________________
२७०
तत्त्वन्यायविभाकरे
હાસ્યોત્પાદકત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. પદકૃત્ય સુસ્પષ્ટ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિઅનંતાનુબંધી ક્રોધની માફક. જઘન્ય સ્થિતિ-સાગરોપમના બે સપ્તમ ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધાકાળ-અંતર્મુહૂર્ત.
રતિમોહનીયભાવાર્થ- પદાર્થવિષયક પ્રીતિના અસાધારણભૂત કર્મ ‘રતિમોહનીય.”
વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત હોય કે ન હોય, બાહ્ય-અત્યંતર વસ્તુઓમાં અને શબ્દ આદિ ઇષ્ટવિષયોમાં જીવને પ્રમોદ થાય છે, તે “રતિમોહનીય.” “પદાર્થવિષયક પ્રીતિ અસાધારણ કારણ– સતિ કર્મત્વ' એ લક્ષણ છે. લોભ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અસાધારણ' એવું પદ મૂકેલ છે. સૌભાગ્યનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પદાર્થવિષયક આવું પદ મૂકેલ છે. હાસ્યમોહનીયની માફક બને સ્થિતિ વિચારવી.
અરતિમોહનીયભાવાર્થ- પદાર્થ સંબંધી ઉદ્વેગનું કારણ કર્મ ‘અરતિમોહનીય.
વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત સહિત કે રહિત, બાહ્ય-અત્યંતર વસ્તુઓમાં જીવને અરતિઅપ્રીતિ થાય છે, તે “અરતિમોહનીય.”
‘પદાર્થવિષયક ઉગ કારણત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. દુર્ભગનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે પદાર્થવિષયક એવું પદ મૂકેલ છે. આ કર્મની બન્ને સ્થિતિ હાસ્યમોહનીય મુજબ સમજવી.
શોકમોહનીયભાવાર્થ- અભીષ્ટવિયોગ આદિ જન્ય દુઃખના હેતુભૂત કર્મ “શોકમોહનીય.” વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત સહિત કે રહિત જીવને શોક થાય છે, તે “શોકમોહનીય.”
‘અભીષ્ટવિયોગ આદિ જન્ય દુઃખહેતુત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. જેના ઉદયે જીવ, પ્રિય પદાર્થોના વિયોગ આદિના કાળમાં પોતાની છાતી ઠોકે છે, પોક મૂકે છે, માથું વગેરે પોતાના અવયવોને મારે છે, રડે છે, લાંબો નિઃસાસો મૂકે છે અને ધરણીતળ ઉપર ઢળી પડે છે, તે “શોકમોહનીય' છે એવો અર્થ સમજવો. અસતાવેદનીયમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અભીષ્ટવિયોગાદિ જન્ય' આવું પદ મૂકેલ છે. હાસ્યમોહનીય કર્મની માફક બન્ને સ્થિતિ અહીં સમજવી. भयमोहनीयमाचष्टे
भयोत्पादासाधारणं कारणं कर्म भयमोहनीयम् । ४७ । भयोत्पादेति । यस्योदयेन सनिमित्तमनिमित्तं वा त्रस्यति, वेपते, उद्विजते, तद्भयमोहनीयम् । भयोत्पादासाधारणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । पराघातेऽतिव्याप्तिवारणाया