ સમજી લેવી.
પુરૂષવેદભાવાર્થ - માત્ર સ્ત્રી સંબંધી સંભોગવિષયક અભિલાષા-ઈચ્છાનું ઉત્પાદક કર્મ ‘પુરુષવેદ.'
વિવેચન - જેમ અત્યંત કફરોગીને કેરી (ખાટી ચીજ)ની ઈચ્છા થાય છે, તેમ જે કર્મના ઉદયે અનેક આકારવાળી (સંકલ્પજન્ય પણ) સ્ત્રીઓ પ્રત્યે સંભોગવિષયક અભિલાષા થાય છે. “પુરુષવેદ' ઘાસની અગ્નિની જવાલા સરખો છે, એમ અર્થ સમજવો. નપુંસકવેદમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માત્ર' પદનું ગ્રહણ કરેલ છે. જેમ ઘાસનો પૂળો જલ્દી બળી જાય છે અને બૂઝી પણ જલ્દી જાય છે, તેનો અત્યંત સ્થિર, સતત સંબંધ ચાલતો નથી, તેમ અત્યંત જલતી પુરુષવેદ રૂપ મોહની આગ પ્રતિકાર પામતાની સાથે જ જલ્દી શાન્ત થઈ જાય છે.
પુરુષવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ-હાસ્યમોહનીયની માફક. જઘન્ય સ્થિતિ-આઠ વર્ષ સુધી. અબાધાકાળઅંતર્મુહૂર્ત.
સ્ત્રીવેદભાવાર્થ - કેવલ પુરુષ સંબંધી સંભોગવિષયક અભિલાષાનું ઉત્પાદક કર્મ ‘સ્ત્રીવેદ.”
વિવેચન - પિત્તદ્રવ્યના ઉછાળામાં જેમ મીઠી ચીજની અભિલાષા થાય છે, તેમ જે કર્મના ઉદયથી નાના આકારવાળા (સંકલ્પજન્ય) પુરુષો પ્રત્યે સંભોગની અભિલાષા, સ્ત્રીઓને જન્મે છે. અત્યંત મજબૂત ખદિર આદિ લાકડાઓથી વધેલ વાલાના સમુદાયવાળા અગ્નિની માફક, ઘણા ઘણા કાળ સુધી સ્થાયી,