________________
१८८
तत्त्वन्यायविभाकरे તૈજસ-કાશ્મણ-ચોથા-પાંચમા તૈજસ-કાર્પણ બે શરીરો સર્વ સંસારી જીવોને હોય છે. તૈજસ-કાર્પણ બે શરીરો, અમુક જન્મમાં આ બે તૈજસ-કાર્પણની ઉત્પત્તિ થઈ છે, આવો કોઈ નિયમ નહિ હોવાથી તૈજસકાર્પણ અનાદિ છે. તૈજસ-કાશ્મણ બંને, લોકાન્ત સિવાય સર્વ લોકમાં સૂક્ષ્મ હોવાના કારણે અવ્યાધાતીપ્રવેશનિર્ગમનવાળા હોઈ, સર્વ લોકમાં અપ્રતિહત શક્તિવાળા હોઈ અપ્રતિઘાતી છે. અનાદિ સંબંધીઅપ્રતિઘાતી તૈજસ સહિત કાર્મણ સર્વ જન્મોમાં હોય છે. કાર્પણ સહરચિત (સહચારી) આ તૈજસ ઉષ્મા (ગરમી) લક્ષણવાળું, રસ આદિ રૂપ આહારપાકજનક લેવાનું છે.
લબ્લિનિમિત્તજન્ય તૈજસશરીર સર્વ જીવોને હોતું નથી. કદાચિતુ તૈજસશરીર લબ્ધિરૂપ કારણથી પેદા થયેલ શક્તિવાળું (શાપ અનુગ્રહ પ્રયોજનવાળું) તૈજસશરીર વિશિષ્ટ તપ-અનુષ્ઠાનથી કોઈકને જ હોય છે.
કાર્મણ- કામણશરીર તો નિયમા સર્વ જીવોને હોય છે. આ કાર્મણશરીર ઔદારિક આદિ શરીરોનું બીજ છે. કર્મ રૂપી કર્મણ એટલે જ્ઞાન આવરણ આદિ કર્મ કાર્મણનું કારણ છે, કેમ કે-કર્મ રૂપ છે. પોતે કાર્ય રૂપ છે, કેમ કે- સ્વકારણથી જન્ય છે અને બીજા ઔદારિકશરીર આદિનું બીજ છે એટલે કારણ રૂપ છે, અર્થાત્ આ કામણ શરીર કાર્ય-કારણ રૂપ છે. (સૂર્યનો પ્રકાશ જેમ પોતાના મંડલને પ્રકાશે છે અને સ્થંભ, કુંભ વગેરે દ્રવ્યો પ્રકાશે છે, એમાં અન્ય પ્રકાશકની અપેક્ષા નથી તેમ.) કાર્મણશરીર પોતાના સ્વરૂપનું અને
ઔદારિક આદિ શરીરોનું કારણ છે, કેમ કે કર્મ માત્ર કર્મ સ્વભાવ રૂપ કાર્પણ છે. અહીં જ્ઞાનાવરણ આદિ કર્મ ભિન્ન કોઈ કર્મની અપેક્ષા નથી.
શંકા- શરીરોનું પ્રયોજનકાર્ય ઉપભોગ છે, માટે શરીરો ઉપભોગવાળા કહેવાય છે. તો સઘળા શરીરોમાં ઉપભોગ છે કે કેટલાક શરીરોમાં ઉપભોગ છે?
સમાધાન- કામણશરીરને છોડી, ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ-એમ ચાર શરીરો ઉપભોગવાળા છે. કાર્યણશરીર ભિન્ન ચાર શરીરો વડે જીવ સુખ-દુઃખનો ઉપભોગ (અનુભવ) કરે છે, કર્મબંધન કરે છે, કર્મનું વેદન કરે છે અને કર્મની નિર્જરા કરે છે. એથી તે ઔદારિક આદિ ચાર શરીરો ઉપભોગવાળા કહેવાય છે.
(૧) કામણશરીર ઉપભોગવાળું નથી- નિરૂપભોગ છે, કેમ કે-છબસ્થને સુખ-દુઃખોપભોગ અસંખ્યાત સમયવાળો (જનિતકૃત) છે. વિગ્રહગતિ ચાર સમયવાળી છે. ત્યાં અંતર્ગતિમાં કાર્પણ અસંખ્ય સમયવાળો ભાગ અશક્ય હોઈ અંતરાલગતિમાં કાર્પણનું જ સ્વાતંત્ર્ય છે. બીજે પારતંત્રજ છે, માટે કાર્મણ ઉપભોગ વગરનું છે.
(૨) કાર્પણ વિશિષ્ટ કર્મબંધ કરતું નથી, કેમ કે તે વખતે અભિવ્યક્ત સ્વરૂપવાળો કર્મબંધકારણકલાપ કામણમાં નથી, કેમ કે- તે કાર્મણ હાથ-પગ-મુખ-આંખ વગેરે રૂપ શરીર અવયવોથી રહિત છે, તેમજ મન અને વચનના વ્યાપારથી રહિત છે, માટે સ્પષ્ટ હિંસા આદિનો અભાવ છે.
વિશિષ્ટ અનુભાવ (રસોઇય)થી કર્મ કાર્યણશરીરથી અનુભવાતું નથી, કેમ કે- અંતર્ગતિમાંવિગ્રહગતિમાં અતિ અલ્પકાળ છે. ઉદીરણા આદિનો અભાવ છે. કાશ્મણશરીરથી કર્મની નિર્જરા થતી નથી, કેમ કે- જે અનુભવાતું હોય તેની નિર્જરા હોય છે. અનુભવનો અભાવ હોઈ-નિમિત્તાનો અભાવ હોઈ નિર્જરા નથી થતી. એટલે જ વિશિષ્ટ ભોગ આદિની અપેક્ષાએ કામણશરીરને છોડી ચાર શરીરો