________________
सूत्र - २०, तृतीय किरणे
१५३
અર્થાત્ અનાદિ વૃદ્ધ પુરુષોની પરંપરાના કરેલ સંકેત (જેમ કે- આ શબ્દનો આ અર્થ વાચ્ય છે. આ વાચ્યનો આ શબ્દ વાચક છે, આવી પુરુષાધીન-અર્થબોધક શક્તિ)ની પ્રસિદ્ધિના વિશે (સ્વાભાવિક, યોગ્યતા નામક શબ્દની અર્થપ્રતિપાદન શક્તિ વશે પણ) પ્રત્યેક અર્થમાં નિયત, પરસ્પરની અપેક્ષાથી શબ્દના વાચ્યભૂત, એક અર્થ કરનાર વાચકપણું હોઈ શિબિકાના ઉદ્વાહકની માફક (જેમ શિબિકા અને શિબિકાને ઉપાડનાર પરસ્પર અપેક્ષા રાખી એક કાર્ય કરે છે, તેમ શબ્દ અને અર્થ પરસ્પર અપેક્ષા રાખી આત્માના જ્ઞાન રૂપ એક કાર્ય કરે છે.) સંગત, વર્ણ, (અકાર આદિ, ભાષાવર્ગણાના પરમાણુ રૂપ પુદ્ગલોથી જનિત વર્ણ) પદ, (વર્ણસમુદાય રૂ૫) વાક્ય (પદોના સમુદાય રૂ૫) અર્થાત્ વર્ણ-પદ-વાક્ય રૂપ અને અવ્યક્ત શબ્દ (બેઇન્દ્રિયથી માંડી તિર્યંચ પંચેન્દ્રિયોનો જે શબ્દ, પરસ્પર પત્થરોના અથડાવવાથી થતો શબ્દ તથા વાજિંત્ર આદિનો શબ્દ અને વ્યક્ત અક્ષરોના અભાવથી અવ્યક્ત શબ્દ) નામક પ્રકારવાળો ધ્વનિ જ “શબ્દ” (કાનથી ગ્રહણ થતું હોઈ શ્રોત્રગ્રાહ્ય શબ્દ) કહેવાય છે.
તે શબ્દ પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી વિશિષ્ટ પરિણામથી પરિણત પુદ્ગલદ્રવ્ય રૂપ છે.
(તે શબ્દ,મેઘના અવાજની માફક સ્વાભાવિક અને જીવવ્યાપાર રૂપ પ્રયોગજન્ય પ્રાયોગિક. જેમ કેમૃદંગ આદિનો અવાજ (તત), વણા આદિનો ધ્વનિ (વિતત), કાંસીજોડા આદિનો અવાજ (ઘન), વાંસળી વગેરેનો અવાજ (શુષિર), કરવત-કાષ્ઠ આદિના સંઘર્ષણજન્ય અવાજ (સંઘર્ષ), અને વ્યક્તિ વાણીવાળા મનુષ્ય આદિ વડે વર્ણપદ-વાક્યના આકારે બોલાય તે ભાષા વિશિષ્ટ અર્થના બોધ પ્રત્યે હેતુ રૂપે શબ્દ છે.)
તે શબ્દ પુદ્ગલદ્રવ્યના પરિણામ રૂપ હોઈ મૂર્ત (રૂપ-રસ-ગંધ-સ્પર્શવાન) છે.
અતઃ શબ્દ રૂપ પુદ્ગલદ્રવ્ય જેમ પરિણામી હોઈ મૂર્તિ છે (મૂર્ત હોઈ પરિણામી છે), તેમ શબ્દમાં રહેલ રૂપીપણું (પુગલપરિણામ) છે, કેમ કે- જેમ પીંપળ વગેરે વસ્તુઓ દ્રવ્યાન્તરના વૈકારિક સંયોગથી વિકૃત માલુમ પડે છે, તેમ શબ્દ પણ વર્ણોની ઉત્પત્તિના સ્થાન રૂપ કંઠ, મસ્તક આદિ દ્રવ્યાન્તરના વિકારથી વિકૃત થતો દેખાય છે.
જયારે ઢોલ વગેરે વગાડવામાં આવે છે, ત્યારે નીચેની ભૂમિમાં કંપન થાય છે. આનું કારણ શબ્દની મૂર્તતા છે. શંખ વગેરેના તીવ્ર શબ્દો કાનને બહેરા કરી મૂકે છે. આવું સામર્થ્ય આકાશ આદિમાં નથી. જેમ પર્વતથી પ્રતિઘાત પામેલો પત્થર પાછો પડે છે, તેમ પર્વત સાથે કે ગમે તે સ્થળે અથડાયેલ શબ્દનો પડઘો પડે છે.
સર્વત્ર શબ્દ જઈ શકે છે. અગરના ધૂપની માફક શબ્દમાં ફેલાઈ જવાનું સામર્થ્ય છે. શબ્દનું વિસર્જન થાય છે.
જેમ ઘાસ, પાંદડાં વગેરેને વાયુ લઈ જાય છે, તેમ શબ્દને વાયુ લઈ જાય છે. દીવાને જેમ સઘળી દિશાઓ ગ્રહણ કરે છે, તેમ શબ્દને સર્વ દિશાઓ સ્થાન આપે છે. જેમ અભિભાવક સૂર્યમંડળના પ્રકાશ વડે, જેમ તારાસમૂહ આદિ અભિભવનીય બને છે-દબાય છે, તેમ અભિભાવુક મોટા શબ્દથી અલ્પ શબ્દ અભિભવનીય છે. તેથી પુલપરિણામ રૂપ શબ્દ છે.
શંકા- શબ્દ પુદ્ગલના પરિણામ રૂપ નથી, કેમ કે- છિદ્ર વગરના મકાનની અંદરથી તે નીકળે છે. ત્યાં બહારથી પ્રવેશ છે. વ્યવધાયક (વચ્ચે આવનાર) ને નહિ ભેદવા વગેરે દેખાય છે, કેમ કે-જે પુદ્ગલનો