________________
१७२
तत्त्वन्यायविभाकरे
(૨) જો અનુકૂળ વેદનીય હોય અને કર્મ હોય તે “સાતવેદનીય છે-એમ કહેવામાં આવે, તો સઘળુંય પુણ્ય રૂપ કર્મ, અનુકૂળપણાએ આનંદ આદિ રૂપે અનુભવયોગ્ય (અનુભવ રૂપ) વેદનીય હોઈ, સાત ભિન્ન અલક્ષ્યભૂત સર્વ ઉચ્ચ ગોત્ર આદિમાં અતિવ્યાપ્તિ નામક દોષના વારણ માટે “આયુર્નામગોત્રભિન્નત્વ' રૂપ પ્રથમ વિશેષણ દલ મૂકેલ છે.
(૩) જો “આયુર્નામગોત્રકર્મભિન્ન' કર્મ તે “સાતવેદનીય છે- એમ કહેવામાં આવે, તો અલક્ષ્યભૂત અસાતવેદનીય કર્મમાં અતિવ્યાપ્તિ દોષના વારણ માટે “અનુકૂળ વેદનીયત્વ' રૂપ બીજું વિશેષણ દલ મૂકેલ છે.
(૪) જો “આયુર્નામગોત્રભિન્ન હોય છતે અનુકૂળ વેદનીયત્વ-એવું સાતનું લક્ષણ કરવામાં આવે, તો અલક્ષ્યભૂત સાતને અનુકૂળ અધ્યવસાય-ભાવમાં અથવા અલક્ષ્યભૂત-સાધારણ કાળ આદિ ગણમાં અતિવ્યાપ્તિ દોષવારણ માટે “કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ સ્વીકારેલ છે.
ભાવાર્થ એવો છે કે- દેવ આદિ ગતિ-જન્મોમાં, કર્તા (ઉપભોકતા) (પ્રાય:પ્રચુરપણાએ દેવ-મનુષ્યમાં સાતાનો ઉદય છે, કદાચ અસાતાનો ઉદય પણ છે. તિર્યચોમાં-નારકીઓમાં પ્રચુરપણાએ દુઃખનો ઉદય છે, કદાચ સુખનો ઉદય પણ છે.).
આત્માના શરીર અને મન દ્વારા સુખપરિણામ રૂપ, આગંતુક (નિમિત્તકારણ) અનેક શુભ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ-ભવના સંબંધને પામી ઉદય અવસ્થાને પામેલ અતિબહુ ભેદવાળું ઈષ્ટ, જે કર્મના ઉદયથી થાય છે, તે “સાતવેદનીય” (પ્રશસ્ત-સ્વ ઈષ્ટવિષયનો વેદનીય અનુભવ જેનાથી થાય છે, તે સઘ-વેદનીય પણ કહેવાય છે.)
સાતવેદનીયની સ્થિતિ-ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ પંદરસો વર્ષોનો છે. જઘન્ય સ્થિતિ કષાયિકી-કષાય સંબંધી બાર મુહૂર્તની છે. અબાધાકાળ અંતર્મુહૂર્તનો છે.
આ સ્થિતિ સંક્ષિપંચેન્દ્રિય સંબંધી જ સમજવાની છે. અકષાયિકી જઘન્યથી ઉત્કૃષ્ટથી પણ સાતવેદનીયની સ્થિતિ-યોગીકેવલી આદિમાં બે સમય માત્રની છે.
હવે ઉચ્ચ ગોત્રના સ્વરૂપને કહે છેઉચ્ચ ગોત્ર રૂપ લક્ષ્યના લક્ષણમાં કર્મત્વ એ વિશેષ્ય દલ છે. વેદનીય-આયુનામકર્મથી ભિન્નત્વ રૂપ પહેલું વિશેષણ દલ છે. બીજું ગૌરવજનકત્વ વિશેષણ દલ છે.
પદકૃત્યો-(૧) જો કર્મત્વ જ ઉચ્ચ ગોત્રનું લક્ષણ રચવામાં આવે, તો અલક્ષ્યભૂત સાતવેદનીય આદિ કર્મમાં અતિવ્યાપ્તિ દોષના વારણ માટે બે વિશેષણ દલોનો નિવેશ છે. એવં સાતવેદનીય આદિમાં કર્મ હોઈ કર્યપણું છે, પણ વેદનીય આદિ કર્મથી ભિન્નપણું નથી, ગૌરવજનકપણું નથી.
(૨) જો ગૌરવજનકપણું અને કર્મપણું એ ઉચ્ચ ગોત્રનું લક્ષણ છે-એમ કહેવામાં આવે, તો સાતવેદનીયવાળામાં, દેવ આયુષ્યવાળામાં અને તીર્થંકર નામકર્મવાળામાં ગૌરવ દેખાતું હોઈ, અલક્ષ્ય તે તે સાતવેદનીય, દેવ આયુ અને તીર્થંકર નામકર્મમાં ગૌરવજનકત્વ હોઈ, અતિવ્યાપ્તિના વારણ માટે વેદનીયઆયુર્નામકર્મભિન્નત્વ' રૂપ પ્રથમ વિશેષણ દલ મૂકેલ છે. અલક્ષ્યભૂત સાતવેદનીયાદિ ત્રણ, વેદનીયાદિ કર્મ ભિન્ન નથી, વેદનીયાદિ કર્મ રૂપ છે.
(૩) જો “વેદનીયાધુર્નામકર્મથી ભિન્નપણું અને કર્મપણું-એવું ઉચ્ચ ગોત્રનું લક્ષણ બાંધવામાં આવે, તો અલક્ષ્યભૂત નીચ ગોત્રમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ગૌરવજનકત્વ' રૂપ બીજું વિશેષણ દલ મૂકેલ છે.