________________
આલેખન કરી સાહિત્ય જગતમાં સાહિત્યરત્નોને વધારી શોભા પ્રદાન કરી છે. અને વિધ્વત્ જગત્ પણ આ આપશ્રીની ટીકાઓ જોઈ સંસ્કૃતના પ્રગલ્મ-પ્રખર વિદ્વાન તરીકે નવાજે છે. હમણા પણ પૂજ્યશ્રી પૂ. હરિભદ્રસૂ. મ.નો ગ્રંથ લલિતવિસ્તરા અને તેની પંજિકા ઉપર વિસ્તારથી નિર્વાણ ગિરામાં ટીકાની રચના કરી રહ્યા છે. આવા આવા મહાન ગ્રંથોની રચનાપૂજ્યશ્રીએ કરેલ છે.
અદ્ભુત અનુવાદકારઃ દશવૈકાલીક, ઉત્તરાધ્યયન જેવા આગમિક ગ્રંથો તથા લલિતવિસ્તરા, તત્ત્વન્યાયવિભાકર, વિજયોલ્લાસ મહાકાવ્ય, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષત, લલિતવિસ્તરા આદિ ગ્રંથોની સં. ટીકા જેવા દાર્શનિક ગ્રંથોનો સટીક ગુર્જરીનુવાદ પ્રકાશિત કરી સાહિત્યોપાસના દ્વારા શાસનની મહાન સેવા કરી છે. - કર્ણાટકકેસરીઃ જિનશાસનની પ્રભાવના કરવા દૂર સુદૂર મારવાડ -માલવા - કર્ણાટક - આંધતામિલ - મહારાષ્ટ્ર- ઉત્તરપ્રદેશ જેવા પ્રદેશોમાં દુર્ગમ વિહાર કરી દીક્ષાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાન, ઉજમણા આદિ દ્વારા જૈનશાસનની જયોત જગતમાં પ્રસારી છે ! તેના ફલસ્વરૂપે ચિકમંગલૂરમાં કર્ણાટકના ઘણા સંઘોએ ભેગા મળી ઉપધાનમાલા પ્રસંગે આપશ્રીને કર્ણાટક કેસરીની પદવીથી અલંકૃત કર્યા. તેઓશ્રીએ રત્નાગિરિ-ચિકમંગલૂર જેવાં દુર્ગમ શહેરોમાં પણ ચોમાસા કર્યા છે. એજ એમની શાસનસેવાની ધગશ દેખાય છે. | શ્રાવતિ તીર્થોદ્ધારક : કલ્યાણકોની ભૂમિઓ એટલે ઉત્તરપ્રદેશ અને બિહાર આવી જ એક કલ્યાણક ભૂમિ ઉત્તરપ્રદેશમાં આવેલ શ્રાવસ્તિ જે ભૂગોળમાંથી ભૂસાઈ ગઈ હતી. આવી સંભવનાથ પ્રભુના ૪ કલ્યાણક ભૂમિનો ભવ્ય ઉદ્ધાર આપશ્રીની પ્રેરણાથી બેંગલોર શ્રી સંઘની કમિટિ દ્વારા થઈ ગયો. આજે ત્યાં સંભવનાથ પ્રભુનું ભવ્ય-રમ્ય-દિવ્ય સંગેમરમરનું મંદિર જાણે સ્વર્ગના વિમાન સદેશ ભવ્યોને ધર્મની ભવ્ય પ્રેરણા પ્રદાન કરી રહેલ છે. સાથે ઉપાશ્રય તથા ધર્મશાલા નિર્માણ થયેલ છે. કોંકણ જેવા ડુંગરાળ પ્રદેશમાં શાસનપ્રભાવના કરી કોંકણ ઉદ્ધારક બન્યા... આવા મહાન શાસન પ્રભાવક આચાર્યદેવશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના. જન્મ
: વિ.સં. ૧૯૭૩, મહા વદ-૬, છાણી દીક્ષા I : વિ.સં. ૧૯૮૯, અષાઢ સુદ-૧૧, પાટણ ગણિ-પં.પદ : વિ.સં. ૨૦૧૪, માગસર સુદ-૬, છાણી આચાર્યપદ : વિ.સં. ૨૦૨૬, માગસર સુદ-૬, આદોની (A.P) -કર્ણાટકકેસરી પદ : વિ.સં. ૨૦૩૨, ચીકમંગલૂર - કર્ણાટક
: વિ.સં. ૨૦૪૮, અંકલેશ્વર-ગુજરાત
કાલધર્મ
15