________________
तत्त्वन्यायविभाकरे
વળી જે બંનેમાં (અવયવ-અવયવીમાં) તાદામ્ય નથી, તે બંનેમાં અભિન્ન દેશપણું નથી અર્થાત્ ભિન્ન દેશવર્તીપણું છે. જેમ કે-સહ્ય પર્વત અને વિન્ધ્યપર્વત.
१४२
વળી અવયવ અને અવયવીનું અભિન્ન દેશવર્તીપણું છે, માટે જ અવયવ અને અવયવીનું તાદાત્મ્ય જ છે, એમ પણ નહિ કહેવું, કેમ કે- અવયવ અને અવયવીમાં અભિન્ન દેશવર્તીપણાનો અભાવ છે. ખરેખર, ઘટ આદિનો કપાલ દેશ છે અને તેનો પોતાનો અવયવ દેશ છે, માટે દેશનો ભેદ છે જ.
વળી ‘પ્રત્યક્ષથી કથંચિદ્ તાદાત્મ્યની પ્રતીતિ હોવાથી સર્વથા ભેદપક્ષ બાધિત છે.’- એમ પણ નહિ કહેવું, કેમ કે- કાર્ય-કારણ આદિનો ભેદ સર્વ વાદીઓએ સ્વીકારેલ હોવાથી ભેદ પૂર્વસિદ્ધ છે, માટે તાદાત્મ્ય (અભેદ)માં પૂર્વસિદ્ધિનો અભાવ છે.
કાર્ય-કારણપણું, ધર્મ-ધર્મીપણું, આધાર-આધેયપણું, વિભિન્ન ક્રિયાપણું વગેરેથી ભેદની સિદ્ધિ હોવાથી, અવયવ અને અવયવીનો ભેદ જ છે ને ?
સમાધાન- જો તમારા પક્ષ પ્રમાણે અવયવ અને અવયવીનો ભેદ માનવામાં આવે, તો વૃત્તિની ઉપપત્તિ થતી નથી.
ખરેખર, તે વૃત્તિ દરેક આશ્રયમાં એક દેશથી કે સર્વ ભાગથી છે ? ત્યાં એક આધેયનું આશ્રય દીઠ એક ભાગથી વૃત્તિત્વ નથી, કેમ કે- નિરવયવ છે. અર્થાત્ એક અવયવી આદિના અંશનો અભાવ હોવાથી અનેક અવયવ આદિ આધારમાં વૃત્તિ થતી નથી.
એક અવયવીની આશ્રય દીઠ સર્વ દેશથી વૃત્તિતા નથી, કેમ કે-ઘણા અવયવીઓ માનવાની આપત્તિ આવે છે, કેમ કે- પોતાના અવયવોમાં દરેક (અવયવી) સર્વ દેશથી વર્તે છે.
વળી ‘અવયવી પ્રદેશવાળો છે’- એમ માનવું પણ વ્યાજબી નથી.
અહીં પણ વૃત્તિવિકલ્પ દ્વારા અનવસ્થા છે, કેમ કે- એક દેશથી કે સર્વદેશથી વૃત્તિનો સંભવ છે. એ સિવાય વૃત્તિ અપ્રસિદ્ધ છે.
‘અહીં આધાર અને આધેયનો યોજક સમવાય નામક બીજો પ્રકાર વર્તે છે.’ (વૃત્તિ-સમવાયથી અવયવ અને અવયવીમાં સંબંધ માને છે. અયુતસિદ્ધ આધાર્ય-પટ અને આધારતંતુ પદાર્થોનો (આ તંતુઓમાં પટ છે) આવા જ્ઞાનના હેતુ-સંબંધ ‘સમવાય' છે.
આ સમવાય દ્રવ્ય-ગુણ-ધર્મ-સામાન્ય-વિશેષ એમ પાંચ પદાર્થોમાં રહે છે, માટે સમવાય ‘વૃત્તિ’ કહેવાય છે. આ સમવાય સંબંધથી સર્વથા ભિન્ન અવયવ-અવયવીનો વ્યવહાર થાય છે.)
એમ પણ ન માનવું, કેમ કે- સમવાય એટલે જે સમવેત થાય-સ્થિતિ કરે, તે સમવાય. આવી વ્યુત્પત્તિથી, પ્રતીતિ થવાથી તે સમવાય રૂપ વૃત્તિમાં, દરેક આશ્રયમાં એક દેશથી વૃત્તિ કરે છે કે-સર્વ ભાગથી આ બે વિકલ્પ, કોઈ વિઘ્ન વગર લાગુ થતાં પૂર્વોક્ત દોષ અવશ્ય લાગુ પડે છે. માટે અવયવીનો (આધેયનો) પોતાના આશ્રયોમાં જો એકાન્તથી ભેદ માનવામાં આવે, તો ત્યાં વૃત્તિની ઉપલબ્ધિ થતી નથી. માટે નિયમ એવો છે કે- જ્યાં જેનો એકાન્તથી ભેદ છે, ત્યાં તેની વૃત્તિની ઉપલબ્ધિ થતી નથી. જેમ કે
વિન્ધ્યાચલના હિમાયલ પર્વતમાં.