________________
२३४
तत्त्वन्यायविभाकरे
અહીં પ્રકાશ રૂપ-શ (લાયક) સ્વભાવવાળા આત્માના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય (ક્ષયોપથમિક) મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાનો-મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાન તથા જ્ઞાનાવરણના ક્ષયથી જન્ય (ક્ષાયિક) કેવલજ્ઞાન રૂપ વિશિષ્ટ પ્રકાશો, મતિજ્ઞાન આદિથી વ્યવહારના ક્ષયથી જન્ય (ક્ષાયિક) કેવલજ્ઞાન રૂપ વિશિષ્ટ પ્રકાશો, મતિજ્ઞાન આદિથી વ્યવહારના વિષયો, પર્યાયો હોઈ બહુ વિકલ્પવાળા છે. (જેમ કે-મતિજ્ઞાનના અવગ્રહ આદિ ભેદો, શ્રુતજ્ઞાનના અંગ-અનંગ ભેદો, અવધિજ્ઞાનના ભવજન્ય, ક્ષયોપશમજન્ય, પ્રતિપાતી આદિ ભેદો, મન:પર્યવજ્ઞાનના ઋજુમતિ-વિપુલમતિ ભેદો અને કેવલજ્ઞાનના સયોગીસ્થ-અયોગસ્થ આદિ ભેદો છે.) ત્યાં (આત્મામાં) મતિજ્ઞાનાવરણ આદિ પણ બહુ વિકલ્પવાળા હોય છે.
શંકા- અભવ્યમાં મન:પર્યવશક્તિ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિનું સામર્થ્ય છે કે નહિ? જો છે, તો અભવ્યત્વ અનુપપત્ર-અસંગત છે. જો નથી, તો મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણનો સદ્ભાવ કેવી રીતે? કેમ કે-મન:પર્યવજ્ઞાનશક્તિ અને કેવલજ્ઞાનપ્રાપ્તિના સામર્થ્ય રૂપ ઉભય સામર્થ્યનો અભાવ છે.
સમાધાન- આદેશવચન-નયવચનની અપેક્ષાએ ખરેખર દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ, વિદ્યમાન, મન:પર્યવજ્ઞાન શક્તિ અને કેવલપ્રાપ્તિ સામર્થ્ય રૂપ બને શક્તિઓમાં આવરણ છે. પર્યાયની અપેક્ષાએ અવિદ્યમાન પૂર્વોક્ત બંને શક્તિ ઉપર આવરણ છે
શંકા- તો પછી દ્રવ્યર્થનયની અપેક્ષાએ અભવ્યમાં પૂર્વોક્ત બંને શક્તિઓની વિદ્યમાનતા હોઈ ભવ્યત્વની પ્રાપ્તિ) થશે જ ને ?
સમાધાન-સમ્યક્ત્વ આદિ પર્યાયોની અભિવ્યક્તિના યોગના યોગ્યમાં જ ભવ્યત્વ, તેનાથી વિપરીત તથાવિધ અયોગ્યમાં અભવ્યત્વ (સમ્યકત્વ આદિ પર્યાય વ્યક્તિયોગાનહત્વ અભવ્યત્વ) - આવા પ્રકારનો નિયમ છે. પરંતુ “મન:પર્યવ-કેવલજ્ઞાન સામર્થ્યવાળામાં ભવ્યત્વ અને તેનાથી વિપરીતમાં અભવ્યત્વ - આવો નિયમ નથી, એટલે કોઈ પણ દોષ નથી.
આ જ પાંચ જ્ઞાનાવરણો, પૂર્વકથિત વિભાગવાક્યમાં જ્ઞાનાવરણીય પંચપદથી કહેલા છે. આ પ્રમાણે ઇતિપદ સૂચન કરે છે.
सम्प्रति दानान्तरायमभिधत्तेसामग्रीसमवधानासमवधानयोस्सतोर्दानसामर्थ्या भावप्रयोजकं कर्म दानान्तरायः ।।।
सामग्रीति । अन्तरं मध्यं दातृदेयादीनां तदेति ईयते वाऽनेनेत्यन्तरायः । यस्मिन्मध्येऽवस्थिते दात्रादेर्दानादिक्रियाऽभावो दानादीच्छाया बहिर्भावो वा सोऽन्तरायः । दानस्यान्तरायो दानान्तरायः । अन्तर्धीयतेऽनेनात्मनो दानादीत्यन्तरायः । अन्तर्धानमात्मनो दानादिपरिणामस्येति वाऽन्तरायः । दाने सामग्यः, देयद्रव्यं प्रतिग्राहको दानफलवेत्तृत्वमित्यादयस्तासां समवधानेऽसमवधाने वा यत्कर्मोदितं दानक्रियायास्तत्सामर्थ्यस्य वा प्रतिरोधकं तादृशं कर्म दानान्तराय उच्यत इत्यर्थः । सामग्रीसमवधानासमवधानयोस्सतोरिति पदमस्त्यस्य