________________
सूत्र - ४, पञ्चमः किरणे
२२९ संकेतं श्रुतं वाऽनुस्मृत्य प्रवर्ततेऽपि त्वभ्यासपाटवादेव, श्रुतानुसारिसाभिलापज्ञानावरणकारणत्वे सति कर्मत्वमित्युक्तौ यद्यपि न कोऽपि दोषस्तथापि साभिलापज्ञाने मतिज्ञानस्य हेतुत्वमात्रप्रदर्शनपरं मतिज्ञानसापेक्षेति पदम् । यद्वाऽक्षरादिश्रुतविशेषेषु येऽवग्रहादयः समुपजायन्ते ते चाश्रुतानुसारित्वे मतिज्ञानतया व्यपदिश्यन्ते श्रुतस्य मतिपूर्वकत्वात्, यस्तु तेषु श्रुतानुसारी ज्ञानविशेषः स श्रुतज्ञानत्वेनेति सूचयितुं वा तत्पदम् । अस्योभयविधा स्थितिर्मतिज्ञानावरणवत्, देशघातीदम् ॥
શ્રુતજ્ઞાનાવરણનું લક્ષણ કહે છેભાવાર્થ- મતિજ્ઞાન સાપેક્ષ શબ્દથી સંબદ્ધ જે અર્થ છે, તે વિષયવાળા અને શ્રુતને અનુસરનાર ગ્રહણના આવરણ કારણભૂત કર્મ “શ્રુતજ્ઞાનાવરણ.'
વિવેચન- મતિજ્ઞાન સાપેક્ષ એટલે મતિજ્ઞાન રૂપ અપેક્ષા કારણજન્ય, ઉપચારથી દ્રવ્યશ્રુત રૂપ શબ્દ. તે શબ્દની સાથે વાચ્યવાચક ભાવથી સંબંધી જે અર્થને “શબ્દસંસ્કૃષ્ટ અર્થ કહેવાય છે. તે શબ્દ સંસ્કૃષ્ટ અર્થવિષયક ગ્રહણ (વિશેષવિષયક બોધ) અર્થાત્ શ્રતગ્રંથને અનુસાર ગ્રહણના આવરણમાં કારણભૂત કર્મ શ્રુતજ્ઞાનાવરણ.”
તથાચ મતિજ્ઞાન સાપેક્ષ-શ્રુતાનુસારી-અભિલાપ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ શ્રુતજ્ઞાનાવરણનું લક્ષણ છે. પદકૃત્ય-વિશેષ્ય દલ અને વિશેષણ દલનું પૂર્વની માફક સમજવું.
જો સાભિલાપજ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્યત્વ-એમ લક્ષણ કરવામાં આવે, તો શબ્દના ઉલ્લેખ સહિત ઈહા આદિ જ્ઞાનાવરણ કારણભૂત મતિજ્ઞાનાવરણ વિશેષમાં અતિવ્યાપ્તિના વારણ માટે શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ'- એમ મૂકેલ છે.
અર્થાતુ ઇહા આદિ શ્રુતાનુસારી નથી, માટે ત્યાં દોષ નથી. વળી મતિજ્ઞાન સાપેક્ષ-સાભિલાપજ્ઞાનાવરણ હેતુત્વ વિશિષ્ટ કર્યત્વ- એમ કહેવામાં મતિજ્ઞાનનિરપેક્ષ “ઇહા આદિમાં અતિવ્યાપ્તિ નથી' એમ નહિ કહેવું, કેમ કે-ઇહા આદિ અવગ્રહ આદિ રૂપ મતિજ્ઞાનની અપેક્ષાવાળા છે.
શંકા- ઈહા આદિ ઋતાનુસારી છે, કેમ કે- સંકેતના કાળ આદિમાં સાંભળેલ શબ્દના અનુસ્મરણ સિવાય ત્યાં શબ્દાભિલાપનો અસંભવ છે ને?
___१. मतिज्ञानस्य साभिलापानभिलापरूपत्वेऽपि व्यवहारकाले सङ्केतकालप्रवृत्तस्य श्रुतग्रन्थसम्बन्धिनो वा शब्दस्याननुस्मरणादश्रुतानुसारित्वं, श्रुतज्ञाने तादृशशब्दानुस्मरणस्यावश्यकत्वेन श्रुतानुसारित्वमिति भावः ॥ न चैकेन्द्रियाणां सामग्यभावेन श्रुतानुसारित्वासम्भवाच्छुतज्ञानाभावेन तदावरणमपि न स्यात्, इष्टञ्च तत्र तदुभयमिति वाच्यम्, भावश्रुतस्य तत्रापि स्वीकारेण दोषाभावात्, न चैवं तत्रयाश्रुतज्ञानावरणेऽव्याप्तिरिति वाच्यम्, पर्यायनयेन श्रुतानुसारिसाभिलापज्ञानवृत्तिज्ञानत्वसाक्षाद्वयाप्यधर्मवदावरणकारणत्वे सति कर्मत्वस्य विवक्षया दोषाभावादिति ભાવ: |