________________
१९४
तत्त्वन्यायविभाकरे
વિવેચન- હાડકાંના બંધનમાં દઢતા સંબંધી તરતમતા ઉત્પન્ન કરવામાં કારણભૂત કર્મ ‘સહનન' કહેવાય
- વજઋષભનારાચ સંહનન-અહીં વજ શબ્દ ખીલી (ખીલીના આકાર જેવું હાડકું)ને કહેનાર છે. ઋષભ શબ્દ વીંટવાના પાટાને (પાટાના આકારવાળું હાડકું) કહેનાર છે. નારીચ શબ્દ ઉભય પડખેથી મર્કટ બંધને (જેમ વાંદરીનું બચ્ચું પોતાની માને હાથની આંટી મારીને મજબૂત રીતે વળગી રહે છે, તેમ બે હાડકાના બે છેડા પરસ્પર એકબીજાને આંટી દઈને મજબતપણે વળગી રહે તેને) કહેનાર છે.
તથાચ પાટાના આકારવાળા ત્રીજા હાડકાથી વીટેલ બે બાજુના બે હાડકાંના છેડા પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે વળગી રહેનાર બે હાડકાની ઉપર, ઉપર-નીચેના પાટાને અને બે હાડકાના છેડાઓને વિંધીને રહેનાર ખીલીના આકાર જેવા બીજા હાડકાની વિશિષ્ટતાનું પ્રયોજક (કારણ) કર્મ, વજઋષભનારાચ' કહેવાય છે. તાદશ પ્રયોજકત્વ કર્મ– લક્ષણનો અર્થ સમજવો. અહીં વિશેષણવિશેષ્યનું ફળ પૂર્વની માફક સમજવું. કર્મપ્રકૃતિ ગ્રંથોમાં કહેલ “વજનારાચ' નામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પાટાની આકૃતિવાળા ત્રીજા હાડકાથી વીંટેલ' એ પ્રમાણે કહેલ છે.
ઋષભનારાંચ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે, પાટા આકૃતિના જેવા હાડકાથી બાંધેલ બંને પાર્થથી મર્કટબંધથી બદ્ધ બે હાડકાના પ્રયોજક કર્મત્વ એમ નહિ કરીને “તચ્છિત્રપરિ’ ઇત્યાદિ કહેલ છે.
આ વજઋષભનારા સંતનનવિશેષ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિની માફક જાણવી, જ્યારે જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક જાણવી.
આ વજઋષભનારાચ સંહનન નામકર્મ છ પ્રકારના સંઘયણોમાંનું પહેલું સંઘયણ છે અને તે જ વિભાગવાક્યમાં કહેલ “આદિમસંહનન' શબ્દથી વાચ્ય છે.
છ પ્રકારનું પણ સંઘયણ ઔદારિકશરીરમાં છે જ, બીજા શરીરમાં નથી, કેમ કે- ઔદારિક સિવાયના તે શરીરમાં હાડકાં વગેરેનો અભાવ છે.
अथ षड्विधेषु शरीराकृतिविशेषरूपसंस्थानेषु समचतुरस्रसंस्थानस्यादिमस्य प्रयोजकं नामकर्म वक्तुमादौ संस्थानपदार्थमाह
आकारविशेषस्संस्थानम् । सामुद्रिकलक्षणलक्षितचतुर्दिग्भागोपलक्षितशरीरावयवपरिमाणसादृश्यप्रयोजकं कर्म समचतुरस्रसंस्थानम् । इदमादिमसंस्थानम् । तीर्थकरास्सर्वे सुराश्चैतत्संस्थानभाजः । १३ ।
आकारविशेष इति । अवयवरचनात्मिका शरीराकृतिरित्यर्थः । समचतुरस्रसंस्थाननामकर्माह-सामुद्रिकेति । समाः शरीरशास्त्रोक्तप्रमाणलक्षणाविसंवादिन्यः चतस्रोऽस्रयः चतुर्दिग्विभागोपलक्षिताः शरीरावयवा यस्य तच्छरीरं समचतुरस्रं भवति, तथा च सामुद्रिक लक्षणलक्षितचतुर्दिग्भागोपलक्षितशरीरावयवपरिमाणसादृश्यप्रयोजकत्वे सति कर्मत्वं